રામ નવમી વિશેષઃ આ એક શ્લોકના પાઠથી મળશે સમગ્ર રામાયણના જાપનું ફળ

Please log in or register to like posts.
News

રામ નવમીનો તહેવાર અને વ્રત-પૂજા

ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ એટલે રામ નવમી, એવું કહેવાય છે કે ત્રેતાયુગમાં રાવણ સહિતના અસુરોનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ દશરથ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો હતો. રામ નવમી એટલે કે આજના દિવસને ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. વાલ્મિકી રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસમાં પણ ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિનો ઉલ્લેખ મળે છે.

ક્યારે થયો ભગાવાન રામનો જન્મ

રામચરિત માનસમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં વધી ગયેલા આસુરી તત્વોનો નાશ કરવા અને ધર્મ-શાંતિની સ્થાપના કરવા માટે ભારતીય કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિમાં બપોરે 12 વાગ્યા અભિજિત મુહૂર્તમં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. ભગવાનના પ્રાગટ્ય દિવસે અનેક લોકો ભક્તિભાવથી ઉપવાસ રાખે છે અને મંદિરો તથા ઘરમાં પૂજાવિધિ કરે છે. રામને ભજવાથી દૈહિક અને દૈવિક સંતાપ દૂર થાય છે.

આ માટે રામ નવમી આજે મનાવાઈ રહી છે

જોકે ભારતીય કેલેન્ડરમાં તિથિઓની ગણના જટીલ હોવાથી ઘણીવાર નવમી તિથિનો જ ક્ષય આવે છે. ત્યારે આ સંજોગોમાં ક્યારે રામ નવમી ઉજવવી અને તેના વ્રત-પુજા ક્યારે કરવા તે અંગે શાસ્ત્રોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વામન પુરાણ મુજબ જો નવમી તિથિનો ક્ષય હોય તો દિવસના જે ભાગમાં નવમી તિથિ અને મૃગશિર્ષ નક્ષત્ર એકત્ર થતા હોય તેને મહાપુણ્યકાળ માનવામાં આવે છે. અને આ મુહૂર્તમાં તહેવાર ઉજવાય છે.

રામ નવમી પૂજાવિધિ

એવું માનવામાં આવે છે કે રામાણય કે રામચરિત માનસના પાઠમાત્રથી તમામ પ્રકારના સંતાપ અને ઉદ્વેગ ટળે છે. જો આ દિવસે રાત્રી જાગરણ કરીને રામાયણનો પાઠ કરવામાં આવે તો આત્મિક શુદ્ધી થાય છે અને સંચિત પાપ નષ્ટ થાય છે. પરંતુ જો તમારી પાસે તેટલો સમય ન હોય તો 2 મિનિટમાં જ સંપૂર્ણ રામાયણના પાઠનું ફળ પણ મેળવી શકો છો. કલિયુગમાં લોકો પાસે સમયની અછત હોવાનું મહર્ષિ વાલ્મિકીએ હજારો વર્ષો પહેલા જ જણાવી દીધું હતું અને તેની સાથે ઉપાય પણ બતાવ્યો હતો. તે છે એક શ્લોકી રામાયણ… આ શ્લોકને સમગ્ર રામાયણનો સાર કહેવાય છે જેની રચના વાલ્મિકી ઋષિએ કરી છે.

अदौ राम तपोवनादि गमनं हत्वा मृगं कांचनम्। वैदेही हरणं जटायु मरणं सुग्रीव संभाषणम्।
वालि निग्रहणं समुद्र तरणं लंका पुरी दास्हम्। पाश्चाद् रावण कुंभकर्ण हननं तद्धि रामायणम्।

તુલસીદાસજીએ પણ રચી છે એક શ્લોકી રામાયણ

તુલસીદાસજીએ પણ રામચરિત માનસના બાલકાંડના ત્રીજા દોહામાં સમગ્ર માનસપાઠના મહિમાને આવરી લેતા એક શ્લોકી રામાયણની રચના કરી છે. તમે ઇચ્છો તો આ શ્લોકનો પાઠ પણ કરી શકો છો.

‘नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागम्।
पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम्’ ।।

પવિત્ર ભાવ અને પૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન રામનું ધ્યાન ધરીને દિવસમાં કોઈપણ સમયે 9વાર આ શ્લોકના જાપ માત્રથી સંપૂર્ણ રામાયણના પાઠનું ફલ મળે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.