in

શું તમે રેલવેના 1st એસી , 2nd એસી અને 3rd એસી વચ્ચેનો તફાવત જાણો છો ?

રેલ્વેના 1st AC, 2nd AC અને 3rd ACમાં શું ફરક હોય છે?

સામાન્ય રીતે દરેકે ટ્રેનની યાત્રાનો અનુભવ તો કર્યો જ હશે. આખી દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક જો કોઈની પાસે હોય તો એ છે ભારત પાસે અને લોકોનું પ્રિય પરિવહન સાધન પણ જો કોઈ હોય તો એ પણ રેલ્વે જ છે. ભારતના લોકો પોતાની વિવિધતાઓ માટે ઘણા જ જાણીતા છે. ભારતીય રેલવેએ બધા જ અલગ અલગ પ્રકારના યાત્રીઓની ક્ષમતા પ્રમાણે રેલવેની ડિઝાઇન કરી છે. વીઆઇપી સ્તરના જે લોકો હોય એ 1st AC માં મુસાફરીનો આનંદ લેતા હોય છે જયારે એનાથી નીચેના સ્તરના લોકો 2nd AC માં મુસાફરી કરતા હોય છે અને આખા દેશની વસ્તીનો એક મોટો ભાગ 3rd AC ઇકોનોમિક કોચમાં મુસાફરી કરતા હોય છે.

આ અલગ અલગ શ્રેણીઓના કોચમાં ભાડું પણ અલગ-અલગ હોય છે. શું તમને ખબર છે કે એમાં માત્ર ભાડાનો જ અંતર નથી હોતો પણ એમાં શ્રેણી પ્રમાણે ભાડા સાથે થોડી સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે. તો આજે અમે તમને એના વિષે વિગતે માહિતી આપીશું કે જેનાથી તમે ભારતીય ટ્રેનમાં રહેલી વિવિધતાઓ વિશે માહિતી મેળવી શકો.

1st AC Sleeper

આ રેલ્વેમાં સૌથી મોંઘો ક્લાસ છે, અને એમાં મુસાફરી કરવી બધા જ ભારતીયો માટે શક્ય બનતું નથી અને આ ક્લાસનું ભાડું ભારતમાં ચાલતી એરલાઇન્સના ભાડાથી કાંઈ ઓછું હોતું નથી એનું કારણ છે કે આ આખો જ કોચ એરકન્ડીશનવાળો હોય છે અને એ ફક્ત મહાનગર શહેરોના અમુક ચોક્કસ રૂટમાં જ ચાલે છે. આવા કોચમાં ૧૮ થી ૨૦ યાત્રીઓને સફર કરી શકે એવી સુવિધા હોય છે. આ શ્રેણીનો જે કોચ હોય એમાં કાર્પેટ પાથરેલો હોય છે અને એનાથી યાત્રીઓને સફરનો એક ખાસ જ અનુભવ થાય છે. આ કોચમાં સુવાની તો સગવડ અને સાથે જ તમને લક્ઝરી સુવિધાઓ પણ મળતી હોય છે. રાજધાનીના ફર્સ્ટ ક્લાસ એસીમાં જે ભોજન મળે એની ગુણવત્તા , બીજી શ્રેણીઓના ભોજનથી ઘણી વધારે હોય છે. આ શ્રેણીમાં આઠ કેબિન હોય છે અને કોચમાં યાત્રીઓને મદદ કરવા માટે એક સેવક પણ હાજર હોય છે.

2nd AC Sleeper
જો રેલ્વેના આ 2nd AC કોચની વાત કરીયે તો આ સ્લીપિંગ બર્થ પણ આખો એર કન્ડિશન હોય છે અને એમાં એંપલ રૂમ હોય છે, પડદા લગાવેલા હોય છે અને દરેક યાત્રી માટે અલગ-અલગ રીડિંગ લેમ્પની પણ સગવડ હોય છે. આ કોચમાં છ સીટો બે સ્તરમાં વહેંચાયેલી હોય છે. ચાર સીટો કોચની પહોળાઈમાં આવેલી હોય છે અને બીજી બે સીટો સાઈડમાં હોય છે. આ કોચમાં અંગતતાનો ખ્યાલ રાખીને દરેક સીટમાં પડદાની સુવિધા હોય છે અને આ કોચમાં ૪૮ થી ૫૪ યાત્રી એક સાથે મુસાફરી કરી શકે છે.

3rd AC Sleeper
જો આ કોચની વાત કરીયે તો એ સ્લીપિંગ બર્થ હોય છે અને આ કોચ પણ આખો જ એરકન્ડીશન હોય છે. અને આ કોચમાં પણ 2nd AC ની જેમ જ સીટો એકદમ વ્યવસ્થિત હોય છે પણ પહોળાઈના સાપેક્ષમાં ત્રણ સીટ હોય છે અને અન્ય બે સીટો સાઈડમાં આવેલી હોય છે , મતલબ કે બધી જ સીટ મળીને કુલ આઠ સીટો હોય છે પણ આ કોચમાં વાંચવા માટે કોઈપણ પ્રકારના લેમ્પની સુવિધા હોતી નથી. પણ અત્યારે આ કોચને વધારે સુવિધા સભર બનાવી શકાય એના માટેના પ્રયાસ થઇ રહ્યા છે અને એમાં તમને બેડિંગની સુવિધા આપવામાં આવે છે એનો ખર્ચો ટિકિટમાં જ આવી જાય છે. આ કોચમાં ૬૪ થી ૬૫ યાત્રીઓ મુસાફરી કરી શકે છે.

ટિપ્પણી

જાણો વીજળી વિના ચાલતા માટીમાંથી બનેલા ફ્રિજ વિષે, આ ગુજરાતી કરે છે એનું ધૂમ વેચાણ

જાણો કિન્નરોના અંતિમ સંસ્કારના રહસ્ય વિષે , બહારનું કોઈ વ્યક્તિ જોઈ લે તો થાય છે આવો વ્યવહાર