in

ભેદ ભાવના વિવાદ વચ્ચે આફ્રિદીના વીડિયોમાં એક મોટો ખુલાસો, દીકરીએ ફક્ત આરતી કરી તો ….

તાજેતરમાં પાકિસ્તાનમાં હિન્દુ ક્રિકેટરો સાથે વધુ ભેદભાવના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના જૂના કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરીથી ખૂબ વધુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. આફ્રિદી તેના નિવેદનોના લીધે હમેશા વિવાદમાં રહે છે. ત્યારે હવે આ વાયરલ વીડિયોમાં પણ તે ભારતીય રીતિ-રિવાજો અને ઉપાસનાની મજાક ઉડાવતા દેખાવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વધુ વાયરલ આ વીડિયોમાં આફ્રિદી પાકિસ્તાનના એક TV ચેટ શોમાં જોવા મળી રહ્યો છે. શો દરમિયાન આફ્રિદી જણાવે છે કે એક વાર તેને પોતાના ઘરનું ટીવી તોડ્યું હતું. તેને જણાવ્યું કે,‘પહેલાં, અમારા ઘરમાં ટીવી ચેનલોના ડ્રામા જોવામાં આવતા હતા, હું બેગમને ના પાડતો હતો કે તમે ખાનગીમાં ટીવી જુઓ, બાળકોને ક્યારેય બતાવશો નહીં.’ તે આગળ કહે છે કે,‘હું એકવાર ઘરે હતો ત્યારે મે જોયું કે મારી દીકરી ટીવી ચેનલ સામે ખબર નહીં શું કહે છે એ થાળીને લઈ આમ-આમ….કરતી હતી.’ તે હાથમાં થાળી પકડવાનો ઇશારો કરે છે ત્યારે એન્કર કહે છે કે તેને ‘આરતી’ કહેવાય છે.

પછી આફ્રિદી જણાવે છે કે દીકરીને આવું કરતા જોઈ તેને ખૂબ જ ગુસ્સો આવ્યો તથા તેને હાથ મારીને ટીવી તોડી દીધું હતું. આ સાંભળી ત્યાં હાજર ચાહકો તાળીઓ પાડે છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આફ્રિદીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

Video બનાવી “દૂધની અંદર પ્લાસ્ટિક” હોવાનો દાવો કરનાર સામે અમુક કંપનની લાલ આંખ, ઠોકી દિધો આ કેસ..

અમદાવાદની આ કંપની વડાપ્રધાન મોદીના સપનાં ના પ્રોજેક્ટને કરશે તૈયાર, નામ પર લાગી મહોર