પતિ તેમની પત્નીથી કેમ ડરેછે ?જાણો પુરાણોમાં છુપાયેલીકથા

Please log in or register to like posts.
News

પોલીસ હોય કે મંત્રી કે કોઈ મોટો ઓફિસર કે અધિકારી તે બહાર બધા સામે તેમનો પ્રભાવ બતાવે છે પરંતુ જયારે ઘરમા આવે છે તો તેમની બધી શક્તિ ગાયબ થઇ જાયછે કારણ કે ઘરમાં પત્ની સામે હોય છે અને પત્ની આગળ કઈ ચાલતું હોતું નથી.

પતિ પત્નીઓ પર ઘણા જોકસ પણ બનેલા છે તો કેમ હોય છે આવું તે જાણીએ પૈરાણિક કથાઓ માં.

સંસારમાં સ્ત્રી ની ઉત્પતીનો શ્રેય મહાદેવ શિવ ને જય છે.તેમને અર્ધનારી સ્વરૂપ ધારણ કરી સૃષ્ટિમાં સ્ત્રીને ઉત્પન્ન કરી અને જયારે તેમને સ્ત્રીને પત્ની સ્વરૂપમાં મેળવી ત્યારે તેની શક્તિ વિશે ખબર પડી.

સ્ત્રી શક્તિનો અંદાજ શિવ ને ત્યારે ખબર પડી જયારે શિવે દેવી સતીને પિયર જવા માટે મનાઈકરી હતી ત્યારે દેવી સતીએ ગુસ્સામાં આવીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી દસ મહાવીધ્યાઓને ઉત્પન કરી.

દસ મહાવીધ્યાઓએ ભગવાન શિવ પર આક્રમણ કર્યુ અંત માં શિવ ને તેનાથી બચવા માતા સતીના ચરણોમાં આવું પડ્યું .

ભગવાન શિવ સાથે ભગવાન વિષ્ણુ પણ પત્નીના પ્રભાવ થી બચેલા નથી. એક વખત ગુર દુર્વાશા ઋષિ ના શ્રાપથી દેવી લક્ષ્મી વૈકુંઠ ધામ છોડી તેમના પિયર સાગર ની અંદર જતી રહી હતી.આ પછી દેવલોકની સાથે વૈકુંઠધામ માં પણ અંધેરો છવાઈ ગયો.વૈકુંઠના વૈભવ ગાયબ થાય ગયો.આ પછી સાગર મંથન ધ્વારા લક્ષ્મી દેવી ફરી પ્રકટ થયા.

કહેવાય છે કે દરેક સ્ત્રીમાં લક્ષ્મીનો વાસ હોય છે.અને દરેક સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે.અને તેના કારણે જ ઘરમાં સુખ શાંતિ હોય છે.

શિવ અને વિષ્ણુ જો પત્નીની તાકાત નો સ્વીકાર કર્યો હોય તો બ્રમ્હાજી પણ કેવી રીતે બચી સકે.એક વખત પુષ્કર માં બ્રમ્હાજીએ યજ્ઞ નું આયોજન કર્યું હતું અને દેવી સરસ્વતીને આવતા મોડું થતા તેમને બીજા વિવાહ ગાયત્રી સાથે કરી લીધા હતા.દેવી સરસ્વતીએ જયારે બ્રમ્હા સાથે ગાયત્રીને જોયા ત્યારે તેમને બ્ર્મ્હાજીને શ્રાપ આપી દીધો હતો કે ક્યારેય તેમની પૂજા નહિ થાય અને રિસાઈને રત્નાગીરી પર્વત પર જતા રહ્યા. ત્યાં દેવી સરસ્વતીને સાવિત્રી રૂપ માં પૂજાય છે.

ભગવાન શનિના પ્રકોપથી આખી દુનિયા ડરે છે પરંતુ શનિદેવને પણ તેમની પત્નીથી ડર હતો તેમની પત્નીના નામ ના જપ કરવાથી શનિદેવનો પ્રકોપ દુર થાય છે.તેમની પત્નીના જાપ લાભદાયક હોય છે.

જયારે પત્ની ગુસ્સે થાય છે તો તે વિનાશકારી થાય જાય છે તેનું ઉદાહરણ માં કાળી છે.  

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.