in

શાહરુખ ખાનને લઈને રવીનાએ કર્યો મોટો ખુલાસો, કીધું જયારે પણ મળતા હતા તો મારી નજીક આવીને..

બોલીવુડના કિંગ માનવામાં આવતા અભિનેતા શાહરુખ ખાનની મિત્રતા ઘણી સારી અભિનેત્રીઓ સાથે છે. હવે રવીના ટંડને પણ શાહરુખ ખાન સાથે જોડાયેલી એક ખુબ જ ખાસ વાત જણાવી છે. રવિના ટંડનનું કહેવું છે કે શાહરુખ ખાનને એમની સુગંધ ખુબ જ ગમે છે. એમણે જણાવ્યું કે શાહરુખ એમના પતિને પણ એવું કહે છે કે એમની પાસે પત્નીના રૂપમાં સૌથી સારું સુગંધ વાળી એક્ટ્રેસ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવીના ટંડને જણાવ્યું કે ”જયારે પણ હું અને શાહરુખ સાથે હોતા હતા , તો શાહરુખ ખાન રવીના ટંડનના પતિ અનિલ ને ક્હેતા કે તમારી પાસે પત્નીના રૂપમાં સૌથી સારું સુગંધ વાળી એક્ટ્રેસ છે.” શાહરુખ ખાન કહે છે કે જયારે પણ હું રવીના સાથે કામ કરું છું , અને એમની નજીક જાઉં છું અને એમની સુગંધને મહેસુસ કરું છું તો ખુબ જ સારું લાગે છે.

Advertisements

અમે તમને જણાવી દઈએ કે રવીના ટંડને શાહરુખ ખાનની સાથે ‘જમાના દીવાના’ માં પહેલી વાર કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત રમેશ સિપ્પીએ કર્યું હતું. આ ફિલ્મ 1995 માં રિલીઝ થઇ હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. એ પછી વર્ષ 2004 માં ‘એ લમ્હે જુદાઈ કે’ માં પણ શાહરુખ ખાન અને રવીનાએ એક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બહુ મોડા રિલીઝ થઇ હતી. જો રવીના ટંડનની વાત કરીયે તો આજકાલ રવીના નાના પડદે પણ છવાયેલી છે. થોડા દિવસો પહેલા રવીના ટંડન સ્ટાર પ્લસ પર આવનારા શો ‘નચ બલિયે’ સીઝન 9 માં એક જજ રૂપે દેખાઈ હતી.

શાહરુખની વાત કરીયે તો એ ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ પછી કોઈ પણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. અત્યાર સુધી શાહરુખ ખાને પોતાની આવનારી ફિલ્મો વિષે કોઈ માહિતી આપી નથી. રવીના ટંડન 90 દશકની પસંદીદી એવી અભિનેત્રી રહી છે જેનું સ્ટારડમ એવું હતું કે એની ચમક આજ સુધી હાજર છે. રવીના ટંડનની ઉંમર 45 વર્ષની છે, પરંતુ આજે પણ રવીના ટંડન હિન્દી સિનેમા જગતની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. ઉંમરના આ પડાવ પર પણ રવીનાનો ગ્લેમર સહેજ પણ ઓછો નથી થયો.

Advertisements

રવીના ટંડને અજય દેવગણ, અક્ષય કુમાર, ગોવિંદાની સાથે કામ કર્યું છે. એમણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. મોહરા ફિલ્મનું ‘ટીપ ટીપ બરસા પાની’ અને ‘તું ચીઝ બડી હે મસ્ત મસ્ત’ ગીતમાં રવીનાનો ડાન્સ આજે પણ લોકોને યાદ છે. રવીના ટંડને પોતાના કરિયરની શરૂઆત 1991 માં ‘પથ્થર કે ફૂલ’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં એમની સાથે સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. એક સમયે રવીના અને અક્ષય કુમારના અફેયરની ખબરો જોશમાં હતી. પરંતુ રવીનાએ ફિલ્મ નિર્માતા અનિલ દદાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન પહેલા રવીનાએ બે દીકરીઓને ગોદ લીધી હતી. જેમાં એક ના લગ્ન થઈ ગયા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

સાપ્તાહિક રાશિફળઃ 1 થી 7 ડિસેમ્બર 2019

જો ઘરે જ કરો છો બ્લીચ , તો લગાવતા પહેલા ચોક્કસ રાખો આ સાવધાની