in

ટ્વિટર પર પ્રશ્નનો મારો,’ખર્ચો ટ્રમ્પ જોડેથી લેશો કે પછી અમારા રૂપિયે જ લીરાલહેર’

નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અચાનક ફુટેલી ‘ડ્રોનાલ્ડ ટ્રમ્પ નાગરીક અભિવાદન સમિતિ’એ શનિવારે બપોરે ટ્વિટર ઉપર @DTNASAmdavad હેન્ડલથી પોતાનું એકાઉન્ટ ચાલુ કરતા સામાન્ય યુઝર્સ આ કાર્યક્રમને લઈને પોતાના મનમાં ઉઠી રહેલા પ્રશ્નને પુછીને ઘેરી વળ્યા છે. સમિતિની પ્રથમ બેઠક પછી સ્ટેડિયમની મુલાકાતના પોસ્ટ કરેલા ફોટા સંદર્ભે થઈ રહેલી ટિપ્પણીઓથી તંગ મેયરની સોશ્યલ મિડિયા ટીમે હવે પ્રશ્નો પુછતા યુઝર ઉત્તર આપવાને બ્લોક કરવાનું શરૂ કર્યું છે.

અમદાવાદના મેયર તથા આ સમિતિના ચેરપર્સન બિજલ પટેલની સોશ્યલ મિડિયા ટીમ દ્વારા ઓપરેટ @DTNASAmdavad ઉપર શનિવારે સાંજ સુધીમાં ફકત ત્રણ પોસ્ટ મૂકવામાં આવી છે. જેને બીજેપી સોશ્યલ મિડિયા વિંગનો પણ ખાસ કોઈ પ્રતિસાદ સાંપડયો નથી. મેયર, સાંસદો તથા કુલપતિઓની આ સમિતિની તસ્વીરો હેઠળ ભૂપત પટેલ નામના યુઝર્સે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ‘એક દિવસિય રોજગાર મેળો’ લખી ભીડ ભેગી કરવા થઈ રહેલા પ્રયાસો તરફ ઈશારો કર્યો છે. નીલ પટેલે ‘ખર્ચો ટ્રમ્પ પાસેથી લેશો કે અમારા રૂપિયે લહેર કરાવશો ?’ એવી ટિપ્પણી કરી છે. વિકી પ્રજાપતિ નામના યુઝર્સે તો ‘અચાનક આ સમિતિ ક્યાંથી આવી ? શુ ટ્રમ્પ સમિતિના આમંત્રણથી ભારત આવે છે ? જો એવુ હોય તો તાજમહાલની વિઝીટ રદ્દ કરાવી સાબરમતી આશ્રામની મુલાકાત કરાવો’ એવી પ્રતિક્રિયા આપી છે.

સોશ્યલ મિડિયામાં આ સમિતિ વિરોધ નાગરીકો સ્વંય અનેક પ્રશ્નો પુછી રહ્યા છે. જો કે, ટ્રમ્પના સ્વાગત માટેની નાગરીક સમિતિના અધ્યક્ષાએ પોતાની ટીમ દ્વારા ઉત્તર આપવાને બદલે ત્યાં ઉઠતા પ્રશ્નો ભૂંસવા, પ્રશ્નકર્તાને જ બ્લોક કરવામાં આવી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ગ્રીલ સેન્ડવિચ ઢોકળા જમવાની પડશે મજા, જાણી લો આ છે બનાવવાની રીત

મલાઈકાનો હોટ અને બોલ્ડ લુક, સોશિયલ મીડિયા પર પીળો કલર અચાનક જ છવાઈ ગયો