in

paytm ના ફાઉન્ડેરે કહ્યું જે વ્યક્તિ ભારતમાં સફળ થઈ શકે તે ગમે ત્યાં સફળ થઈ શકે

પેટીએમના CEO વિજય શેખર શર્મા(41)ના જણાવ્યા મુજબ ભારતમાં બિઝનેસ ને ટકવા માટે ખૂબ જ શાંત રહેવાની જરૂરિયાત છે. પરંતુ અહીં જે વિજેતા છે, તે દુનિયાના કોઈ પણ ખૂણે સફળ થઈ શકે છે. શર્માએ એક ઈન્ટરવ્યુમાં કારોબારીઓની જિંદગી સાથે જોડાયેલા પ્રશ્નનો ઉત્તર આ વાત કહી હતી. તેમણે કહ્યું કેફે કોફી-ડેના ફાઉન્ડર વી સિદ્ધાર્થની આત્મહત્યાની ઘટના મારા જેવા કારોબારીઓ માટે પીડાદાયક છે.

Image result for vijay shekhar sharma

Advertisements

ઉતરપ્રદેશમાં આવેલા અલીગઢમાં જન્મ થયેલા શર્માએ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં શરૂઆતના જીવન અને કારોબારી સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે રિપોર્ટમાં કહ્યું- મારો અભ્યાસ હિન્દી મીડિયમની સ્કુલમાં થયો હતો. હું નસીબદાર હતો કે 15 વર્ષની ઉંમરમાં દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પણ સરળતાથી મળી ગયું હતું. મેં રોક સોન્ગમાંથી અને હિન્દી-ઈંગલિશ ટ્રાન્સલેટેડ બુક્સનો અભ્યાસ કરી ને અંગ્રેજી શીખ્યું.

શર્માએ જણાવ્યું કે – ગ્રેજ્યુએશન બાદ શરૂઆતના દિવસોમાં ઈન્ટરનેટ કારોબારી જેરી યાંગ અને માર્ક એન્ડ્રેસન મારા માટે આદર્શ હતા. વર્ષ 2000માં મેં વન97 કમ્યુનિકેશન્સનો અભ્યસ કરી. એ સમયે ટેલિકોમ ઓપરેટરો દ્વારા યુઝરને કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. 2010 સુધી સ્માર્ટફોન ડિસ્ટ્રીબ્યુશન માધ્યમ બની ગયા. તેના દ્વારા અમે પેમેન્ટના વિકલ્પ પર ધ્યાન દોરવાનું શરૂ કર્યું તથા નસીબ અમારા હાથમાં હતું. 2014માં વોલેટ સુવિધાની શરૂઆત થઈ. એક વર્ષ પૂર્ણ થયા બાદ જ આન્ટ ફાઈનાન્શિયલે અમારી કંપનીમાં રોકાણ કર્યું. બાદમાં અલીબાબા અને સોફટબેન્ક પાસેથી થોડું ફન્ડ મળ્યું.

Advertisements

વિજય શેખરે કહ્યું હતું કે દેશના મોટાભાગના ઈન્ટરનેટ ઉદ્યોગ સાહિસિકોના મૂળીયાઓ નાના ગામો સાથે સંકળાયેલા છે. તેઓ થોડુંક અગત્યનું અને સફળ કામ કરવા માંગે છે. તેમને કહ્યું હતું કે મારા પિતા સ્કુલમાં શિક્ષક હતા. હું નાના કારોબારીઓને કમ્પ્યુટર નેટવર્ક સેટઅપ માટે વીકેન્ડમાં કન્સલ્ટન્સી આપીને પૈસા કમાતો હતો. એન્જિનિયરિંગ કોલેજના દિવસોમાં હું પૂછતો હતો કે સૌથી વધુ પગાર વાળી નોકરી કઈ છે. કોઈએ મને આ માટે સીઈઓનું પદ હોવાનું કહ્યું હતું. હું એ બાબત ન સમજ્યો કે આ વ્યક્તિ માત્ર મજાક કરી રહ્યો છે, પરંતુ મેં પોતાની કંપની બનાવવા અને સીઈઓ બનવાનું વિચાર્યું હતું.

ટિપ્પણી
Advertisements

અનન્યા પાંડેના હોટ ફોટો જોઈ ને સંજય કપૂરે કરી ખરાબ કોમેન્ટ, લોકોએ સંભાળવી ખરી ખોટી

ગુજરાતમાં એક જ દિવસમાં 2.98 કરોડનું ખાદી નું વેચાણ કરવામાં આવ્યું, 30 ટકા સુધીની ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું