in

સ્ટાર બનતા જ રાનૂ મંડલનો ખુલાસો,આ અભિનેતાના ઘરમાં પતિ હતા રસોઈયા ,કીધું -‘એ અમારી સાથે…’

રાનૂ મંડલ આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશનથી લઈને પહેલી ફિલ્મના ગીતના રેકોર્ડિંગ સુધીની એમની સફર સરળ નહતી. એક નાનકડા વિડીઓએ રાનૂ મંડલની કિસ્મત એવી ચમકાવી કે બધા એમની મધુર અવાજના દીવાના છે. રેલવે સ્ટેશનથી રેકોર્ડિંગ સુધીની રાનૂની સફર તો બધાની સામે છે કે કઈ રીતે એ સેન્શેશન બની ગઈ? એવામાં એ સવાલ ઉઠે છે કે આખરે એવું તો શું થઇ ગયું કે રેલવે સ્ટેશન પર ગીત ગાઈને એમને પોતાનું જીવન પસાર કરવું પડ્યું. હાલમાં જ રાનૂ મંડલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના  અંગત જીવન વિષે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા.

Advertisements

ન્યુઝ એજન્સી આઈએએનએસ સાથે થયેલી ખાસ વાતચીતમાં રાનૂમંડલે પોતાના જીવનના એ સફર વિષે જણાવ્યું જેનાથી હજી પણ લોકો અજાણ છે. રાનૂમંડલે ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે ‘મારા જીવનની કહાની ઘણી લાંબી છે.એના પર ફિલ્મ પણ બની શકે છે. એ ફિલ્મ ઘણી જ ખાસ હશે’. વીતેલા દિવસોને યાદ કરતા રાનૂ મંડલ કહે છે ‘ હું ફૂટપાથ પર પેદા થઇ નથી. સારા પરિવારથી છું પણ મારી એ નિયતિ હતી કે હું માતાપિતાથી માત્ર 6 મહિનાની ઉંમરમાં જ અલગ થઇ ગઈ હતી.’

રાનૂએ આગળ કહ્યું ‘દાદીએ જ ઉછેરી , અમારી પાસે ઘર હતું પણ એ ચલાવવા માટે લોકોની જરૂર હોય છે. ઘણા દિવસ એકલાપણાના હતા.મેં ઘણો સંઘર્ષ કર્યો પણ હંમેશા મને ભગવાન પર વિશ્વાસ રહ્યો. હું પરિસ્થિતિ પ્રમાણે ગીત ગાતી હતી. એવું નહતું કે મને ગીત ગાવાનો ચાન્સ આપવામાં આવ્યો, મને ગીત ગાવા માટે પ્રેમ હતો , એ કારણેથી હું ગીત ગાતી હતી.’

Advertisements

રાનૂએ કહ્યું ‘હું લતા મંગેશકરના ગીત ગાતા શીખતી હતી. મેં એમના રેડીઓ અને કેસેટથી શીખ્યું. લગ્ન પછી પશ્ચિમ બંગાળથી મુંબઈ શિફ્ટ થઇ ગયા. મારા પતિ અભિનેતા ફિરોજ ખાનના ઘરમાં રસોઈયા હતા. એ સમયે એમનો દીકરો ફરદીન કોલેજમાં હતો. એ લોકો અમારી સાથે ઘણો જ સારો વ્યવહાર કરતા હતા એકદમ પોતાના જ પરિવારના સભ્યોની જેમ જ. મુંબઈમાં સંગીતની ઘણી સગવડ છે. મારા ઘરથી મુંબઈ આવવું અને પછી ફ્લાઈટથી પાછું આવવું એ પણ કઠિન હતું. સારું હોત કે જો મારુ ઘર મુંબઈમાં જ હોત.’

Advertisements

તમને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા જ એ ખબર આવી હતી કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનું ઘર ભેટમાં આપ્યું છે. જોકે એ વાતની કોઈ જ પુષ્ટિ થઇ હતી નહિ પણ હવે એ ખબરની સચ્ચાઈ સામે આવી ગઈ છે. પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં આવેલા આમરા શોબાઇ શૈતાન ક્લબના સભ્ય વિક્કી વિશ્વાસે એનો ખુલાસો કર્યો છે. એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા વિક્કીએ જણાવ્યું કે અમારા ક્લબમાં બે સદસ્યોએ રાનૂનો વિડિઓ રાણાઘાટ પર શૂટ કર્યો હતો જે વાયરલ થઇ ગયો. ત્યારથી સતત અમે સતત એની ધ્યાન રાખી રહ્યા છે અને એના સંપર્કમાં જ છીએ. અમને હજી સુધી એવું કાંઈ ખબર પડી નથી કે સલમાન ખાને 55 લાખનું ઘર આપ્યું છે. એ ખબર ખોટી છે અને જે સોશ્યિલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે.’

ટિપ્પણી
Advertisements

સ્વસ્તિક છે ગણપતિનું સ્વરૂપ, જાણો સ્વસ્તિક ચિન્હ બનાવવાના નિયમ અને ફાયદા વિષે

સૌથી વધારે ફીસ લેવાવાળી આ એક્ટ્રેસનો કપૂર ખાનદાન સાથે હતો સંબંધ , છેલ્લા સમયે એકલા વિતાવ્યું હતું જીવન