in

લસણ ડુંગળી વગર પોતાના ઘરે જ બનાવો મસાલા રાજમા, એવો બનશે કે આંગળા ચાટતા રહી જશો

રાજમા મસાલા ઉત્તર ભારતની ટેસ્ટી વાનગી કહેવામાં આવે છે. રાજમા તથા રાઇસનો કોમ્બો ઘણા માણસોને પસંદ હોય છે. આમ જોવા જઈએ તો તેને લસણ – ડુંગળી અને ટામેટાની ગ્રેવીમાં બનાવવામાં આલે છે. પરંતુ આજે અમે તમને ડુંગળી – લસણની ગ્રેવી વિના રાજમા મસાલા બનાવતા શીખવીશું. તો આવો જોઇએ કેવી રીતે બનાવી સ્વાદિષ્ટ રાજમા મસાલા..

• સામગ્રી

– 2 બાઉલ – રાજમા

– 1 નંગ – તમાલપત્ર

– 1 નંગ – તજ

– 5-6 નંગ – લવિંગ

– 2 નંગ – લીલા મરચાં

– 2 નંગ – ટામેટા (સમારેલા)

– 1 ચમચી – આદુની પેસ્ટ

– 1/2 ચમચી – હળદર

– 1 ચમચી – લાલ મરચું

– 1 ચમચી – ધાણા પાવડર

– 1 ચમચી – ગરમ મસાલો

– 1/2 ચમચી – આમચૂર પાવડર

– 1/2 ચમચી – કસૂરી મેથી

– સ્વાદાનુસાર – મીઠું

– જરૂરિયાત મુજબ – પાણી

– જરૂરિયાત મુજબ – તેલ

• બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલમાં રાજમા ધોઇને આખી રાત પાણીમાં પલાળીને રાખો. દ્વિતીય દિવસે તેને તેજ આંચ પર એક પ્રેશર કૂકરમાં 7-8 સીટી વગાડીને બાફી લો.

હવે મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા તમાલપત્ર, તજ અને લવિંગ ઉમેરી લો.

1 મિનિટ બાદ તેમા આદુની પેસ્ટ અને લીલા મરચા ઉંમેરી લો તે બાદ ટામેટા ઉમેરીને હળદર, લાલ મરચું, આમચૂર, ગરમ મસાલો, અને જીરા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

જ્યારે મસાલામાંથી તેલ છુટુ પડે એટલે તેમા થોડૂંક પાણીની સાથે રાજમા ઉમેરી લો.

હવે તેમા રાજમાં ઉમેરી લો અને 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. તે બાદ ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમા ઉપરથી કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગેસની આંચ બંધ કરી લો.

તૈયાર છે રાજમા મસાલા. જેને તમે રાઇસ સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

બોલિવૂડ જગતમાં વધુ એક આત્મહત્યા, મિકા સિંહની ખાસ લેડીએ ઊંઘની ગોળી ખાઇને દુનિયાને અલવિદા કહી દીધું

અમેરિકામાં પણ ઇન્ડિયન મહિલાઓનો અપાર પ્રેમ, હોળી પહેલા કરી દીધું આ એક કામ