in

રજનીગંધા ખાવાથી કેન્સર અને હાર્ટએટેકની શક્યતા હોવા છતાં કેમ ગુજરાતમાં પ્રતિબંધ નથી ?

રજનીગંધા સહિત 12 જેટલા પાનમસાલાની વાત કરીયે તો એમાં મેગ્નેશિયમ કાર્બોનેટ અને 7માં નિકોટિનની માત્રા મળી આવી છે એટલા માટે બિહાર સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ તેમ છતાં ગુજરાતમાં એનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. કેમ ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આ વસ્તુ પર પ્રતિબંધ નથી મૂકતું ?

Image result for rajnigandha cancer

Advertisements

હજી હાલમાં જ નેશનલ ટોબેકો ટેસ્ટિંગ લેબોરેટરી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રીસર્ચને મોકલવામાં આવેલા સેમ્પલમાંથી એક ચોંકાવાનારો ખુલાસો એવો થયો છે કે રજનીગંધા સહિત બીજી સાત પાન મસાલામાં નિકોટિન આવે છે અને એના કારણે કેન્સર થવાની શક્યતા છે.

બીજી બ્રાન્ડ્સની વાત કરીયે તો એમાં સુપ્રીમ, કમલા પંસદ, રાજશ્રી રોનક, સિગ્નેચર અને મધુનો સમાવેશ થાય છે. બિહાર સરકારે આ બધી જ વસ્તુ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એ પહેલા ઓગસ્ટમાં 12 જેટલી બ્રાન્ડમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવતા એના પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને એમાં રાજનિવાસ, સુપ્રીમ પાનપરાગ અને પાનપરાગનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડોમાંથી મોટાભાગની બ્રાન્ડ તો હાલમાં પણ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઇ રહી છે. એના માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઇ પગલા લીધા છે એવું કઈ દેખાતું નથી.

Image result for rajnigandha cancer

Advertisements

બિહારમાં પણ ભાજપની ગઠબંધનની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો જો આના વિષે બિહારમાં પગલા લેવામાં આવતા હોય તો ગુજરાતમાં કેમ નથી લેવાતા?

સૂત્રો માહિતી મળી છે કે 4 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં પણ રજનીગંધામાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવતા એ વાત પર પગલા લેવામાં આવ્યા હતા. એ રીતે, આપણું પાડોશી રાજ્ય હોય કે પછી દૂરનું બિહાર એ બંને જગ્યાઓએ પગલા લેવાયા છે. જાણકારો એમ જણાવે છે કે મેગ્નેશિયમ કાર્બોનેટથી પણ કેન્સર થવાનો ખતરો છે અને નિકોટિન તો કેન્સરકારક છે જ.

બિહારમાં જે ઉચ્ચ અધિકારીઓ છે એમણે જણાવ્યું હતું કે રાજ્યોની લેબોરેટરીઓ આ પાનમસાલામાં આવતા હાનિકારક પદાર્થો પકડવા માટે સક્ષમ નથી માટે એમને કેન્દ્રની હેલ્થ મિનિસ્ટ્રીની લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને એના કારણે જ કંપનીઓની આ ગુનાહિત ચાલાકી બહાર આવી હતી. તો શું ગુજરાત સરકાર પણ આવું કરવાની હિંમત બતાવશે કે નહિ અથવા તો પછી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ આ રીતે જ ખુલ્લેઆમ વેપાર ચાલુ જ રાખશે?

Advertisements
ટિપ્પણી
Advertisements

વર્ષો પછી આ 5 રાશિઓ નું ચમકશે ભાગ્ય, મહાલક્ષ્મી ના આશીર્વાદ થી પૈસા ની કમી થશે દૂર

રણવીર સિંહ એ કરી ધોની ની લાડલી ની નકલ, જીવા એ આવી રીતે પાપા થી કરી ફરિયાદ