in

થોડા રૂપિયા ખર્ચો, સોશિયલ મીડિયામાં છવાઈ જાવ

સોશિયલ મિડીયામાં હવે રૂપિયા ખચીને ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવાનો યંગસ્ટર્સમાં ક્રેઝ

આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. આજનું જનરેશન નેટવર્કિગ સાઈટ પર રચ્યુંપચ્યું રહે છે. હવે લોકો સોશિયલ નેટવર્કિગ સાઈટ પર વ્યક્તિની પ્રસિદ્ધિ, બિઝનેસ, સોશિયલ વર્ક, મોટી-મોટી કંપનીઓ તેમજ દરેક વ્યક્તિ સોશિયલ નેટવર્કિગ સાઈટનો પોતાની બ્રાન્ડ અને પ્રમોશન માટે ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં માર્કેટમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટને ફોલોઅર્સ વધારવા માટે પૈસા આપો અને તમારે જેટલી લાઈક, કોમેન્ટ કે ફોલોઅર્સ જોઈએ એટલા મળી શકે છે જ્યારે બીજી બાજુ હાલમાં યુવાનો મિત્રો તેમજ અન્યને પોતાનું સ્ટેટસ બતાવવા માટે ફોલોઅર્સ લાઈક તેમજ કોમેન્ટ માટે રૂપિયા ખચીને રીતસર લાઇક્સ અને ફોલોઅર્સ ખરીદે છે, તેના ફોલોઅર્સ વધારા માટેનો બિઝનેસ વધી ગયો છે. આજના સમયમાં દરેક વ્યક્તિ તમામ સોશિયલ સાઈટનો ઉપયોગ કરતી હશે, એમાં પણ ઘણી

બધી સોશિયલ સાઈટ ઉપલબ્ધ છે, જેવી કે ફેસબુક, ટિવટર, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ જેવી ઘણી બધી સાઈટનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. આ સાઈટ પર કોઈ વ્યક્તિ ફોટો કે સ્ટેટસ અપડેટ કરે છે તો તેને કેટલા લાઈક-કોમેન્ટ્સ મળે છે તેનો ઘણો ક્રેઝ જોવા મળતો હોય છે.

લોકો થોડી થોડી વારે પોતાનો ફોટો તેમજ સ્ટેટસ જોતા હોય છે, કોઈ વ્યક્તિને વધુ લાઇક્સ ન મળતી હોય ; તો લાઇક્સ વધારવા માટે અવનવાં ગતકડાં કરે છે. નાછૂટકે તે ઓનલાઇન મારફતે કે પછી કોઈ ડેવલપર દ્વારા લાઇક્સ વધારવા માટે રૂપિયા આપીને લાઇક્સ વધારે છે. આ બધી નેટવર્કિગ સાઈટ માટે પ્રમોશન માટે ખૂબ ઉપયોગી નિવડ્યું છે લોકો ઓનલાઇન પોતાની બ્રાન્ડ લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ સાઈટનો ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે કોઈ મોટું ઓનલાઇન પ્રમોશન, ડિઝાઈનર, ગાર્મેન્ટ, સોશિયલ વર્ક, પ્રોડક્ટ તેમજ પોતાની પર્સનાલિટી સારી દર્શાવવા તેમજ બીજા કરતાં સારી પ્રોફાઇલ જેવી અનેક નેટવર્કિંગ સાઈટ જોવા મળતી હશે, તેમાં હજારો અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ અને લાઇક્સ હોય છે, પરંતુ આ લાઇક કે ફોલોઅર્સ સાચા છે કે ખોટા તે જાણી શકવું મુશ્કેલ છે, અમુક વખતે લાઈક વધુ હોવાના કારણે એકલતા અને ફસ્ટેશનના કિસ્સા જોવા મળે છે.

ઘણા લાઈક માટે ન કરવાનું પણ કરતા હોય છે. ઓનલાઇનની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિનું પેજ તેની લાઇક્સ માટે મહત્વનું હોય છે, કેમ કે કોઈ પણ વસ્તુ કે સર્વિસનું પ્રમોશન કરવા માટે લાઇક્સ કેટલી છે તેના પરથી બ્રાન્ડિંગ થતું હોય છે.અત્યારે માર્કેટમાં ફેસબુક પેજ પર પOOO લાઇક્સના ૧૫OO રૂપિયા, ટિવટર પર પOOO લાઇક્સના ૪OO રૂપિયા પ્લાન માર્કેટમાં ઉપલબ્ધ છે અને વધુ લાઇક્સના કારણે પોતાના બિઝનેસનું પ્રમોશન કરી રહ્યા છે. આમાં પણ બે પ્રકારની લાઇક્સ હોય છે. નેગેટિવ લાઇક્સ અને સાચી લાઇક્સ, સાચી લાઇક્સ કોઈ ખરીદે તો પ ટકા ફોલોઅર્સ ડ્રોપ ડાઉન થાય છે જ્યારે ફેક લાઇક્સ ૯૦ ટકા ડ્રોપ ડાઉન થયા છે. ફેક લાઇક્સથી પેજને નુકસાન તેમજ ઓટોમેટિક બ્લોક થઇ જવાના ચાન્સ વધુ હોય છે. માર્કેટમાં હવે રિયલ લાઈક્સ યુવાનો ખરીદી રહ્યા છે.

રિયલ લાઈક તમારી પોસ્ટને લોકો સુધી શેર કરીને પણ લાઇક્સ મેળવી લે છે. આ લાઈકસ એ ફેસબુક લીડ જનરેટ કરીને પણ કરી શકાય છે કાં તો જે લોકો આ માસ્ટર છે તે કામ કરીને રિયલ લાઇક્સ વધારી આપે છે, જેમ કે તમારી આજુબાજુના કે આજુબાજુના લોકોના લાઇક્સ મળતા રહે છે. આ અંગે ઓનલાઇન માર્કેટિંગના જેશીલ શાહ જણાવ્યું કે હાલમાં ફોલોઅર્સ અને લાઈક્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ઘણા બધા લોકો પોતાના પેજને વધારે લાઇક્સ મળે તે માટે હવે પૈસા ખર્ચતાં પણ અટકતા નથી.મારી પાસે રોજની ઘણી ઈન્કવાયરી તો આવે છે. આ બધા લોકો જેવા કે રાજકારણીઓ, સોશિયલ કે અન્ય બ્રાન્ડના પેજને ફોલોઅર્સ વધુ કરવા કોલ આવે છે, તેમાંથી પણ ખાસ યુવાનોમાં પણ ઘણો કેઝ છે. પોતાના ફોટા તેમજ લાઇક્સ વધારે માટે પૈસા ખૂબ ખચી રહ્યા છે.

આ બાબતે સોફટવેર ડેવલપર જગદીશ પ્રજાપતિએ જણાવ્યું કે સોશિયલ :

સાઈટ પર પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે ફેક લાઇક્સ, ફેક કોમેન્ટ્સ માટે પૈસાથી લાઇક્સની ખરીદી કરી રહ્યા છે. આના ગેરફાયદા ખૂબ છે. સોશિયલ સાઈટ પર ઓળખાણ કંઈ અલગ હોય અને રિયલમાં કંઈ અલગ હોય છે અ

ટિપ્પણી

જૂનાગઢ માં આવેલી રહસ્યમય મુચકુંદ ગુફા: જયાં છુપાયેલો છે ભગવાન રણછોડ શ્રી કૃષ્ણ, મહારાજા મુચકુંદ અને અજેય કાલયવન રાક્ષસ ના વધનો ભેદ

વિશ્વનું પોષણ કરનાર અન્ન આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા