in ,

હિન્દી સિનેમાની આ 10 ઐતિહાસિક ફિલ્મો, જે સંભળાવે છે ભારતીય ઇતિહાસની ના સાંભળેલી કહાની

આશુતોષ ગોવારીકરની ઐતિહાસિક યુદ્ધ ફિલ્મ ‘પાનીપત’ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં 17 મી શતાબ્દીમાં અફગાન સેનાએ અને મરાઠાઓ વચ્ચે થયેલી પાનીપતની લડાઈને દર્શાવવામાં આવી છે.હિન્દી સિનેમા જગતમાં સતત એવી ફિલ્મો રિલીઝ થઇ રહી છે. જ્યાં આવનારા સમયમાં આપણને ‘તખ્ત’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવી ફિલ્મો જોવા મળશે. સાથે જો પાછલાં વર્ષોની વાત કરીયે તો આપણને ‘મણિકર્ણિકા’ થી લઈને ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મો રિલીઝ થઇ છે. એવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સતત સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે. એ પછી ફિલ્મકાર સતત આ હિટ ફોર્મ્યુલાની આસપાસ ફિલ્મો બનાવી રહ્યા છે. ચાલો આજે તમને જણાવીએ હિન્દી સિનેમા જગતની એવી જ 10 ઐતિહાસિક ફિલ્મો વિષે.

Advertisements

1. સિકંદર (1941) :

દિગ્દર્શક સોહરાબ મોદીના નિર્દેશનમાં, પૃથ્વીરાજ કપૂરે આ ફિલ્મમાં સિકંદર મહાનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 326 ઈસા પૂર્વના સમયને બતાવવામાં આવ્યો છે જ્યારે સિકંદર ફારસ અને કાબુલ ઘાટીને જીતતા ભારતીય સીમાના ઝેલમ સુધી પહોંચી જાય છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દેશમાં બીજું વિશ્વ યુદ્ધ અને દેશમાં ભારત છોડો આંદોલન ચરમસીમાએ હતું.

2. ઝાંસી કી રાની (1953) :

ઝાંસી કી રાની (1953) ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન પણ સોહરાબ મોદીએ કર્યું હતું. આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનો રોલ સોહરાબ મોદીની પત્ની મહાતાબે કર્યો હતો. આ ફિલ્મ અંગ્રેજી ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી અને 1956 માં એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કહાની 1857 ની ક્રાંતિ પર આધારિત છે જ્યારે રાણી લક્ષ્મીબાઈએ બ્રિટિશરો સામે અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે આ ફિલ્મ લગભગ 60 લાખ રૂપિયામાં બની હતી, જોકે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા નહતી મળી.

Advertisements

3. મુગલ એ આઝમ (1960) :

એ ફિલ્મ મુગલ રાજકુમાર સલીમ અને એક દરબારી નર્તક અનારકલીના પ્રેમ પર આધારિત છે. સલીમના પિતા બાદશાહ આ પ્રેમના વિરુદ્ધમાં હોય છે. ફિલ્મનું નિર્દેશન કે આસિફે પૂરો જીવ રેડીને કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ તો 1960 માં થઇ પણ આ ફિલ્મ પર કામ 1944 માં જ શરુ થઇ ગયું હતું. ફિલ્મના ગીતોથી માંડીને દરેક સીનમાં જે પ્રકારની ભવ્યતા દેખાઈ એણે મુગલકાળને પરદા પર જીવંત કરી દીધું. એ ફિલ્મન એ સમયની સૌથી મોંઘી ફિલ્મોમાં શામેલ હતી.

Advertisements

4. રઝિયા સુલ્તાન (1983) :

હેમા માલિની, પરવીન બાબી અને ધર્મેન્દ્ર અભિનીત, આ ફિલ્મનું નિર્દેશન અને કમલ અમરોહીએ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા દિલ્લીની એકલોતી મહિલા સુલતાન પર આધારિત છે, જે એક દાસના પ્રેમમાં પડે છે અને એના લીધે પોતાનું રાજપાટ ગુમાવી બેસે છે.

5. અશોકા (2001) :

આ ફિલ્મ મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોકા પર આધારિત છે જેમાં કલિંગ યુદ્ધમાં થયેલા નરસંહારને જોઈને પોતાની ભૂલનો અહેસાસ થાય છે એ પછી એ વિશ્વમાં શાંતિનો પ્રસાર કરવા માટે બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી લે છે. ફિલ્મમાં શાહરુખ ખાને અશોકનો રોલ કર્યો હતો.

Advertisements

6. મંગલ પાંડે (2005) :

ક્રાંતિકારી મંગલ પાંડેને 1857 ની ક્રાંતિનો બ્યુગલ ફૂંકવા માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં એ સૈનિક વિષે દેખાડાયું છે કે જેણે દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો આહવાન કર્યું હતું. ફિલ્મમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયાના ભારતીય મૂળના સિપાહી મંગલ પાંડેનો રોલ આમિર ખાને નિભાવ્યું હતો. સાથે જ રાની મુખર્જી, અમીષા પટેલ અને ઓમ પુરીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કેતન મહેતાએ કર્યું હતું.

Advertisements

7. જોધા અકબર (2008) :

ઋતિક રોશન અને ઐશ્વર્યા રાય સ્ટારર આ ઐતિહાસિક ફિલ્મનું દિગ્દર્શન આશુતોષ ગોવારીકરે કર્યું હતું. ફિલ્મમાં કેટલાક રાજકીય પરિસ્થિતિને કારણે એક બહાદુર રાજપૂત રાજકુમારી જોધાના લગ્ન મોગલ બાદશાહ અકબર સાથે થઇ જાય છે. શરૂઆતમાં તો એ બંને એકબીજાથી ખૂબ દૂર દૂર રહેતા હોય છે, પણ આગળ જતા બંનેના એકબીજાના સમ્માનને કારણે સાચે જ પ્રેમ થઇ જાય છે. ફિલ્મમાં બીજી બાજુ રાજનીતિ અને ષડયંત્ર પણ ચાલ્યા રાખે છે.

8. બાજીરાવ મસ્તાની (2015) :

‘બાજીરાવ મસ્તાની’ મરાઠા સામ્રાજ્યના પેશ્વા બાજીરાવ અને તેમની બીજી પત્ની મસ્તાની પર આધારિત છે. સંજય લીલા ભણસાલી નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી છે અને પ્રિયંકા ચોપડાએ બાજીરાવની પહેલી પત્નીનો રોલ કર્યો છે.

Advertisements

9. પદ્માવત (2018) :

2018 માં રિલીઝ થયેલી આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. શરૂઆતમાં આ ફિલ્મનું નામ પદ્માવતિ રાખવામાં આવ્યું હતું જોકે વધતા વિવાદને જોઈને ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણશાલીએ આ ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ રાખી દીધું. ફિલ્મમાં દીપિકા પાદુકોણ , રણવીર સિંહ અને શાહિદ કપૂરે મુખ્ય રોલ કર્યો હતો. ફિલ્મની કહાની રાણી પદ્માવતી પર આધારિત છે કે જે એક રાજપૂત શાષક સાથે વિવાહિત છે અને એક સુખી વિવાહિત જીવન પસાર કરે છે. પદ્માવતીના સૌંદર્યથી આકર્ષિત થઈને અત્યાચારી સુલ્તાન , અલાઉદ્દીન ખીલજી એમના રાજ્ય પર આક્રમણ કરે છે.

Advertisements

10. મણિકર્ણિકા : દ કવીન ઓફ ઝાંસી (2019) :

કંગના રાણાવતે આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો હતો. ફિલ્મની કહાની 1857 ની ક્રાંતિની આસપાસ જ છે. જયારે ઝાંસીના રાજાની પત્ની , મણિકર્ણિકા ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે નમવાની ના પાડે છે , જયારે રાજ્ય પર કબ્જો કરવાની કોશિશ કરે છે તો કંપની વિરુદ્ધ એમનો વિદ્રોહ જલ્દી જ એક ઉગ્ર ક્રાંતિમાં બદલાઈ જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ABVP અને NSUI ના વધુ પડતાં ઘમાસણ વચ્ચે જ બીજેપીના ચાણક્ય અમિત શાહ આવશે ગુજરાત

શું કારણ છે કે લગ્ન પછી મહિલાઓનું શરીર વધી જાય છે ? જાણવા મળ્યું છે અચંબિત કરનારું કારણ