in

મોદીએ બીચ પર 30 મિનિટ સુધી જોગિંગ કર્યું અને જોગિંગ દરમિયાન કચરો પણ ઉપાડ્યો; જાહેર જગ્યાને સ્વચ્છ રાખવાનો સંદેશો પણ આપ્યો

પીએમ નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ પોતાના હાથથી ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાનો સંદેશો પણ આપ્યો હતો. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે.

Advertisements

મોદીએ આ અભિયાનનો જાણ 29 સપ્ટેમ્બરે મન કી બાતના કાર્યક્રમમાં પણ કર્યો હતો. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, દેશમાં એક નવયુવક રિપુદમન બેલ્વી એક અનોખો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (જોગિંગ કરતાં કચરો ઉપાડવો) કરે છે. પહેલીવાર જ્યારે તેમણે પ્લોગિંગ શબ્દ સાંભળ્યો ત્યારે તેમને પણ એક નવાઈ લાગી હતી. રિપુદમને આ શબ્દને ખૂબ વધુ પ્રચારિત કર્યો છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/71550152.jpg?w=662&ssl=1

આ બધાની વચ્ચે શનિવારે ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા કરવામાં આવશે. ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લંચ ઓફર કરશે. આ અનઔપચારિક મુલાકાત એક રિસોર્ટમાં થવાની છે તેવી જાણ થઈ છે. મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠકમાટે ચીનના વુહાન ગયા હતા. બંને નેતા બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

થોડાક જ સમયમાં અજય દેવગણના જીવન પર એક બુક લખાશે

કોહલીના આ નિર્ણયએ લાખો લોકોના દિલ જીતી લીધા, ફેન્સ કરી રહ્યા છે વખાણ