કેમ રડે છે કુતરા ? શું સાચે તેમને દેખાય છે ભૂત ? જાણો શું થાય છે જ્યારે કૂતરો રડે છે

Please log in or register to like posts.
News

આદુનિયા માં કુતરા ને સૌથી વફાદાર જીવ માનવા માં આવ્યો છે. કેહવાય છે કે માણસ ભલે તમારું મીઠું ખાઈ ને તમારા થી દગો કરી દે પરંતુ કુતરા એક વાર જેમની રોટલી ખાઈ લે છે,મારતા દમ સુધી એના થી ક્યારેય દગો નથી કરતાં અને ના તો એમને કરડે છે. કુતરા ની વફાદારી ના લીધે જ વધારે પડતાં લોકો એમને ઘર માં પાળવા નું પસંદ કરે છે. જોકે બિલાડી પણ પાલતુ પ્રાણી છે અને ઘણા લોકો બિલાડી પાળવા નું શોખ રાખે છે. પણ બિલાડી ક્યારેય કોઈ ની વફાદાર નથી હોતી. વિશ્વાસ ના આવે તો તમે અનુભવી ને જોઈ શકો છો. તમે એક દિવસ કોઈ કુતરા ને પ્યાર થી ખવડાઈ દો તો એ આખી જિંદગી તમારી પછાળ પૂંછડી હલાવશે. ત્યાં જ જો તમે બિલાડી ને એક દિવસ દૂધ પીવડાવી દો અને બીજા જ દિવસ એને ગુસ્સો કરો તો એ સાચે જ તમને કરડવા નો પ્રયત્ન કરશે.

કુતરા માણસ ના સાચા મિત્ર હોય છે અને એમનું સારું ખોટું સારી રીતે સમજે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વધારે પડતાં કુતરા રાત્રે જ કેમ ભશે છે ?કુતરા ના રાત્રે રડવા ને અપશગુન માનવા માં આવે છે. જૂના વડીલો ના મુજબ જ્યારે પણ રાત્રે કોઈ કૂતરો રડે છે તો એ આપણને સંકેત આપે છે કે આપણાં પરિવાર માં જલ્દી જ કોઈની મૃત્યુ થવાની છે. આના સિવાય ઘણા લોકો નું એ માનવું છે કે કુતરા પ્રેતાત્મા ને જોઈ શકે છે અને આસ પાસ થવા વાળી મુશ્કેલીઓ ને પેહલા થી અનુભવી શકે છે. આવા માં જો અળધી રાત્રે એ અચાનક રડવા નું શરૂ કરી દે તો એનો અર્થ કોઈ પ્રેતાત્મા થી જોડવા માં આવે છે.

હોઇ શકે છે આ બધી વાતો સાચી હોય પણ જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી જોઈએ તો આવું કઈ જ નથી. વૈજ્ઞાનિકો એ કુતરા ને લઈ ને ઘણા પ્રકાર ના અભ્યાસ કર્યા છે જેમાં ચોંકાવનાર બનાવ આપણી સામે આવ્યા છે. એમ તો કુતરા ના રડવા ને  વૈજ્ઞાનિક ભાષા માં “હાઉલ “ (Haul)કેહવાય છે. એવું માનવા માં આવે છે કે કુતરા વરુ ની જ એક પ્રજાતિ છે. એટલા માટે વધારે પડતાં કુતરા વરુ ની જેમ વ્યવહાર કરે છે. જે પ્રમાણે વરુ એક બીજા ને સંદેશો પોહચાડવા માટે રાત્રે હાઉલ કરે છે,એવી જ રીતે કુતરા પોતાની ભાષા માં એક બીજા ને સંદેશ પોહચડવા માટે હાઉલ નો ઉપયોગ કરે છે.

તમે સામાન્ય રીતે જોયું જ હશે દરેક ગલી માં કુતરા રહે છે. એટલા માટે કુતરા જે પણ ગલી કે શેરી માં રહે છે એને પોતાનું ઘર માની લે છે. આવા માં જો કોઈ અજાણ્યો કૂતરો એમના ઘર માં ઘૂસવા ની કોશિશ કરે તો એ ગુસ્સા માં લાલ પીળા થઈ જાય છે અને પોતાના બાકી ના કૂતરા સાથીઓ ને સચેત કરવા હાઉલ કરવા નું શરૂ કરી દે છે. એક રીતે જોવા જઇએ તો હાઉલ કુતરા ની એક બીજા માં પોતાની લાગણી બતાવા ની ભાષા છે. ઘણા કુતરા ચિડાઇ ને ગુસ્સા થી પણ હાઉલ કરે છે પરંતુ એનો એ અર્થ નથી કે એ તમને કરડી લેશે.

આના સિવાય કુતરા પોતાનું દુ:ખ,તકલીફ અને ગુસ્સો વહેચવા માટે પણ હાઉલ કરે છે. એમ તો,કુતરા ને ઘોઘાંટ જેવા કે ઘર માં વાસણ ફેકાવા ના અવાજ પસંદ નથી હોતા. આવા માં એ ચિડાઇ જઇ ને એ અવાજ નો વિરોધ કરે છે. આટલું જ નહીં પરંતુ જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ એમની ગલી કે શેરી માં આવે છે તો એ પોતાના સાથી કુતરા ને એ વ્યક્તિ પર નજર રાખવા માટે કહે છે જેથી કોઈ એમના ગલી શેરી વાળાઓ ને નુકશાન ના પોહચાડી શકે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.