in

શહીદ અશ્વિનીના ફેમિલી ને આપવામાં આવેલ એક પણ વચન આજસુધી પૂરા કરવામાં આવ્યા નથી.

૧૪ ફેબ્રુઆરીએ પુલવામા હુમલાનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. ઘટના પછી શહીદ ફેમિલી માટે મોટાં મોટાં વચનોની લહાણી કરાઇ હતી. પરંતુ એક વર્ષે પણ એ વચનો હજુ સુધી પૂરાં કરાયાં નથી. માત્ર સરકારે જ નહીં કેટલીક ખાનગી કંપનીઓએ પણ કેટલાંય વચનો આપ્યાં હતાં. એવાં જ કેટલાંક અધૂરાં વચનો જબલપુરના શહીદ અશ્વિની કાછીના ફેમિલીની જોડે પણ છે. અશ્વિની કાછી શહીદ થયા પછી ફેમિલી માટે હમદર્દી બતાવવા માટે લોકોની લાઇન લાગી હતી. એક વર્ષ બાદ પણ ફેમિલીમાં માણસોની આંખ શહીદ અશ્વિનીને યાદ કરીને ભીની થાય છે. પરંતુ એ સમયે હમદર્દી દેખાડનારા લોકોએ આજે એ પરિવાર સામેથી મોં ફેરવી લીધાં છે. મોટાં મોટાં વચનો હવે ફાઇલમાં ધૂળ ખાતાં થઇ ગયાં છે, ત્યારે પરિવારના લોકો પોતાના પૈસે શહીદ અશ્વિનીની યાદમાં એક પ્રતિમા તૈયાર કરાવી રહ્યા છે.

Image result for pulwama attack

Advertisements

• કોઈ મદદ મળી નથી

શહીદ અશ્વિનીના પિતા સુકૂનપ્રસાદ કાછીએ જણાવ્યું કે તેમને અલગથી કોઇ સહાય મળી નથી. તેમની પ્રતિમા પણ અમે અમારા પૈસે જ તૈયાર કરાવી છે અને તે ૧૪મીએ સ્થાપિત કરીશું. અશ્વિની માતા કૌશલ્યાબાઇએ કહ્યું કે સરકારના લોકો ફૂળમાળા ચઢાવવા આવે છે. પરંતુ કશું અમને મળ્યું નથી. શહીદની યાદમાં જે કાંઇ બની રહ્યું છે, તે તો અમારા પૈસે જ થાય છે.

• તેની મૂર્તિ બનાવી, છત્રી લગાવી, તે અમારા પૈસે જ.

Advertisements

Image result for pulwama attack

પરિવારના માણસને ન તો નોકરી મળી, ન મેદાનનું નામ શહીદને અપાયું. પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું, તે પણ એક વર્ષ થવા છતાં પળાયું નથી. ન તો ગામમાં રમતના મેદાનનું નામકરણ શહીદ અશ્વિનીના નામથી થયું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ગુજરાત રાજ્યના કોંગ્રેસમાં અચાનક જ થઈ જશે ફેરફાર, માર્ચ માસમાં નવું માળખું કરશે જાહેર

ગુજરાત સરકારની નવી જાહેરાત, હવે કચ્છ ફેસ્ટિવલ ની જેમ બધા જ વર્ષે માંડવીમાં આયોજન કરવામાં આવશે બીચ ફેસ્ટિવલ