in

જો કેળાની છાલ ફેંકી દેતા હોય તો કરી રહ્યા છો મોટી ભૂલ, છાલમાં પણ છુપાયેલા છે જોરદાર ફાયદા

કેળું એ એક એવું ફળ છે જે ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. એના બે કારણ છે એક તો એ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજો એ કે આ ફળને ખાવામાં વધારે મહેનત નથી લાગતી. છાલ ઉતારો અને ફટાક કરતુ હોય એ ખાઈ લો. કેળાનો ઉપયોગ લોકો સ્વાસ્થ્ય માટે કરતા હોય છે. જો વજન વધારવું હોય તો દૂધ અને કેળાં ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. સાથે જ કેળાને હેપ્પી ફ્રૂટ કહેવાય છે એટલે કે જો મૂડ ખરાબ હોય તો એક કેળું ખાઈ લેવું મૂડ જાતે જ સારો થઇ જશે. એમ તો કેળાં વિષે આ વાતો તો તમે જાણતા જ હશો માટે આજે અમે તમને કેળાં વિષે નહીં પણ કેળાનાં છાલ વિષે જણાવીશું. જી હા, જે છાલને તમે કચરો સમજીને ફેંકી દો છો એ હકીકતે તો કામની વસ્તુ છે. તો ચાલો તમને જણાવીએ કે એની છાલ તમને કઈ રીતે કામ આવી શકે છે.

Advertisements

દાંત કરે સાફ-

તમે દાંતની સફાઈ તો રોજ કરતા હશો અને એને સફેદ પણ બનાવી રાખવા ઇચ્છતા હશો પણ હંમેશા એવું નથી થતું. રોજ ચા, કોફી અને ઘણા પીણાંથી દાંતનો રંગ પીળો પડવા લાગે છે જે ઘણી મહેનત પછી પણ સાફ નથી થતા. એવામાં તમે કેળાની છાલનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો. કેળાના છાલના અંદરના ભાગને પોતાના દાંત પર કેટલીક મિનિટો સુધી રગડો અને પછી દાંતોને ધોઈ લો. એવું અઠવાડિયામાં એક વાર કરવું અને તમારા દાંતની ચમક પાછી આવશે.

ત્વચા બનાવે મુલાયમ-

તમે ભલે ગમે તેટલી મોંઘી વસ્તુઓ ચહેરા પર વાપરી લો તમારી ઈચ્છા પ્રમાણે કોમળતા નથી મળતી. સાથે જ મેકઅપ પ્રોડક્ટમાં ઘણા બધા કેમિકલ ઉમેરેલા હોય છે જે તમારા ચહેરા માટે જરાય સારા નથી હોતા. એવામાં જયારે પણ કેળાં ખાઓ તો એની છાલ ફેંકી ના દેવી પણ પોતાના ચહેરા પર 2 મિનિટ સુધી મસાજ કરી લેવી. એ પછી ચહેરો ધોઈ લેવો. તમારો ચહેરો એકદમ મખમલી થઇ જશે. કેળાની છાલ ખૂનને સાફ કરે છે અને સાથે જ કબજિયાત પણ દૂર કરે છે. એ સાથે જ ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત બનાવે છે.

Advertisements

વાળ બને નરમ અને મજબૂત-

જો કેળાની છાલ તમારા ચહેરા પર નિખાર અને કોમળતા લાવી શકે છે તો પછી એ તમારા વાળ માટે પણ ખુબ જ સારું છે. કેળાની છાલને તમે હેર માસ્કની જેમ જ ઉપયોગ કરી શકો છો. કેળાંની છાલ વાળને નરમ બનાવે છે અને સાથે જ ચમક પણ આપે છે.

Advertisements

માઇગ્રેનમાં મદદ-

માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા એકદમ સામાન્ય થઇ ગઈ છે. એવામાં વારંવાર દવા ખાવી પણ યોગ્ય નથી. જો તમને માઈગ્રેન હોય કે પછી માથાના દુઃખાવો હોય તો કેળાની છાલનો ઉપયોગ કરો. કેળાંની છાલને માથે અને ગરદન પર રગડો. એમાં પોટેશિયમ હોય છે જે માથાને આરામ આપે છે અને દિમાગને ઠંડુ કરે છે. એના ઉપયોગથી તમે દવા ખાધા વગર પણ માથાના દુખાવા કે માઇગ્રેનથી છુટકારો મેળવી શકો છો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

સવારે ઉઠીને ના જોવો જોઈએ અરીસો, આવું જણાવે છે વાસ્તુશાસ્ત્ર

વાઈટ રાઈસ કે બ્રાઉન રાઈસ , સ્વાસ્થ્ય માટે કયા ચોખા હોય છે ફાયદાકારક ?