in

પરિણીતી ચોપડાએ અજય દેવગન સાથે કામ કરવાની પાડી ના, સામે આવ્યું આ એક મોટું કારણ

અભિનેત્રી પરિણીતી ચોપડાએ અજય દેવગણની બહુ રાહ જોવાઈ રહેલ ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ માં કામ કરવાની ના પાડી દીધી છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે પરિણીતી આ ફિલ્મ માટે કોઈ તારીખ નહતી નીકાળી શકતી, જેના કારણે તેણે આ ફિલ્મ છોડી દેવાનું નક્કી કર્યું હતું. મળેલી માહિતી મુજબ, પરિણીતી કોઈ પણ રીતે અજય દેવગણની ફિલ્મનો હિસ્સો બનવા ઇચ્છતી હતી, લાંબા સમયથી તે તેનો સમાધાન મેળવવાના પણ પ્રયત્નો કરી રહી હતી, જોકે તેણે બીજી ફિલ્મોને તો એ પહેલાજ તારીખો આપી ચુકી હતી, જેના લીધે હવે આ ફિલ્મ માટે સમય નીકાળવો શક્ય બન્યું નહિ. આખરે પરિણીતીને આ ફિલ્મથી અલગ થવાનો નિર્ણય લેવો પડ્યો.

Advertisements

પરિણીતી ચોપડા આ દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપિક અને ફિલ્મ ‘ધ ગર્લ ઓન દ ટ્રેન’ પર જ આપી રહી છે. આ બંને ફિલ્મોને લઈને પરિણીતી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ તે લંડનથી ‘દ ગર્લ ઓન દ ટ્રેન’ નું શૂટિંગ કરીને પાછી ફરી છે. હવે પરિણીતી સાયના નેહવાલનું પાત્ર અપનાવવા માટે સખત મહેનત કરી રહી છે.

સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી ચુકી છે, જેમાં પરિણીતી બેડમિંટન કોર્ટમાં પરિણીતી રમતની સાવચેતી અને સાઇનાના હાવભાવ શીખી રહી છે. તેણે લગભગ ચાર મહિના સુધી બેડમિંટન તાલીમ લીધી. ફિલ્મને લઈને પરિણીતી જરા પણ સમયનો વ્યય કરવા નહતી ઇચ્છતી માટે એ શૂટિંગ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલમાં શિફ્ટ થઈ ગઈ કે જેથી કરીને લોકેશન પર પહોંચવામાં વધારે સમય ના લાગે.

Advertisements

નોંધપાત્ર વાત એ છે કે, ‘ભુજ :દ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ માં અજય દેવગન સિવાય સંજય દત્ત, સોનાક્ષી સિન્હા જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1971 ના ભારત-પાક યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન સ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં જોવા મળવાના છે. વિજય આ યુદ્ધ દરમિયાન ભુજના એરફોર્સ બેસનો હવાલો સંભાળતા હતા. આ ફિલ્મ વાયુસેનાના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

શરત લગાવી લો ! કપિલ ની ઓન-સ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી ના આ 5 રહસ્ય નહીં જાણતા હોવ તમે

ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહેવા લાગ્યા સુશાંત સિંહ રાજપૂત, ઘરેથી લીધા બિસ્તરાંપોટલાં