પ્રિયંકા ચોપડાનો સિક્કિમ મામલે બફાટ, સોશ્યલ મીડિયા પર જોરદાર ઝાટકણી

Please log in or register to like posts.
News

સિક્કિમ વિશે કરેલી કમેન્ટની પ્રિયંકાએ માગી માફી

જૉર્ડનની રાણી સાથે પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા હાલમાં જૉર્ડનની રાણી રાનિયાને મળી છે. જૉર્ડનમાં આવેલા યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ) સેન્ટરમાં રેફ્યુજીઓને મળવા માટે ગયેલી પ્રિયંકા તેની આ ટૂરમાં ત્યાંની રાણીને પણ મળવા ગઈ હતી. તેમની સાથેનો ફોટો શૅર કરતાં પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘જૉર્ડનની રાણીને મળીને મને પોતાને ખૂબ જ ગર્વ થાય છે. હું તેમને બીજી વાર મળી રહી છું અને આ વખતે અમે અમાન (જૉર્ડનનું કેપિટલ)માં મળ્યાં છીએ.

પ્રિયંકા ચોપડાએ સિક્કિમ વિશે કરેલી કમેન્ટને કારણે સોશ્યલ મીડિયા પર તેની ઝાટકણી કરવામાં આવી છે. પ્રિયંકાએ હાલમાં જ ટોરૉન્ટો ફિલ્મ-ફેસ્ટિવલમાં તેના પ્રોડક્શનની સિક્કિમીઝ ફિલ્મ ‘પાહુના’ રિલીઝ કરી હતી. આ માટે એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘આ એક સિક્કિમીઝ ફિલ્મ છે. ઇન્ડિયાના નૉર્થ ઈસ્ટમાં આવેલું એક નાનકડું રાજ્ય છે સિક્કિમ. આ સ્ટેટમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જેવું કંઈ નથી અને ત્યાંની એક પણ વ્યક્તિએ હજી સુધી ફિલ્મ નથી બનાવી. આ રાજ્યમાં આંતિરક વિદ્રોહ ખૂબ જ છે અને ત્યાં જાહેર શાંતિ પણ નથી. એથી આ રાજ્યમાંથી હજી સુધી કોઈ ફિલ્મ બનાવવામાં નથી આવી. આ રાજ્ય દ્વારા બનાવવામાં આવેલી પહેલી ફિલ્મ મારી ‘પાહુના’ છે. હું ખૂબ જ ઉત્સાહિત છું.’

પ્રિયંકાનો આ ઇન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં તેની ખૂબ જ ઝાટકણી કાઢવામાં આવી છે. આસામના સ્ક્રીનરાઇટર વિશ્વતોષ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર પ્રિયંકા ચોપડા, સિક્કિમ ખૂબ જ શાંત રાજ્ય છે અને આ રાજ્યની પહેલી ફિલ્મ ‘પાહુના’ નથી. તારે નૉર્થ ઈસ્ટ વિશે થોડાં તથ્યો ચેક કરવાની જરૂર છે.’

એક અન્ય ટ્વિટર-યુઝરે કહ્યું હતું કે ‘શું તેને સિક્કિમ અને નૉર્થ ઈસ્ટનાં અન્ય રાજ્યો વચ્ચેનો તફાવત ખબર છે ખરો? આ રીતે જ લોકો ઇન્ડિયાને બદનામ કરે છે.’

સિક્કિમ વિશે કરેલી કમેન્ટની પ્રિયંકાએ માગી માફી

પ્રિયંકા ચોપડાએ સિક્કિમ વિશે કરેલી કમેન્ટને કારણે સોશ્યલ મીડિયા પર તેની ઝાટકણી કાઢવામાં આવી છે. નૉર્થ ઈસ્ટમાં આવેલા સિક્કિમમાં આંતરિક વિદ્રોહ છે એવી તેણે કમેન્ટ કરી હતી. તેના અજ્ઞાનને લઈને તેની સોશ્યલ મીડિયા પર ઝાટકણી કાઢવામાં આવી હતી જેની તેણે માફી માગી લીધી છે. આ વિશે સિક્કિમના ટૂરિઝમ મિનિસ્ટર યુગેન ટી. ગિઆત્સો કહે છે, ‘અમને પ્રિયંકાએ માફીપત્ર મોકલ્યો છે. તેણે એવું માની લીધું હતું કે સિક્કિમમાં પણ આંતરિક વિદ્રોહ ચાલી રહ્યો છે. સિક્કિમ ખૂબ જ શાંતિપ્રિય રાજ્ય છે. પ્રિયંકાએ અમને માફી પત્ર તો મોકલ્યો છે, પરંતુ અમે એનાથી સંતુષ્ટ નથી. તેથી અમે તેની પાસે આ વિશે યોગ્ય રજૂઆત કરી માફી માગવામાં આવે એવા પત્રની માગણી કરી છે અને અમે એની રાહ જોઈ રહ્યા છીએ.’

પ્રિયંકા ચોપડાની વાતને ચર્ચાનો વિષય બનાવવાની જરૂર નથી એવું માનતા સિક્કિમના સંસદસભ્ય પ્રેમ દાસ રાય

સિક્કિમના સંસદસભ્ય પ્રેમ દાસ રાયનું કહેવું છે કે પ્રિયંકા ચોપડાથી ભૂલ થઈ હતી, પરંતુ હવે આ મુદ્દાને ચર્ચાનો વિષય ન બનાવવો જોઈએ. આ વિશે વધુ જણાવતાં પ્રેમ દાસ રાય કહે છે, ‘પ્રિયંકાને સાચું શું છે એ ખબર નથી. સિક્કિમમાં છેલ્લાં ત્રીસ વર્ષથી કોઈ આંતરિક વિદ્રોહ નથી થયો, પરંતુ તેની જાણ પ્રિયંકાને નહોતી. તેણે આ માટે માફી પણ માગી લીધી છે. તે પોતાની રીતે સ્ટાર છે અને સિક્કિમ પણ પોતાની રીતે એક સ્ટાર છે. આ વાતને ચર્ચાનો વિષય બનાવવાની જરૂર નથી. તેણે દુનિયાભરની સામે ભારતના એક રાજ્યને ખોટી રીતે રજૂ કર્યું એ સાચી વાત છે, પરંતુ દરેક વ્યક્તિથી ભૂલ થાય છે.’

રાજ્યોને લીધે વિવાદમાં સપડાયેલી સેલિબ્રિટીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા : સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘અ જેન્ટલમૅન’ ૨૫ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. આ દિવસે ગુરમીત રામ રહીમ સિંહને રેપ કૅસમાં સજા આપવામાં આવી હતી. તેથી હરિયાણા, પંજાબ અને દિલ્હીના કેટલાક ભાગમાં તેમના ફૉલોઅર્સ દ્વારા ધમાલ કરવામાં આવી હતી. સિદ્ધાર્થે એ વિશે કરેલી ટ્વીટને લઈને તેની ઘણી ઝાટકણી કાઢવામાં આવી હતી. સિદ્ધાર્થે ટ્વીટ કર્યું હતું કે ‘હરિયાણાની દરેક વ્યક્તિ મહેરબાની કરીને સેફ રહેજો. એવી આશા રાખું છું કે તેઓ બહુ જલદી મારી ‘અ જેન્ટલમૅન’ને જોઈ શકે.’

હૃતિક રોશન : ૨૦૧૭ના જૂનમાં મણિપુરમાં થયેલા આંતકવાદી હુમલામાં ૧૮ જવાનો શહીદ થયા હતા. આ વિશે કરેલી તેની ટ્વીટને લઈને તે વિવાદમાં ફસાયો હતો. હૃતિકે આંતકવાદિઓને મણિપુરના આદિવાસીઓ ગણાવ્યા હતા. ટ્વિટર પર તેની ઝાટકણી કાઢવામાં આવતાં તેણે ફરી ટ્વીટ કરીને કહ્યું હતું કે તે મણિપુર ટ્રાઇબલ મિલિટન્ટ ગ્રુપની વાત કરી રહ્યો હતો.

અમિતાભ બચ્ચન : બૉક્સર મૅરી કૉમને શુભેચ્છા પાઠવતી વખતે બિગ બીની ટ્વિટર પર ખૂબ જ ઝાટકણી કાઢવામાં આવી હતી. મૅરી કૉમ મણિપુરની છે, પરંતુ બિગ બીએ તેને આસામની કહી હતી. તેથી બિગ બીની ઝાટકણી કાઢવામાં આવી હતી.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.