in

પંજાબમાં ફરી દેખાયા 2 પાકિસ્તાની ડ્રોન, ત્યાંના રહેવાસીઓ એ ક્રેશ હોવાનો દાવો કર્યો

પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વખત પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. ઝુંઝારા હજારા સિંહ નજીકમાં આવેલા ગામમાં ગુરુવારે સવારના પહોરમાં જ બે ડ્રોન જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના કહ્યા પ્રામણે ડ્રોન ગામની સીમા નજીક ક્રેશ થઈ ગયું હતું. હાલ બીએસએફ અને પોલીસ ડ્રોનનો કાટમાળ તપાસ શોધી રહ્યા છે. થોડાક દિવસમાં ઘણી વખત પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં જોવા મળી રહ્યા છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Saragarhi_Memorial_Ferozepur.jpg?w=662&ssl=1

Advertisements

આની પહેલાં આ જ સપ્તાહમાં સોમવારે રાત્રે પંજાબના હુસૈનીવાલા સેક્ટરમાં બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં જોવા મળ્યા હતા. આ શંકાસ્પદ ડ્રોન રામલાલની હોર્ડર આઉટ પોસ્ટ અને હુસૈનીવાલાની એચકે ટાવર પોસ્ટ નજીક દેખાયા હતા અને એક કિલોમીટરની ઉંચાઈએ ઉડી રહ્યા હતા. પહેલુ ડ્રોન 10 વાગ્યાથી લઈને 10.40 વાગ્યાની વચ્ચે જોવા મળ્યું અને બીજુ ડ્રોન રાત્રે 12.25 વાગે જોવા મળ્યું હતું.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/india-pakistan-1552386993-1568424947.jpg?w=662&ssl=1

બીએસએફએ હમણાં બીજા દિવસે મંગળવારે સવારે પણ બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસ્યા હોવાની જરૂરી માહિતી આપી હતી. આની પહેલાં એક ઓક્ટોબરની રાત્રે પણ ફાજિલ્કાના સીમા વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા દેખાયા હતા. આ ડ્રોન ઘણી વખત ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા હતા. હુસૈનીવાલા સેક્ટર પાસે આવેલા ગામડાઓમાં પણ ઘણી વખત ડ્રોન જોવા મળ્યું છે. આ પહેલાં અમૃતસરના મુહાવા ગામમાં 13 ઓગસ્ટ 2019 એક શંકાસ્પદ ડ્રોન ખેતરમાં પડેલું જોવા મળ્યું હતું.

Advertisements
ટિપ્પણી
Advertisements

હવે થી લાઈસન્સનું કામ ગુજરાતની કોઈ પણ ITIમાંથી પણ થશે, જાણો વધુ માહિતી

સેક્રડ ગેમ પછી સૈફ અલી ખાન રાજકારણ પર બનનાર ફિલ્મ તાંડવ માં જોવા મળશે