એક સુરતીએ સૌરાષ્ટ્રમાં પોતાના ગામને બનાવ્યું સોનાનું ગામ. કાશ! આટલો સુંદર આખો દેશ હોય..!

Please log in or register to like posts.
News

લોકો પોતાના સપનાનું ઘર બનાવે છે પરંતુ સુરતના એક વ્યકિતએ સપનાનું આખું ગામ વસાવ્યું છે. અને તે પણ માત્ર 6 મહિનામાં.  આ એવું ગામ છે જ્યાં રહેવાનું કોઇને પણ ગમી જાય. આ કામ કર્યું છે સુરત પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને ‌વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઇ વેકરિયાએ. તેઓ મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે.

સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું:
વેકરિયાએ 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું છે. તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસાવ્યું છે. તેનું ઉદ્ઘાટન જાણીતા રામકથાકાર મોરારિ બાપુ 31 ઓક્ટોબરે કર્યું. આ એવું ગામ છે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે-ખૂણે દેખાય જ છે સાથે તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી છે.

ચારેબાજુ ચાર દરવાજા:
ગામની વિશેષતા એ છે કે ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે.  બીજો લાડલી ગેટ ગામમાં જન્મેલી તમામ દીકરીઓને સમર્પિત છે.ત્રીજો ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાન, હાથી  અને સ્ત્રીઓના સ્ટેચ્યુ છે. છ મહિનામાં તૈયાર કરેલા રફાળાનું લોકાર્પણ 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે અનેક મહાનુભાવોની હાજરીમાં થશે.

ગ્રામજનોનો સહકાર:
નામ અને પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેવા માગતા સવજીભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મારા પૂર્વજોની યાદમાં મારે કંઈક કરવું જોઈએ. તેવી ભાવનાથી અને ગ્રામજનોનો સહકાર હતો. તેથી શક્ય બન્યું છે. ખર્ચ કેટલો થયો તે નહીં પૂછો તો સારૂં.

સાસરે જતી ગામની દરેક દીકરીનો ઇતિહાસ સાચવતી આર્ટગેલેરી:
બેટી બચાવો ઝુંબેશને પ્રોત્સાહન આપતા લાડલી ભવનનું 151 સર્વ જ્ઞાતિની દીકરીઓના હાથે ખાતમુહૂર્ત કરાયું. સાસરે જતી ગામની દરેક દીકરીના થાપા ત્યાં જોવા મળશે તેની સાથે આર્ટ ગેલેરી તૈયાર કરાઈ છે. ગામમાં થયેલા કામોના ફોટોગ્રાફ ગામની મુલાકાતે આવેલા વિશિષ્ટ વ્યક્તિની યાદગીરી દીકરીના જન્મથી સાસરે જાય ત્યાં સુધીનાં ચિત્રો હશે.

આપણે પણ એક પ્રણ લઇએ, આપણું ગામ હોય કે શહેર, આખા દેશ ને આપણે રમણીય અને સુંદર બનાવીશુ.

સંકલન // પ્રતિક એચ. જાની

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.