આવા લોકો સૌથી વધુ ખર્ચાળ હોય છે, પૈસા બચાવવા મુશ્કેલ

Please log in or register to like posts.
News

આવા લોકો સૌથી વધુ ખર્ચાળ હોય છે

જો તમારે પણ જરૂર વિનાના ખર્ચાઓ વધી રહ્યા હોત અને ઈચ્છવા છતા તમે પૈસા બચાવી શકતા નથી. તો તમારે જોવું જોઈએ ક્યાંક તમારી હથેળીમાં ખોટા ખર્ચાનો યોગ તો નથી ને. હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે લોકોની હથેળીમાં આવી રેખાઓ અને ચિહ્નો હોય છે તેમને પૈસાનો ખર્ચ વધારે થાય છે. આવા લોકો જો પૈસા ભેગા કરવા ઈચ્છતા હોય છતા પણ નથી કરી શકતા.

મસ્તિષ્ક રેખા આવી હોય તો

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર, જે વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખા નમેલી હોય તો તેમને ખોટા ખર્ચાઓ વધારે થાય છે. મસ્તિષ્ક રેખા હથેળીની મઘ્ય રેખા હોય છે. આ રેખાથી વ્યક્તિની માનસિક ક્ષમતાનો અંદાજ પણ લગાવી શકાય છે. આ રેખાથી ભવિષ્યમાં વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી રહેશે તે પણ જાણી શકાય છે.

અંગૂઠો આવો હોય તો

જે વ્યક્તિની આગંળીઓ લાંબી અને ઉપરથી ફેલાયેલી હોય છે. આ સાથે જ અંગૂઠાનો ઉપરનો ભાગ નરમ હોય અને હ્રદયની રેખા લાંબી હોય તો તેઓ ખોટા ખર્ચના કારણે પૈસા બચાવવામાં મુશ્કેલી અનુભવે છે.

હથેળીમાં સૂર્ય રેખા આવી હોય તો…

સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિની હથેળીમાં સૂર્ય નથી હોતી અથવા અન્ય રેખા ક્રોસ કરતી હોય તેમના ખોટા ખર્ચા વધારે થાય છે. હથેળીમાં અનામિકા આંગળની નીચે સૂર્ય પર્વત હોય છે. અહીંયા સુધી આવતી રેખાને સૂર્ય રેખા કહે છે.

જીવન રેખાથી આ રેખા દૂર હોય તો…

હથેળીમાં જીવનરેખા અને મસ્તિષ્ક રેખા એકબીજાથી દૂર હોય તો વ્યક્તિને ખોટા ખર્ચા થાય છે. જે રેખા અંગૂઠાની નીચે શુક્ર પર્વતને ઘેરેલી રહે છે તે જીવન રેખા કહે છે.

ભાગ્ય રેખા અટકી જાય

જે જાતકની હથેળીમાં ભાગ્ય રેખા, મંગળ મેદાનમાં આવીને રોકાઈ જાય, તે થોડ ખોટા ખર્ચ કરનારા હોય છે, પરંતુ પોતાની જવાબદારી સમજે છે.

આંગળીઓ જો આવી હોય

હસ્તરેખી વિજ્ઞાનની એવી માન્યતા છે કે જે વ્યક્તિઓની આંગળીઓ વધારે નરમ હોય છે તે ખૂબ ખર્ચાળ હોય છે. આવા વ્યક્તિ શોખ અને મોજ-મસ્તીમાં પૈસાનું ધ્યાન નથી રાખતા.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.