પતિના મૃત્યુના 15 દિવસે શરૂ કરી ગાંઠિયાની લારી, સંતાનોને ઉચ્ચ શિક્ષણ કરી દમદાર મહેનત

Please log in or register to like posts.
News

પતિના મૃત્યુ બાદ સંતાનોની ફી ભરવાનો પ્રશ્ન સર્જાતા મહિલાએ લીધો ગાંઠિયાની લારી શરૂ કરવાનો નિર્ણય

પતિના મોતના 15 દિવસમાં શરૂ કરી ગાંઠિયાની લારી

આજે વિશ્વ મહિલા દિવસ છે. ત્યારે રાજકોટમાં એક એવી મહિલા પણ છે જે તેના સંતાનોના ભવિષ્ય માટે ગાંઠિયાની લારી પણ ચલાવી રહી છે. તેમજ સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપી રહી છે. પતિના મૃત્યુના 15 દિવસમાં મહિલાએ ગાંઠિયાની લારી શરૂ કરી હતી.

સંતાનોનું ભવિષ્ય ન બગડે તે માટે 15 દિવસમાં જ રેકડી શરૂ કરી

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ધરમનગરમાં રહેતા રીટાબેન મેટવાણીયાના પતિ પ્રવીણભાઇ પુરણદાસ મેટવાણીયા છ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. પતિના અવસાનના 22 દિવસ બાદ સંતાનોની સ્કૂલ-કોલેજ શરૂ થતી હતી. સંતાનોની ફી ભરવાનો પ્રશ્ન સજાર્યો. આથી પતિના અવસાન બાદ 15માં દિવસે જ રીટાબેને પરિવારજનો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી. રીટાબેન પર સંતાનોની જવાબદારી આવી પડી અને આજે તેઓ મમ્મી-પપ્પાની જવાબદારી હોંશે હોંશે નિભાવી રહ્યા છે.

રીટાબેનને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે

રીટાબેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં ગાંઠિયાની રેકડીમાંથી આવક મેળવી મોટી દીકરીને ઉચ્ચ શિક્ષણ આપી લગ્ન કર્યા. તો બીજી દીકરી રાજવીએ બીએસસી પૂરું કરી આગળનો અભ્યાસ કરી રહી છે. તે પ્રોફેસર બનવા માગે છે. જ્યારે દીકરો લાલો પણ 11માં ધોરણમાં ભણી રહ્યો છે.

દીકરી રાજવી શું કહે છે પોતાની મા વિશે

રીટાબેનની બીજા નંબરની દીકરી રાજવીએ જણાવ્યું હતું કે, મા રોજ સવારે ચાર વાગે ઉઠી ગાંઠિયાનો લોટ, સંભારો, દાળ-ભાત, શાક-રોટલી તૈયાર કરે છે. માના આ કાર્યમાં ભાઇ પણ શક્ય તેટલી મદદ કરે છે. મા બપોરે બે વાગે ગાંઠિયાની રેકડી પરથી ઘરે પરત ફરે છે. ત્યારબાદ જ રસોઇ બનાવી અમને ખવડાવે છે.

રીટાબેન અન્ય લોકોને સાક્ષર બનવાની આપે છે શિખ

રીટાબેન પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોંચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે. બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સ્વપ્ન પણ ધરાવે છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી નિવૃતિ અપાવી શકે.

પતિનું છ વર્ષ પહેલા મોત થયું હતું

ગાંઠિયાની લારી ચલાવી ચલાવે છે ગુજરાન

સંતાનોના ભવિષ્ય માટે લીધો નિર્ણય

રીટાબેન દરરોજ ચલાવે છે ગાંઠિયાની લારી

રીટાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે

Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.