તમે જાણો છો વિમાન 1 લિટરમાં કેટલી માઈલેજ આપે છે? ક્લિક કરો અને જાણો

Please log in or register to like posts.
News

શું તમે જાણો છો કે એક વિમાન કેટલી માઇલેજ આપે છે? જો તમારી પાસે તેનો જવાબ નથી તો અમે તમને આ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. દુનિયાભરમાં એવા અનેક લોકો છે જેણે આજસુધી હવાઇ યાત્રા નથી કરી. તેવામાં ઘણાં લોકો તે નહી જાણતા હોય કે વિમાન એક કિલોમીટરની યાત્રા માટે કેટલા ફ્યૂલનો વપરાશ કરે છે.

ભારે ભરખમ વિમાન એક કિલોમીટરની યાત્રા કરવા માટે કેટલા ફ્યૂલનો વપરાશ કરે છે તે જાણીને તમને નવાઇ લાગશે. એક અહેવાલ અનુસાર વિમાન પ્રતિ સેકેન્ડે આશરે 4 લીટર ફ્યૂલનો વપરાશ કરે છે. જો આપણે બોઇંગ 747ની વાત કરીએ તો આ વિમાન 1 મિનિટની યાત્રા દરમિયાન 240 લિટર ફ્યૂલનો વપરાશ કરે છે. કોઇપણ મોટરસાઇકલ અથવા કારની માઇલેજની વાત કરીએ તો તેમાં આપણે એક લિટરમાં 30થી 80 કિલોમીટરની યાત્રા કરી શકાય છે.

એક અહેવાલ અનુસાર બોઇંગ 747 જેવા વિમાન 1 લિટરમાં 0.8 કિલોમીટરની યાત્રા કરે છે, જે સાંભળવામાં તો બદુ ઓછી લાગે છે પરંતુ આ વિમાન 12 કલાકની યાત્રા દરમિયાન 1,72,800 લીટર ફ્યૂલનો વપરાશ કરે છે.

સાથે જ બોઇંગ 747 વિમાનમાં 1 ગેલન ફ્યૂલ (આશરે 4 લિટર) પ્રતિ સેકન્ડમાં યુઝ થાય છે. આ વિમાનમા 10 કલાકની ફ્લાઇટ દરમિયાન તે 36,000 ગેલન (1,50,000 લિટર) ફ્યૂલનો વપરાશ કરે છે. બોઇંગ 747 પ્લેનમાં આશરે પ્રતિ માઇલ 5 ગેલન (12 લીટર પ્રતિ કિલોમીટર)નો વપરાશ થાય છે.

જો બોઇંગ 747 એક કિલોમીટરમાં 12 લિટર ફ્યૂલનો વપરાશ કરે તો તેનો અર્થ એ છે કે તે 500 મુસાફરોને 12 લીટર ફ્યૂલમાં આશરે 1 કિમીની યાત્રા કરાવે છે. તે અનુસાર પ્રતિવ્યક્તિ ફક્ત 0.024 લીટર ફ્યૂલ ખર્ચ કરે છે.

એક અંદાજ અનુસાર બોઇંગ 747 પોતાના 100 કિમીના સફર દરમિયાન પ્રતિવ્યક્તિ 2.4 લીટર ફ્યૂલ ખર્ચ કરે છે. તે તમારી કાર કરતાં પણ ઓછુ છે. એક કાર આશરે 100 કિમીમાં 4 લિટર ફ્યૂલનો વપરાશ કરે છે. જો કારમાં 4 વ્યક્તિ મુસાફરી કરે તો ઠીક છે પરંતુ જો કારમાં ફક્ત ક જ વ્યક્તિ સફર કરે તો તેનો ખર્ચ બોઇંગ 747 કરતાં પણ વધુ છે. તેમાં સ્પીડનો પણ લાભ મળે છે. તેથી તેની તુલનામાં તમે સરળતાથી સમજી શકો છો કે યાત્રા માટે તમે કયો વિકલ્પ પસંદ કરી શકો છો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source: GSTV

Advertisements

Comments

comments

Reactions

3
0
0
1
0
0
Already reacted for this post.