in ,

PUBGનું નવું વર્ઝન આવ્યું તેમાં આટલી સુવિધા છે – તમને ખબર ન હોય તો આ રહી તમામ માહિતી – જલ્દી વાંચી તો..

આઆઆઆહાહાહા!!! તમને ખબર છે? અમને એક નવી જકાસ માહિતી મળી છે જે જાણીને તમે પણ ખુશ થઇ જશો. મેં તો જેટલા લોકોને આ વાત કરીને કે તરત જ બધાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. બોલો લ્યો…!!! પણ શું છે એ નવીન સમાચાર????

ચાલો, તમને જણાવી જ દઈએ કે વાતમાં કંઈક એવું છે, PUBG ગેમનું નવું વર્ઝન આવી ગયું છે. આ ગેમનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.આ ગેમે એવી માર્કેટ સર કરી છે કે જ્યાં પણ જાવ ફ્રી નવરાશના સમયને પસાર કરવા માટે લોકો આ જ ગેમ રમતા જોવા મળે છે. અમુક ઓફીસમાં પણ જાવ તો એવું લાગે કે જાણે આપણે કોઈ ગેમઝોનમાં આવ્યા હોય. અહીં હાજર એવા બધા લોકો મોબાઈલ સાથે સમયને પસાર કરી રહ્યા હોય છે. વાત કોઈ ચોક્કસ વ્યક્તિની જ નથી પણ ભારતમાં પણ આ ગેમના યુઝર્સમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. એમ, આ ગેમના રસિકો માટે તો મજા પડી જાય એવું બન્યું છે.

જો તમારે પણ આ નવી વાત જાણવી હોય તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં કારણ કે અહીં તો સાચી માહિતી લખી છે જે જાણીને તમે મનોમન ખુશ થઇ જશો. તો ચાલો જાણીએ એ નવી વાત છે શું???

PUBGની ચોથી સીઝનમાં અનેક નવા ફીચર્સ આવ્યા છે. સ્માર્ટફોન યૂઝર્સ ૨૦ નવેમ્બરથી જ PUBGની નવી સિઝનનું અપડેટ માણવા લાગ્યા છે. તારીખ ૨૧ નવેમ્બરથી ગ્લોબલ સર્વર્સ કનેક્ટ કરવામાં આવ્યા હતા એટલે હવેથી એપડેટ દરમિયાન ગેમ ઓફલાઇન નહીં થાય ગેમનો આનંદ માણી શકાય છે. અપડેટ બાદ આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્કવોયના કેરેકટર્સ હાર્લી ક્વિન અને જોકર પણ જોવા મળે છે. આ ઉપરાંત અસોલ્ટ રાઇફલ M762 પણ આવી ગઈ છે. નવા બેકપેક્સ, વ્હીકલ્સ, એરોપ્લેન અને પેરાશૂટ પણ ઉમેરાઈ ગયા છે. આ અપડેટમાં સેનહોક મેપ્સમાં કેટલા બદલાવ પણ જોવા મળે છે અને એ ઉપરાંત સ્કૂટર્સ પણ આવી ગયા છે.

આટલું જ નહીં ગ્રાફિક્સ લેવલની વાત કરીએ તો આ ગેમમાં એટલા જબરદસ્ત ડિસ્પ્લે ગ્રાફિક્સ છે કે જાણે આપણને એવું જ લાગે રીયલમાં આવું બધું આપણી સાથે જ થઇ રહ્યું છે. ગેમના એક પછી એક લેવલ જેમ પાર કરતા જઈએ તેમ રમત વધુ રસપ્રદ બનતી જાય છે. છેલ્લે, તો એવું થાય છે કે આ ગેમને રમવાની બંધ જ નથી કરવી!!!

આ વાત જાણવી જેટલી રસપ્રદ છે એ કરતા પણ વધુ યાદ રાખવું જરૂરી છે કે જો તમે પણ આ ગેમ રમવાના આદિ થઇ ગયા હોય તો ખાસ ધ્યાન રાખજો. ગેમ નવરાશના સમયમાં રમવાની હોય આખો દિવસ કામ ધંધો કર્યા વગર રમત રમવી એ ખરાબ ટેવ છે. બીજી વાત એવી પણ છે કે અમુક સ્ટુડન્ટ તેનું ભણતર ખરાબ કરીને આ ગેમમાં ચોંટીને રહે છે તેને પણ જણાવી દઈએ કે આ ટેવને તમારે જલ્દીથી સુધારી લેવી જોઈએ.કોઈ મોબાઈલ એપ્લીકેશનને લીધે જીવનમાં ફેરફાર થાય એ યોગ્ય વાત નથી. ખાસ તો આપના રોજીંદા કામમાં કોઈ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. ફ્રી હોય એવા સમયમાં ગેમ રમીએ તો એ બરાબર છે બાકી મોબાઇલ લઈને બેસી રહેવું એ વાત યોગ્ય નથી.

ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. એ યુવાનો જ ભારતના રત્ન ગણાય છે. તો દિમાગને ગેમ રમવામાં જ ચલાવવા કરતા અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરીએ તો ઘણું નવું જાણવા મળે અને તેમાં પ્રગતી પણ થાય છે. તો બધા લોકો એન્જોય સાથે આ વાતને ખાસ યાદ રાખવાનું ભૂલતા નહીં.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

વાયરલ તાવ માટે ખૂબ ફાયદાકારક છે તુલસીની ચા, શિયાળામાં જરૂર પીઓ

શું ખરેખર આ દવા ખાવાથી લેડીસના પીરીયડમાં આવું થાય છે? – માસિક વહેલું આવે કે મોડું? બે મિનીટ થશે જાણી લો..