રીયલ લાઈફ V/s વર્ચુઅલ લાઈફ

Please log in or register to like posts.
News

મોબાઈલ ની શોધ એટલે કે 21 મી સદી ની સૌથી સારી શોધ. પણ સ્માર્ટ ફોન ની શોધ પછી શું આપણે વાસ્તવિક દુનિયા માં જીવી રહ્યા છીએ? ક્યાંક આપણે એક સ્વરચીત ઓનલાઇન કાલ્પનિક દુનિયા માં તો નથી જીવતા ને? મોબાઈલ ના હોય તો આપણે પાંગળા હોય તેવું લાગે છે? મિત્રો ને મળતા સમયે પણ મોબાઈલ ને જોવો પડે છે? તો આજ ના લેખ માં આ વાત પર પ્રકાશ પાડી લઈએ.

માણસ ના જીવન માં મોબાઈલ આવ્યા પછી ઘણી સુવિધાઓ વધી છે.જેમ કે તમારે કોઈ સારી ક્ષણ ને રેકોર્ડ કરવી હોય કે યાદગીરી રૂપે સાચવવી હોય તો તમે કેમેરા નો ઉપયોગ કરી શકો.તમારે કોઈ દૂર ના વ્યક્તિ સાથે સંપર્ક માં રહેવું હોય તો તમે કોલ કરી શકો કે વોટ્સએપ કરી શકો.તમારે ઓનલાઇન પૈસા મોકલવા છે તો તમે તેનો ઉપયોગ કરી શકો. તમારે કોઈ ને કોઈ ડોક્યુમેન્ટ મોકલવું હોય તો મેલ કરી શકો. વાત થઇ મોબાઈલ ના ફાયદા ની પણ ગેરફાયદા પણ ખુબ જ છે અને તે ધ્યાન ખેંચી લે તેવા છે.

જેમ કોઈ ગાડી વધુ પડતો ધુમાડો કાઢતી હોય અને પર્યાવરણ ને પ્રદુષિત કરતી હોય તો વાંક ગાડી નો નઈ પણ તે ધુમાડા નો કહેવાય. પ્રવૃતિ ધુમાડો બન્ધ કરવા ની હોવી જોઈએ, ન કે ગાડી બન્ધ કરવા ની. બસ તે જ રીતે અહીંયા વાંક મોબાઈલ નો નહિ પણ તેના દુરુપયોગ બન્ધ કરવા નો હોવો જોઈએ.

તમે વારંવાર સેલ્ફી પાડો છો? જો હા તો પોતાની જાત ને તે પાડવા નું કારણ પૂછો. કારણ નો જવાબ મળશે કે તમે એટલે સેલ્ફી પાડો છો કારણ કે તમારી સુંદરતા તમને દેખાય। દરેક વ્યક્તિ ને સુંદર દેખાવા નો શોખ હોય છે પણ તમે જો રોજ ની 10 કરતા વધુ સેલ્ફી પાડી લેતા હોવ તો મનોવૈજ્ઞાનિક ડૉક્ટર નો સંપર્ક કરવા ની જરૂર છે.

આપણે કોઈની બર્થ ડે ઉજવાતા હોઈએ તો પણ કેક કાપ્યા કરતા તેને બદલે ફોટા પાડવા માં વધુ સમય આપીએ છીએ. નાની પાર્ટી હોય તો પણ 10-15 ફોટા પાડી લેવા ના. ક્યાંક નવરા બેઠા તો પણ ફોટા પાડી લેવા ના. તમને યાદ દેવડાવી દઉં કે કેમેરા ની શોધ તમારી સારી યાદો ને સંગ્રહ કરવા માટે થઇ હતી. પણ સારી યાદો તો તમે ત્યારે ભેગી કરશો જયારે તે યાદ ને માણશો. ઉદાહરણ લઈએ કે તમે તમારી પ્રેમિકા જોડે રિવરફ્રન્ટ પર બેઠા છો અને મસ્ત રોમૅન્ટિક વાતાવરણ છે તો વાતાવરણ ને એવી રીતે  એન્જોય કરો કે જે તમને જિંદગીભર યાદ રહે ના કે ફોટા પાડવા બેસી જવાનું.

ઈન્ટરનેટ અને સોશ્યિલ મીડિયા ની અંદર ની દુનિયા એટલે કે કાલ્પનિક દુનિયા. તમે જયારે ફોટા પોસ્ટ કરો છો ત્યારે એ વ્યક્તિ માટે પોસ્ટ કરો છો કે જેની સાથે તમારે એક લાઈક સિવાય કઈ જ લેવા દેવા નથી હોતા. તો એક લાઈક માટે તમે શું કરવા તમારી વાસ્તવિક દુનિયા ના મિત્રો ને સમય નથી આપતા? જે વાસ્તવિક જીવન છે તે આ ઈન્ટરનેટ અને સોશ્યિલ મીડિયા ની તદ્દન બહાર છે અને તે જીવન માં તમારે  કેટલા મિત્રો છે તે મહત્વપૂર્ણ છે ના કે ફેસબુક ના ફ્રેંડ્સ.

ઘણી વખત એવું જોવા માં આવ્યું છે કે વધુ સમય સોશ્યિલ મીડિયા માં વિતાવતી વ્યક્તિ ના સ્વભાવ માં ચીડિયાપણું આવી જાય છે. તે વ્યક્તિ વધુ સમય કાલ્પનિક એટલે કે મગજ ની એક અવસ્થા માં રહેતી હોવા થી ડિપ્રેસન અને સ્ટ્રેસ નો શિકાર બને છે. આ લોકો ની ડ્રેસિંગ સ્ટાઇલ અને લાઈફ સ્ટાઇલ પણ એક સોશ્યિલ મીડિયા ના વ્યક્તિ ની જેવી થઇ જાય છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે તમે એક ગ્રાહક કરતા વધારે કશું જ નથી. તેની ડિઝાઇન જ એ રીત ની છે કે ભલ ભલા ને ચશકો લાગી જાય. જેટલો તમે વધુ સમય ઓનલાઇન રહેશો તેટલી જાહેરાતો વધુ જોશો અને તેટલો ફાયદો સોશ્યિલ મીડિયા ના માલિક ને થવા નો. ઘણી વખત તો તમે ઓનલાઇન અમુક વિવાદિત પોસ્ટ કરી ને નાહક ની ઉપાધિ વહોરી લ્યો છો.

જિંદગી ને માણવા નો સરળ માં સરળ ઉપાય છે કે રીયલ લાઈફ ના મિત્રો જોડે વધુ સમય પસાર કરો. વધુ પુસ્તકો વાંચો અને મેદાન પર રમત રમવા માં વધુ સમય ગાળો જેનાથી તમને વાસ્તવિક દુનિયા ના અનુભવો મળશે અને વધુ ખુશી થી જીવન પસાર કરી શકશો.

મારા વિચારો કેવા લાગ્યા તે મને કોમેન્ટ બોક્સ માં અથવા તો ઇન્સ્ટાગ્રામ માં @harshil_s_mehta પર અને ફેસબુક માં @harshil.mehta.5030 પર જણાવશો. તથા મને ફોલ્લૉ પણ કરી દેશો જેથી તમને અવારનવાર અલગ અલગ લેખ ની માહિતી મળી રહે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.