in

રજનીકાંતે જણાવ્યું – ભાજપ મારું ભગવા કરણમાં રૂપાંતર કરવા પ્રયત્ન કરી રહી છે, પણ હું તેમાં ક્યારેય નહી ફસાઉ

મૂવી અભિનેતા રજનીકાંતે શુક્રવારે ભાજપ પર નિશાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ મને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે. તેમણએ તમિલ કવિ તિરુવલ્લુવરની સાથે પણ આવું કરવાનો અથાગ પ્રયાસ કર્યો હતો. પણ સાચી હકીકત એ છે કે, ન તો તિરુવલ્લુવર અને ના તો હું તેમની જાળમાં ફસાઈશું. અયોધ્યા મામલે તેમણે લોકોને જણાવ્યું કે, કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને શાંતિ પણ જાળવવી જોઈએ.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/rajinikanth-meets-fans-on-diwali_c3234dbe-fd60-11e9-aa29-bae48cf1d327.jpg?w=662&ssl=1

Advertisements

ફિલ્મ ઍક્ટર કમલ હાસન તથા રજનીકાંતે ચેન્નાઈમાં શુક્રવારે રાજ કમલ ફિલ્મ ઈન્ટરનેશનલના નવા કાર્યાલયમાં દિવંગત ફિલ્મ નિર્દેશક કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ સિવાય રજનીકાંતે જણાવ્યું કે, તિરુવલ્લુવરને ભગવો પહેરાવવો ભાજપનો એજન્ડા હતા. થોડાક લોકો અને મીડિયા એવું દર્શાવાવનો પ્રયાસ કરી રહ્યા છે કે, હું ભાજપનો માણસ છું. પરંતુ આ વાત સાચી નથી. સાથ આપીશ તો તે રાજકીય પક્ષ ખુશ થઈ જશે પરંતુ તે નિર્ણય લેવાનું મારા ઉપર છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/kamal-haasan-biography.jpg?w=662&ssl=1

કમલ હાસને જણાવ્યું કે, એક જ સમયે અમે બંનેએ નિર્ણય પણ લીધો છે કે, અમે (હું અને રજનીકાંત) એકબીજાનું ઘણું સન્માન કરી શું. કેમ કે અમારુ માનવું છે કે, તે અમારા બંનેના ભવિષ્ય માટે સારુ છે. આજે પણ અમે એકબીજાનું સન્માન, નિંદા અને સમર્થન કરીયે છીએ.

Advertisements

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/Kamal_Haasan_at_Promotions_of_27Vishwaroop27_with_Videocon_280329.jpg?resize=498%2C750&ssl=1

કેટલાક દિવસ પહેલાં તમિલનાડુની ભાજપ પક્ષ દ્વારા તિરુવલ્લુવરનો એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તેના લીધે ઘણો વિરોધ પણ થયો હતો. ફોટામાં તેમને ભગવો પોશાક પહેરાવવામાં આવ્યો હતો. માથે અને હાથ પર વિભૂતિ લગાવવામાં આવી હતી. તેના બીજા જ દિવસે થોડાક લોકોએ તેમના પર છાણ પણ ફેંક્યું અને તે પછી ઘણો વિવાદ થયો. તિરુવલ્લુવર તમિલ કવિ છે. જે અંદાજે 2050 વર્ષ પહેલાં તમિલનાડુમાં રહેતા હતા. તેમણે તિરુક્કુરલ નામનું એક પુસ્તક લખ્યું છે. તે તમિલ ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યોમાંથી એક મનાય છે.

ટિપ્પણી
Advertisements

લો બોલો તો આ બાબતને લઈને અનિલ કપૂરે તેના પુત્ર હર્ષવર્ધનનું કરાવ્યું હતું બ્રેકઅપ!

મોદી સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર, અચાનક વધી જશે 8 હજાર જેટલી સેલરી