નાના બાળકોને કાળું ટીલું કરવા પાછળ છૂપાયેલું છે વૈજ્ઞાનિક કારણ

Please log in or register to like posts.
News

નજરથી બચાવવા કરાય છે કાળું ટીલું

મોટાભાગે જોવા મળે છે કે, નાના બાળકોને કાળું ટીલું કરવામાં આવે છે. ટીલું કરવા અંગે જાણકારોનું કહેવું છે કે, તેનાથી બાળકોને નજર લાગવાથી બચાવી શકાય છે. પૂજા-પાઠમાં પણ ઘણી વખત કાળા રંગના કપડા કે કોઈ પ્રકારની કાળા રંગની વસ્તુનો ઉપયોગ થતો પણ તમે જોયો હશે. કેમકે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતીક મનાય છે. બાળકો પર કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા એટલે કે તેમને કોઈ પ્રકારની ખરાબ નજર ન લાગે એટલા માટે કાળું ટીલું કે કાળા રંગનો દોરો બાંધવામાં આવે છે.

કાળું ટીલું કરવાના વૈજ્ઞાનિક કારણો પણ છે


બાળકોને કાળું ટીલું કરવાના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. કહેવાય છે કે, કાળી વસ્તુ દરેક પ્રકારના વિકિરણનું શોષણ કરી લેવાની ક્ષમતા રાખે છે. કાળું ટીકું કરવાથી બાળકોના શરીર પર વિકિરણનો પ્રભાવ નથી પડતો. એ જ કારણે બાળકોને કાળું ટીલું લગાવાય છે. તો કાળો રંગ બાળકોને જોનારાની એકાગ્રતાને પણ ભંગ કરી દે છે.

ઘર-કારને પણ ખરાબ નજરથી બચાવે છે કાળો રંગ

એ જ કારણ છે કે, નવી કાર કે નવા ઘરને નજરથી બચાવવા માટે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગમાં વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ પણ છે.

બાળકોને નજર લાગે તો આ ઉપયોગ પણ કરી શકાય

નાના બાળકોને ખરાબ નજરથી બચાવવાના બીજા પણ ઘણા ઉપાયો જણાવાય છે. જાણકારોનું કહેવું છે કે, નાના બાળકો સુંદર દેખાતા હોય છે, એ કારણે તેમને નજર લાગી જાય છે અને નજર લાગવાને કારણે અચાનક તાવ આવી જાય છે. જેના કારણે બાળકો ખાવા-પીવાનું બંધ કરી દે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે, બાળકોને નજર લાગતી બચાવવા માટે કાળું ટીલું કરવું અને કાળો દોરો પહેરાવવા ઉપરાંત બાળકોના બચેલા ભોજનને કોઈ કૂતરાને ખવડાવી દો. એવું માનવામાં આવે છે કે, એવું કરવાથી બાળકોને લાગેલી નજર ઉતરી જશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.