માત્ર 60 રૂપિયાનુ સ્ટાઈપેન્ડ મેળવનાર આજે 10,000 કરોડના આસામી બની ગયા

Please log in or register to like posts.
News

રાકેશ ઝુનઝુનવાલે આજે શેર માર્કેટનું મોટુ માથુ છે. શેર બજારમાં બિગ બુલ અને દિગ્ગજ ઈન્વેસ્ટર છે. આજે તેમના પોર્ટફોલિયોમાં 10,000 કરોડ રૂપિયાના શેર છે. તેઓ જે પણ કંપનીના શેરમાં રૂપિયા લગાવે છે, તે અચૂક કમાણી કરે છે. નાના-મોટા હજારો ઈન્વેસ્ટર્સ તે કંપનીને ભરોસાનું પ્રતિક માને છે, અને નફાની આશામાં પોતાના રૂપિયા લગાવે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે, તેમી પહેલી સ્ટાઈપેન્ડ માત્ર 60 રૂપિયા હતા. એક ઈન્ટરવ્યૂમા રાકેશ ઝૂનઝૂનવાલાએ કહ્યું કે, પોતાના કરિયરના પહેલા વર્ષમાં તેમને 60 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળતું હતું, બીજા વર્ષે 80 અને ત્રીજા વર્ષે 90 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળ્યું હતું.

રાકેશ ઝુનઝુનવાલા શેર બજારમાં ત્યારથી ઈન્વેસ્ટ કરી રહ્યાં છે, જ્યારથી સેન્સેક્સ 150 પર હતું. શુક્રવારે જ્યારે સેન્સેક્સ બંધ થયું તો આંકડો 32 હજાર 432 પર હતો. ઝુનઝુનવાલાએ કહ્યું કે, તેમણે લાઈફમાં પહેલો શેર ટાટી ટી કંપનીનો ખરીદ્યો હતો. આ શેર વેચીને જ તેમણે પહેલી મોટી કમાણી કરી હતી. તેમણે કહ્યું કે, મેં ટાટા ટીના 5000 શેર 43 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. પરંતુ ત્રણ મહિના બાદ આ શેર 143 રૂપિયાના ભાવે વેચ્યા હતા અને 5 લાખ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ અહી તેમની ગાડી અટકી નહિ, તેમણે આ રૂપિયા 1985માં ટાટા ટી કંપનીમં જ લગાવ્યા, જેની આજની કિંમત 50 કરોડ રૂપિયા છે.

કેવી રીતે શીખ્યા શેર માર્કેટના પાઠ

આ શખ્સે શેર માર્કેટના મંત્રો ત્યારે શીખ્યા હતા, જ્યારે તેમના પિતા તેમના મિત્રો સાથે ચર્ચા કરતા હતા. પપ્પાની ચર્ચામાં દીકરાને મજા આવવા લાગી. તેમના પિતા અને તેમના મિત્રો બુલ, માર્કેટ, સ્ટોક વગેરેથી કમાવવાની વાતો કરતા. તેથી એક દિવસ તેમણે પોતાના પિતાને પૂછી જ લીધું કે, આખરે રોજ સ્ટોકના ભાવ કેવી રીતે વધે-ઘટે છે. જવાબમાં તેમના પિતાએ કહ્યું કે, જઈને પેપરમાં જુઓ કે, ગ્વાલિયર રેયાન વિશે કોઈ સમાચાર આવ્યા છે કે નહિ અને એ પણ જો કે, તેના ભાવ વધવા-ઘટવાના છે કે નહિ. આ સાથે જ રાકેશ ઝુનઝુનવાલાની તેમના પિતાના માર્ગદર્શનમાં જ ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. અને આખરે તેઓ એક સફળ ઈન્વેસ્ટર બન્યા.

રાકેશ ઝુનઝુનવાલાની બીજી સફળતા ટાઈટનમાં ઈન્વેસ્ટમેન્ટની છે. તેમણે 2002-03માં ટાઈટનના 6 કરોડ શેર માત્ર 3 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. શુક્રવારે ટાઈટનના એક શેરની કિંમત 623 રૂપિયા હતી. આજે ટાઈટન લિમિટેડમાં રાકેશ ઝુનઝુનવાલાના 8.3 ટકા શેર છે. આંકડામાં આ શેર 804 લાખ છે. પરંતુ હાલ તેમની કિંત 3 હજાર 644 કરોડ રૂપિયા છે. ટાઈટન દેશની પ્રખ્યાત બ્રાન્ડ છે.

સફળતાનું રહસ્ય

જ્યારે તેમને પોતાની સક્સેસ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, તેમની રિસ્ક લેવાની ક્ષમતા તેમને બીજાથી અલગ કરે છે. શેર બજારના ટાયકૂન કહે છે કે, મારી હિમંત પણ મને અલગ કરે છે. મારા બેંકમાં ભલે એક હજાર રૂપિયા હોય, પરંતુ જો કોઈ ડીલ એક કરોડની કરવા જેવી હોય, તો હું તે કરતા અચકાતો નથી. નુકશાન થાય તો માત્ર 10 મિનીટ અફસોસ કરું છું, અને પછી આગળ વધું છું.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.