એક સમયે PM મોદી જમતા આ લોજમાં, કાંસાની થાળીમાં પીરસાતું ભોજન

Please log in or register to like posts.
News

વડાપ્રધાન મોદી, ટેલિકોમમાં ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા સહિતની મહાન હસ્તીઓએ શહેરના પ્રતાપરોડ ઉપર આવેલી મહારાષ્ટ્ર લોજમાં વર્ષો પહેલાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. 80 વર્ષ પૂર્વે આ લોજમાં 4 આણામાં કાંસાની થાળી-વાટકીમાં ભોજન પીરસવામાં આવતું હતું. આજે પણ આ લોજથી પરિચીત લોકો દાળ-ભાતનો ચટાકો લેવા માટે અચૂક આવે છે. લોજમાં આજે પણ ફ્રિઝ નથી જેથી અહીં કોઈપણ પ્રકારનું વાસી ભોજન પીરસાતું નથી. જ્યારે વધેલું ભોજન સાંજે ગરીબોને જમાડી દેવામાં આવે છે.

વડોદરામાં આવેલી મહારાષ્ટ લોજનું હાલમાં સંચાલન કરી રહેલા કેતનભાઇ જોષીએ divyabhaskar.com સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે દેશના ખૂણેખૂણામાંથી વિદ્યાર્થીઓ આવતા હતા. કોલેજના વિદ્યાર્થીઓને શુધ્ધ-શાકાહારી અને ઘર જેવું ભોજન મળે તેવા હેતુથી મારા દાદા પૂરૂષોત્તમદાસે તા.14-2-1939માં કાંસાની 6 થાળી, 6 વાટકી અને 6 ગ્લાસથી લોજની શરૂઆત કરી હતી. તે સમયે ગુજરાતી થાળી 4 આણામાં જમાડતા હતા. મારા દાદા જાતે જ રસોઇ બનાવતા હતા અને જમાડતા હતા.

મહારાષ્ટ્ર લોજ નામ આપવાનું કારણ શું? તેવા એક પ્રશ્નના જવાબમાં કેતનભાઇએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતી બ્રાહ્ણણ છીએ. તે સમયે ગાયકવાડી શાસન હતું. ઉપરાંત મારા દાદા જ્યોતિષ પણ હતા. સિંહ રાશી ઉપર નામ રાખવાનું હતું. આથી મહારાષ્ટ્ર લોજ નામ રાખવામાં આવ્યું હતું. તે સમયે પણ વડોદરામાં 2 થી 3 લોજ હતી. પરંતુ, સમયાંતરે તે બન્ને લોજ બંધ થઇ ગઇ છે.

80 વર્ષ પૂર્વે આ લોજમાં 4 આણામાં કાંસાની થાળી-વાટકીમાં ભોજન પીરસવામાં આવતું

લોજમાં આજે પણ ફ્રિઝ નથી

કેતનભાઇએ ઉમેર્યું કે, મારા દાદાનો એક સિંધ્ધાત હતો કે, લોજમાં ફ્રિજ રાખવાનું નહિં. જો ફ્રિઝ રાખશો તો તમે વધેલુ ભોજન ફ્રિઝમાં મૂકશો. આજે પણ અમારી લોજમાં ફ્રિઝ નથી. અમે સવાર-સાંજ વધેલુ ભોજન ગરીબોને જમાડી દઇએ છે. આ ઉપરાંત અમારી લોજમાં કોઇ દિવ્યાંગ અથવા ઉંમર લાયક ભીક્ષુક આવે તો તેઓને અમે અન્ય ગ્રાહકોની જેમ જ જમાડીએ છીએ પણ તેમની પાસેથી પૈસા લેતા નથા.

આજે પણ આ લોજથી પરિચીત લોકો દાળ-ભાતનો ચટાકો લેવા માટે અચૂક આવે છે

આજે પણ 500 થાળી પીરસાય છે

અમારી લોજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટેલિકોમમાં ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચિમનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી સ્વ. સનતમહેતા, માજી સાંસદ જયાબહેન ઠક્કર સહિત અનેક નામાંકિત લોકો અમારી લોજમાં ગુજરાતી થાળી જમ્યા છે. આજે ગુજરાતી થાળીના રૂપિયા 90 છે. છતાં પણપ્રતિદિન 500 જેટલા લોકો અહીં જમે છે. એતો ઠીક અમારા દાળ-ભાતનો ચટાકો ચાખવા અમારી લોજથી પરિચત અનેક જુના લોકો અવાર-નવાર આવે છે.

14-2-1939માં કાંસાની 6 થાળી, 6 વાટકી અને 6 ગ્લાસથી લોજની શરૂઆત થઈ હતી

ચોથી પેઢી પણ આ લોજનું સંચાલન કરવા તૈયાર

મિકેનીકલ એન્જિનીયર થયેલા કેતનભાઇ જોષીએ જણાવ્યું કે, ખાનગી કંપનીમાં નોકરી છોડીને વર્ષ-1989માં મેં લોજનું સંચાલન શરૂ કર્યું હતું. મારો પુત્ર એટલે કેઅમારી ચોથી પેઢી પણ આ લોજનું સંચાલન કરવા તૈયાર છે. 80 વર્ષના સમયગાળામાં અમે અમારી લોજના પ્રથમ માળે કાઠીયાવાડી ભોજન શરૂ કર્યું છે. આવનારાદિવસોમાં જુના પાદરા રોડ ઉપર મહારાષ્ટ્ર લોજની બીજી શાખા શરૂ કરવાનું પ્લાનીંગ છે.

તે સમયે ગુજરાતી થાળી 4 આણામાં જમાડતા

લેજની ઉપર જ હાલમાં નવી કાઢિયાવાડી હોટલ પણ શરૂ કરી છે

સ્ત્રોત : દિવ્યભાસ્કર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.