in

આ મકરસંક્રાતિ પર બોલીવુડ જગત ભારે શોકમાં ડૂબ્યું, કપૂર ફેમિલીની દીકરીએ લીધા છેલ્લા શ્વાસ

અમિતાભ બચ્ચનની વેવાણ તથા ક્ષષિ કપૂરની બહેન રિતુ નંદાનું મૃત્યુ થયું છે. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી શેર કરી હતી. ફુઈનો ફોટો શેર કરતાં રિદ્ધિમાએ જણાવ્યું કે, આજ સુધી હું મારા જીવનમાં રિતુથી વધારે નમ્ર અને સભ્ય વ્યક્તિને નથી મળી. ફુઈ તમે હંમેશા યાદ આવશો RIP.

Advertisements

રિતુ નંદા ઘણા લાંબા સમયથી કેન્સરની તકલીફથી પીડાઈ રહી હતી અને તે 71 વર્ષની હતી. જો કે, તેની અંતિમવિધિ ક્યારે અને ક્યાં થશે તે અંગેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જાણવા મળ્યું છે કે, શ્વેતા બચ્ચનના સસરા એટલે કે રિતુ નંદાના પતિ રાજન નંદાનું ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું.

રિતુ નંદા વિશે વાત કરીએ તો, તેમણે 80ના દાયકામાં ભારતીય જીવન નિગમ (એલઆઈસી)ના એજન્ટ તરીકે પણ કામ કર્યું. તે લાંબા સમય સુધી તેની સાથે જોડાયેલી રહી. બાદમાં તેણે પોતાની એક ખાનગી વીમા કંપની પણ શરૂ કરી. રિતુ નંદાએ 1969માં પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોટ ગ્રુપના માલિક રાજન નંદા સાથે લગ્ન કર્યા. રિતુના દીકરા નિખિલ નંદાએ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે 1997માં લગ્ન કર્યા હતા. તેને બે બાળકો અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદા છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

બિગ બીની ડાબી આંખ ફફડી, હોસ્પિટલમાં બતાવી પાછા ફરતા માતાનો પાલવ યાદ કરતા કહ્યું કે…..

ડ્રોન રાખનારા માટે આવી ગયા છે મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે લાલ આંખ બતાવીને કહ્યું કે….