કાલથી જ આવી રહી છે 200 રુપિયાની નવી નોટ

Please log in or register to like posts.
News

નવી દિલ્હી: દેશમાં પહેલી વાર 200 રુપિયાની નોટ શુક્રવારે રિલીઝ કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંકે આ અંગે જાણકારી આપી છે. સાથે જ નવી નોટનું સેમ્પલ પણ જાહેર કરી દેવાયું છે. આ પહેલા બુધવારે સરકારે 200 રુપિયાની નોટ જાહેર કરવાના સમાચારને પહેલી વાર સત્તાવાર સમર્થન આપ્યું હતું. જોકે, એમ માનવામાં આવી રહ્યું છે કે આ નોટ સપ્ટેમ્બરના પહેલા વીકમાં આવશે. પરંતુ શુક્રવારે પહેલી વાર દેશમાં 100 અને 500 રુપિયાની વચ્ચેની કોઈ નોટ ચલણમાં મૂકાઈ રહી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ઈકોનોમિસ્ટ સૌમ્ય કાંત ઘોષે જણાવ્યું કે, ‘મોટી સંખ્યામાં નવી નોટ આવવાથી સામાન્ય વ્યક્તિને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.’ જણાવી દઈએ કે નોટબંધી બાદ 2000ની નોટો આવી હતી અને તેની સાથે જોડાયેલી ઘણી વાસો સામે આવી હતી જેમાં નકલી નોટોના દાવા પણ થયા હતા. 200ની નોટ લાવવાનો ઉદ્દેશ્ય ટેક્સ આપ્યા વગર કેશ રાખનારા લોકો પર શિકંજો કસવાનો છે.

ઘોષે જણાવ્યું, “200ની નોટોના બે ફાયદા થશે, એક તો કેશ લેવડ-દેવડમાં સરળતા થશે અને બીજું કે તેનાથી કુલ કરન્સીમાં નાની નોટની સંખ્યા વધારાશે.” જણાવી દઈએ કે નોટબંધી પહેલા 500ની 1,717 કરોડ નોટ હતી અને 1000ની 686 કરોડ નોટો હતી. SBIના રિસર્ચ મુજબ નોટબંધી પછી મોટી નોટોના શેરમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

Source: iamgujarat.com

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.