પ્રેમના કિરણો

Please log in or register to like posts.
News

લગ્નની ત્રીજી રાતની કંઈક આ વાત હતી. મીરા નિર્દોષતાથી રાજ સામે જોઈ રહી હતી.

રાજ સૂતો હતો. પણ મીરા બસ તેને જોઈ રહી હતી અને ખુશ થઇ રહી હતી. અમુક સમય પછી મીરાએ ઘડિયાળમાં એલારામ મૂક્યું અને પોતે પણ સુઈ ગઈ.

બીજા દિવસે, સવારે સમયસર એલારામ વાગ્યું અને મીરાની આંખો ખુલી ગયી. તેને ઘડિયાળ સામે જોયું. 7 વાગી ગયા હતા. આ જોઈને તેને તરત જ અવાજ કરતા એલારામને બંધ કર્યું.

બસ કંઈક તેજ સમયે, તેનો પતિ રાજ પણ જાગી ગયો અને મીરાને પ્રેમપૂર્વક પકડી ને તે બોલ્યો, “ગુડ મોર્નિંગ હની!”

“શું ગુડ મોર્નિંગ? 7 વાગી ગયા રાજ!” મીરાએ તણાવમય થઇને કહ્યું.

“હાં. ખબર છે મને. તું દરરોજ 7 વાગે તો ઉઠે છે.” રાજે જવાબ આપ્યો.

“અરે એ તો મારા ઘરે…મારો મતલબ પિયરે…અરે એટલે…હું એમ પૂછું છું કે એલારામ 5 વાગે કેમ ના વાગ્યું? મેં તો 5 વાગે મૂક્યું હતું.” મીરા બેચેન થઇને કંઈક આવી રીતે પ્રતિસાદ આપ્યો.

“કારણકે રાતે મેં એલારામને 5 વાગ્યાથી બદલીને 7 વાગ્યા પર મૂકી દીધું હતું. કંઈક વાંધો તને? હવે બોલ.” રાજે રહ્શ્ય ઉકેલતા જણાવ્યું.

“પણ કેમ? કેમ આમ કર્યું?” મીરાએ પૂછ્યું.

રાજ મીરાની નજીક આવ્યો, મીરાના હાથ તેના હાથમાં લીધા અને આંખોમાં-આંખો નાખીને કહ્યું, “મારે તારી બદલાયેલી આવૃત્તિ નથી જોઈતી. હું નથી ઈચ્છતો કે તારી ઝીંદગીમા વગર જોઈતા પરિવર્તનો આવે.”

“પણ રાજ,…” મીરા રાજને કંઈક સમજાવી રહી હતી ત્યારેજ રાજે તેનો હાથ દબાવીને કહ્યું, “જો તું તુંજ રહીશ તો અને તોજ હું હુંજ રહી શકીશ.”

રાજની આ વાત મીરાના દિલ પર વાગી ગઈ. પછી, રાજે મીરાના માથે પ્રેમભર્યું ચુંબન કર્યું અને નાહવા માટે ચાલી પડ્યો.

મીરાને હંમેશાં તેની માઁ દ્વારા સમજવામા આવતી એકવાત યાદ આવી કે – “દીકરી બદલાવથી ડરતી નહીં. તું સ્ત્રી છું, તને એની આદત પડી જશે.”

પરંતુ રાજે તો પ્રેમની સહીથી બધા જ સમીકરણો ખોટા પાડી દીધા હતા.

તે દિવસની સવાર, એક પરણિતા માટે બદલાવના નહીં પરંતુ પ્રેમના કિરણો લઇને આવી હતી.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.