in

ફિલ્મમાં બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવી હતી આ અભિનેત્રી, ક્યારેક ધોની સાથે હતું અફેયર

મોડેલથી એક્ટ્રેસ બનેલી રાય લક્ષ્મી હાલમાં 32 વર્ષની છે. એનો જન્મ 5 મે 1989 ના કર્ણાટકના બેલાગવીમાં થયો હતો. કર્ણાટકમાં જન્મેલી રાયલક્ષ્મીનું બાળપણ ગુજરાતમાં વીત્યું. એમણે પોતાનું શરૂઆતનું ભણવાનું પણ ત્યાં જ કર્યું છે. એક્ટિંગ અને મોડેલિંગની સાથે સાથે એ એક સ્ટેજ પરફોર્મર પણ છે.રાયલક્ષ્મીએ ફિલ્મ ઝૂલી 2 થી પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી.

Advertisements

ફિલ્મ સેન્સર બોર્ડની પાસે ત્યારે ગઈ જયારે એના અધ્યક્ષ પહલાજ નિહલાની હતા. ફિલ્મને સેન્સર બોર્ડમાં ઘણા બધા કટ્સનો પણ સામનો કરવો પડ્યો હતો. એમણે હિન્દી સિવાય ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.

લક્ષ્મીએ વર્ષ 2008 માં આવેલી ફિલ્મ વેલી થિરાઈથી સિરિયસ રોલ કરવાનું કર્યું ,જેમણે એમને ફેન્સ વચ્ચે એક બહેતરીન એક્ટ્રેસ તરીકે ઓળખ અપાવી.

Advertisements

આ ફિલ્મ માટે એમણે ફિલ્મફેયરના બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. લક્ષ્મીએ સાઉથની બ્લોકબસ્ટર કંચનમાં કામ કર્યું હતું. ફિલ્મમાં
લક્ષ્મીએ ગ્રે શેડનો કિરદાર કર્યો હતો.જેના માટે એમના ઘણા જ વખાણ થયા હતા.

Advertisements

રાય લક્ષ્મીનું નામ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ જોડાઈ ચૂક્યું છે. એક સમય એવો હતી જયારે ધોની અને લક્ષ્મીના પ્રેમની ખબરો આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 2008 માં આઇપીએલ દરમિયાન ધોની , લક્ષ્મીને ડેટ કરતા હતા.

જયારે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ ‘એમ એસ ધોની : દ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઇ ત્યારે એની પર લક્ષ્મીનું એક બયાન આવ્યું હતું.

Advertisements

એમણે કહ્યું લોકો એમ જ મારા ભૂતકાળ વિષે વાત કરી રહ્યા છે, પરંતુ હું અને ધોની બંને જ હવે ઘણા આગળ વધી ચુક્યા છે. કેટલાક તો ત્યાંજ અટકેલા છે. આ વાતને 8 વર્ષ વીતી ચુક્યા છે. લક્ષ્મી પ્રમાણે, એ ત્યારે ટિમની બ્રાન્ડ એમ્બેસેડર હતી. લક્ષ્મી પ્રમાણે, બંનેએ ક્યારેય લગ્ન વિષે નહતું વિચાર્યું કે ક્યારેય એકબીજાને કોઈ વચન આપ્યું હતું. અમે બંને પોતાની જિંદગીમાં આગળ વધી ચુક્યા છે.

Advertisements

અમારી કહાની તો ત્યારે જ ખતમ થઇ ગઈ. જોકે ધોનીએ ક્યારેય આ વિષય પર ખુલીને વાત નથી કરી.જણાવી દઈએ કે ધોની સિવાય લક્ષ્મીનું નામ ક્રિકેટર અને બિગ બોસ કન્ટેસ્ટંટ શ્રીસંત સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આઇપીએલ દરમિયાન લક્ષ્મી અને શ્રીસંતને ઘણી વાર સાથે સ્પોટ કરાયા હતા. જોકે રાય લક્ષ્મીએ એનો સ્વીકાર કર્યો નથી.

ટિપ્પણી
Advertisements

સેક્રડ ગેમ પછી સૈફ અલી ખાન રાજકારણ પર બનનાર ફિલ્મ તાંડવ માં જોવા મળશે

કેમ રિલાયન્સ જિયો પરથી વાત કરવા ચૂકવવા પડશે પૈસા ? જાણવા મળી નવી જ વાત