in

પાલનપુરના રાજુભાઈ જોશીને ફક્ત 2 રૂપિયામાં દરરોજ જમાડે છે 8000 માણસોને, એક વખત વાંચીને શેર કરજો

દોસ્તો માણસો પુણ્ય કમાવા માટે 20 – 25 કે 100 બ્રાહ્મણોને અનેકવખત જમાડતા હોય છે. પરંતુ પાલનપુરમાં વસવાટ કરતા એક સુખી બ્રાહ્મણ જે ફકત બે રૂપિયા જેવી નાનકડી રકમ લઈને દરરોજના 8000 જેટલા ગરીબ લોકોને ભરપેટ જમાડે છે. દોસ્તો આ માણસનું નામ છે રાજેન્દ્ર જોશી છે અને તેમની ખુબ જ અગત્યની વાત છે. માટે આ આર્ટિકલ અંત સુધી અવશ્ય વાંચજો.

” />

રાજુભાઈ ટાટા તથા અંબાણીના બાળકોની જેમ ચાંદીની ચમચી જોડે લઈને જન્મ નથી લીધો. પણ તેનો જન્મ એક મધ્યમ તથા ગરીબ ઘરમાં થયો હતો આટલું જ નહિ દોસ્તો તેમના મમ્મી પપ્પા તેઓ જ્યારે ગરીબ હતા ત્યારે ગામડેથી ઉપચાર કરાવવા માટે આવતા માણસોને પરિવારજનોને પેટે પાટા બાંધીને ટીફીન પહોંચાડતા હતા. માટે કહી શકાય કે સેવા તો રાજુભાઈના ખૂનમાં જ છે.

હાલમાં આ રાજુભાઈના મમ્મી પપ્પા તો સ્વર્ગવાસ સિધાવી ચુક્યા છે. પરંતુ તેમના દીકરા રાજુભાઈમાં સેવાના બીજ રોપતા ગયા. રાજુભાઈ ખુબ ગરીબી સહન કર્યા પછી એક સફળ રાજકારણી બન્યા ત્યારપછી વર્ષ 2016 માં પોતાની માતાપિતાના શ્રાધ બાબતે વિચાર કરતા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો કે ખરેખર જો તેમના માતાપિતાની આત્માને શાંતિ મળે તેવું કાર્ય કરવું હોય તો તેમણે કંઈક સેવા કરવી પડશે ફ્ક્ત કાગવાસ દેવાથી કશું નહિ વળે.

અને તેમણે એક સુંદર અન્નપૂર્ણા રથની શરૂઆત કરી એટલે કે એક નાનકડું હરતું ફરતું રસોડું. તેમાં રસોઈની સુવિધા હોય છે અને માણસોને ફ્ક્ત બે રૂપિયાની રકમમાં ભરપેટ કઢી ખીચડીનું ભોજન કરાવામાં આવે છે. આ રથની શરૂઆત એક યુનિટથી ચાલુ કરવામાં હતી જ્યારે તેનો લાભ 1000 માણસો ઉઠાવતા હતા અને આજે તે 5 યુનિટ છે અને રોજના 8000 જેટલા માણસો લાહવો લે છે. જેમાં દાડિયા, મજુરો, સાધુ સંતો, ગામડેથી આવતા માણસો અને ગ્રામવાસીઓ તેનો લાભ લે છે. તેમના યુનિટ પાલનપુર, ડીશા અને અમદાવાદ સુધી આ સેવા આપે છે અને રાજુભાઈનો હજુ આગળ સુધી પહોંચવાનો વિચાર છે.

સવારે વહેલા 10 થી 2 વાગ્યા સુધી ભોજન આપવામાં આવે છે. દોસ્તો નવાઈની વાત તો એ છે કે અહીં રસોઈયાથી માંડીને વાસણ સુધી બધી જ વસ્તુ ફાઈવ સ્ટાર હોટલ જેવી જ શુદ્ધ હોય છે. ભોજન પણ એટલું જ સ્વાદિષ્ટ હોય છે. જમ્યા પછી તે વાસણો પણ ગરમ પાણીથી ધોવામાં આવે છે અને ત્યાં રસોયા પણ ગ્લવ્સ પહેરીને જમવાનું પીરસે છે.

રાજુભાઈનું માનવું છે કે તેઓ કઢી ખીચડીના ચેન્જ કરીને સારા સારા વ્યંજનો પણ પીરસી શકે તેમ છે પણ તેવું કરવાથી ગરીબો કરતા અન્ય માણસો વધુ પ્રમાણમાં ફાયદો ઉઠાવી જાય છે માટે તેઓ પોતાના રસોડામાં કઢી અને ખીચડીની સેવા પીરસીને પોતાની સેવા આપે છે.

આટલું જ નહિ રાજુભાઈ ઉનાળાની ઋતુમાં વલખા મારતા માણસોને છાશ પીવડાવીને વ્યક્તિઓને ઠંડક પહોંચાડવાનું સુંદર પુણ્ય પણ કરે છે તેમજ મૃત્યુ પછી અંતિમ યાત્રાની કીટ માત્ર 251 રૂપિયામાં વહેંચે છે જે બજારમાં લેવા જાવ તો 2000 રૂપિયા જેટલું થઇ જાય.

દોસ્તો કહેવત છે ને કે દેશને ઘડવામાં ઘણા માણસો ઉપદેશો આપતા હોય છે જ્યારે તેનો અમલ રાજુભાઈ જેવા સામાન્ય માણસો કરી દેતા હોય છે. પોતાના પાસેથી અડધા માંથી અડધું આપી દેવું તે તો તેમના મમ્મી પપ્પા પાસેથી જ શીખ્યા છે અને આશા છે કે તેઓ આજ રીતે પોતાની સેવા વધુને વધુ માણસો સુધી આપતા રહે અને પુણ્ય કમાતા રહે. રાજેશભાઈ નું આ સેવાભાવી કામ આગળ બીજા માણસો સુધી પણ અવશ્ય શેર કરજો.

ટિપ્પણી

યુવતીએ એક ભુલથી શાકભાજી જોડે, ફેંકી દીધા ઘરેણા,બળદે ખાઇ લીધા પછી પરીવાર કરી રહ્યો છે આ એક કામ

હકીકતમાં આ પોલીસ ઓફિસર છે કે પછી હિરોઈન, સોશ્યલ મીડિયામાં થઈ રહી છે વધુ ચર્ચા