એક એડ શૂટ કરવા ના આટલા કરોડ ફી લે છે પ્રિયા પ્રકાશ

Please log in or register to like posts.
News

પ્રિયા પ્રકાશ નો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એ એક છોકરા ને આંખ મારતી દેખાઈ રહી હતી.

સોશિયલ મીડિયા ના માધ્યમ થી રાતોરાત ફેમસ થવાવાળી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ હંમેશા પોતાના કોઈ ના કોઈ વિડિયો અથવા પોતોના ફોટા દ્વારા હેડલાઈન્સ માં આવતી રહેતી હોય છે. પ્રિયા પ્રકાશ ફિલ્મી ડેબ્યુ ના પહેલા જ પોતાના એક વિડિયો ના કારણે દુનિયાભર માં ફેમસ થઈ ગઈ છે.

હવે તો પ્રિયા પ્રકાશ ની પાસે ઘણી ફિલ્મો અને એડ્સ ના ઓફર પણ આવવા લાગ્યા છે. ફેમસ થયા પછી તો પ્રિયા પ્રકાશ એ પોતાની ફી પણ વધારી દીધી છે. એમની ફી સાંભળી ને તો કદાચ તમારા પણ હોશ ઉડી જશે.

હમણાં જ પ્રિયા પ્રકાશ એ એક નેશનલ એડ કમર્શિયલ શૂટસાઇન કરી છે અને આ ડીલ માટે એમણે એક કરોડ રૂપિયા ની ડિમાન્ડ મૂકી છે. માત્ર આટલું જ નહીં પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશન માટે દરેક પોસ્ટ ના લગભગ 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ જેવી ઇન્ટરનેટ પર વાઇરલ થઇ હતી એના પછી એક દિવસ માં જ એમના ફોલોઅર્સ ની સંખ્યા લાખો માં થઇ ગઇ હતી. હમણાં ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશ ના 60 લાખ થી પણ વધારે ફોલોઅર્સ છે.

પ્રિયા પ્રકાશ નો એક વિડિયો વાઇરલ થયો હતો એમા એ એક છોકરા ને આંખ મારતી દેખાઈ રહી હતી. આ એમની ડેબ્યુ ફિલ્મ નો એક સીન હતો જેમાં પ્રિયા પોતાના કો-સ્ટાર ની સાથે આંખો ની મસ્તી કરી રહી હતી. પ્રિયા પ્રકાશ ના બૉલીવુડ ડેબ્યુ ને લઈને જોરશોર થી ચર્ચાઓ થઈ રહી છે.

એવુ કહેવાઇ રહ્યુ છે કે પ્રિયા પ્રકાશ રોહિત શેટ્ટી ની ફિલ્મ સિમ્બા મા એક મુખ્ય પાત્ર કરતી જોવા મળવાની છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આના સિવાય પ્રિયા એ એક હજુ ફિલ્મ સાઈન કરી છે પરંતુ હજુ સુધી એના નામનો ખુલાસો નથી થયો.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.