in

શું તમે જાણો છો? રિયલ ” સિમ્બા ” વિષે, તેમના ફક્ત નામ સાંભળીને જ ડરે છે ગુંડાઓ

” સિમ્બા ” ફિલ્મ જે રોહિત શેટ્ટીની ફિલ્મ છે અને તે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં લીડમાં રોલમાં રણવીર સિંહ અને સારા અલી ખાને કામ આપ્યું છે. ફિલ્મમાં રણવીરનો રોલ એક પોલીસ ઓફિસરનો છે. જે પહેલા ભ્રષ્ટ હોય છે પણ જયારે એક બળાત્કારનો કેસ આવે છે તેનાથી તે બદલાઇ જાય છે.ત્યારબાદ એસીપી સંગ્રામ ભાલેરાવ (સિમ્બા) બળાત્કારીઓ માટે કાળ બની જાય છે. આ તો કરી આપણે ફિલ્મની વાત . પણ રિયલ લાઇફમાં એવા ઘણા સિમ્બા ઓફિસર છે. જેમના વિષે બહુ ઓછા લોકો જાણતા હશે, ચાલો જાણીયે તેમના વિષે

જો સૌથી પહેલા વાત કરીયે તો તે છે ઉત્તરાખંડના તેજેન્દ્રસિંહની. તેમના સોલિડ બોડીને લીધે લોકો તેને બીસ્ટ  ઓળખાવે છે. તેજેન્દ્રને જીમનો ઘણો શોખ છે. તે પોલીસમાં વર્ષ 2006માં ભરતી થયા હતા અને 2007માં પ્રથમ વખત બોડી બિલ્ડિંગમાં નેશનલ ગોલ્ડ મેડલ પણ તેમણે જીત્યો હતો. તેજેન્દ્રએ મિસ્ટર હરક્યૂલિસનો એવોર્ડ પણ જીત્યો છે.

બીજા નંબરે આવે છે મોતીલાલ દાયમા. આ ઉંમરમાં 27 વર્ષના છે. લોકો તેને મધ્ય પ્રદેશનો અર્નોલ્ડ કહે છે. જો આ પોલીસ કોન્સ્ટેબલ મોતીલાલની ડાયેટના ખર્ચની વાત કરીયે તો તે એક લાખથી વધુ થાય છે. મોતીલાલનો પગાર અત્યારે ખુબ ઓછો છે માટે તેના વિભાગના કેટલાક અધિકારીઓ અને શહેરનો કેટલાક લોકો અર્નોલ્ડને આર્થિક રૂપે મદદ પણ પહોંચાડે છે.

ત્રીજા નંબરે છે કિશોર દાંગે. આ પોલીસ મહારાષ્ટ્રના એક ગરીબ પરિવારમાં જન્મ લીધો હતો અને તેમણે પોલીસની નોકરી મેળવવા માટે સખત મહેનત પણ કરી હતી. કિશોરે પોતાના દમ પર મિસ્ટર મહારાષ્ટ્રનો, મિસ્ટર મરાઠાવાડ સિવાય ઘણા વિદેશી બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા છે.

જો બીજા એક પોલીસમેનની વાત કરીયે તો તે છે મધ્ય પ્રદેશનો ધાકડ પોલીસમેન સચિન અતુલકર.અને આખા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જો ફિટનેસનું ઉદાહરણ હોય તો સચિન અતુલકારનું અપાય છે. સચિન ફક્ત 22 વર્ષની ઉંમરમાં IPS બની ગયા હતો. તે 2007ની બેન્ચથી પાસ થયા હતા અને પોતે તેમના બોડી પર વધુ ધ્યાન આપે છે.

જો મુંબઈના શિવદીપનું નામ કોઈ સાંભળી લે તો બધા ગુંડાઓની હાલત એકદમ ખરાબ થઈ જાય છે. એક વાર શિવદીપે યુપીના સબ ઈન્સ્પેક્ટરને પકડવા માટે મહિલાનો વેશ ધારણ કર્યો હતો. અને IPS શિવદીપ મુંબઈમાં એન્ટી નાર્કોટિક્સ સેલમાં ડીસીપીની પોસ્ટ પર કાર્ય કરે છે.

ટિપ્પણી

જાણો આ રાણી વિષે જે રોજ 700 ગધેડાઓના દૂધથી ન્હાતી હતી, જેની પાછળ છે એક રહસ્ય

જો તમે જાણી લેશો શ્રી કૃષ્ણએ કહેલી આ 7 આદતો વિષે , તો બદલાઈ જશે તમારું જીવન……..