હેલ્થી અને લાઈટ “રંગીલા ઢોકળા” ની સિક્રેટ રેસિપી

Please log in or register to like posts.
News

આ રૂટિન ઢોકળા નથી ખુબજ હેલ્ધી અને લાઈટ સ્નેક છે…લંચબોક્ષમાં આ ખાઇને ટમી હેવી નહીં લાગે…!

સામગ્રી :

 • 1 વાટકી ઓટ્સ (સાદા રોલ્ડ ઓટ્સ)
 • 1 વાટકી સોજી
 • 1/2 વાટકી દહીં
 • આદું મરચાંની પેસ્ટ
 • 1 ટી સ્પૂન ફ્રુટ સોલ્ટ/ ઈનો
 • સલા(ગાજર,બીટ,કાકડી,કોથમીર)
 • મીઠું
 • તેલ

રીત :

 • -ઓટ્સને મિક્ષચરમાં બારીક પીસીલો.
 • -એક બાઉલમાં ઓટ્સ,સોજી અને દહીં મિક્ષ કરો.
 • -તેમાં જરૂર મુજબ ગરમ પાણી રેડી ઢોકળાનુ ખીરું તૈયાર કરો.
 • -આ ખીરાને 10 મિનીટ ઢાંકીને રાખો.
 • -આ ખીરામાં સ્વાદ અનુસાર આદું મરચાની પેસ્ટ ,મીઠું અને થોડું તેલ ઉમેરી બરાબર મિક્ષ કરો .

 • -ઢોકળા ઉતારતા પેલા,ગરમ પાણીમાં ફ્રુટ સોલ્ટ નાખીને દુધીયો કરીને-ખીરાને બરોબર મિક્ષ કરી લો.
 • -હવે થાળીને ગ્રીસ કરી,ખીરું રેડો. ઉપર થોડું સલાડ છાંટો. ઢોકળીયામાં 10-12 મિનીટ સ્ટીમ કરીલો .
 • -ગરમ ગરમ ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો .
 • -ટિફીનમાં ભરવા,તેલ મૂકીને-રાઇ,જીરુ અને લીમડો નાખીને વઘારીલો .

Tips :

 • #આદુ મરચાંની પેસ્ટ સાથે લસણની પેસ્ટ પણ નખાય.
 • #પાલક નાખીને પણ આ ઢોકળા સારા લાગશે.
 • #સલાડનો કલર જળવાય રહે માટે 5 મિનીટ ઢોકળા સ્ટીમ થાય પછી સલાડ છાંટો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.