400 કરોડનું ટર્નઓવર કરનાર આ ગુજરાતી અને એનો બંગલો બંને જોવા જેવા છે

Please log in or register to like posts.
News

ભારતમાં પોસ્ટ ઑફિસ કરતાંય વધુ લોકપ્રિય કોઈ સર્વિસ હોય તો એ છે, શ્રી મારૂતિ કુરિયર સર્વિસ. તાજેતરમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલી આ કંપનીએ 31 વર્ષ પૂરા કર્યાં. જો કે, પોરબંદરમાં જન્મેલા મારૂતી કુરિયરના માલિક રામભાઈ મોકરીયાએ આકરી મહેનત અને સંઘર્ષ બાદ આ ભવ્ય સફળતા મેળવી છે.

નાનપણમાં જ ઘરની જવાબદારી સ્વીકારી

રામભાઈના પરિવારમાં બે ભાઈઓ, એક બહેન અને માતા-પિતા છે. રામભાઈના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. રામભાઈ મોકરીયાએ 1થી 6 ધોરણ સુધી ગામની પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કર્યો હતો. રામભાઈએ નાનપણથી જ ઘરની જવાબદારી સંભાળી લીધી હતી. પાંચમા ધોરણથી જ તેઓ રૂ.15/- ના પગારે કામ કરવા લાગ્યા હતાં. પ્રાથમિક શિક્ષણ બાદ પોરબંદરની છાત્રાલયમાં રહીને ધો.8 થી 11નો અભ્યાસ કર્યો.

પૈસા નહીં હોવાથી કૉલેજ છોડી

આજકાલનાં નસીબદાર છોકરાવ વેકેશનમાં મામાના ઘરે, હિલ સ્ટેશન, વોટર પાર્ક વગેરે સ્થળે ફરવા જાય, જ્યારે રામભાઈ વેકેશનમાં બે રૂપિયામાં આખો દિવસ ખેતીનું કામ કરતા. એક સમય એવો આવ્યો કે ફી ભરવાનાં પૈસા ન હોવાથી કોલેજ છોડવી પડી.

સમજદારીપૂર્વક શરૂઆત

રામભાઈ પાસે પૈસા નહતા પણ કંઈક અલગ કરવાનું ઝનૂન હતુ, આત્મવિશ્વાસ હતો, પુરુષાર્થ કરવાની હિંમત હતી અને સાચી સમજણ હતી. એમણે જૂનાગઢમાં ભાગીદારીમાં ટ્રાવેલ્સ અને ઝેરોક્ષનો વ્યવસાય શરૂ કર્યો. 1983માં પોરબંદરમાં આવેલા ભયંકર પૂરમાં ઘરની બધી જ સાધન-સામગ્રી તણાઈ ગઈ, છતાં હિંમત હાર્યા વિના રામભાઈએ રૂ.5000 વ્યાજે લીધાં અને મારૂતિ કુરિયર શરૂ કર્યું.

સફળતાનાં શિખર પર ચઢાણ

આજે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ‘મારૂતી કુરિયર’ના નામથી કોઈ અજાણ નહીં હોય. આજે આશરે 400 કરોડનું ટર્નઓવર ધરાવતી મારૂતી કુરિયર કંપની ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. આજે ભારતભરમાં 2448 બ્રાન્ચ ધરાવતી મારૂતી કુરિયર સાથે 7000 લોકો કામ કરે છે.

બિઝનેસ માટે સતત ફરતા રહેતા રામભાઈ મોકરીયાનો રાજકોટ ખાતે આલિશાન બંગલો આવેલો છે. 528 વારમાં ગાર્ડન સહિત 5 BHK બંગલાને મહેલ જેવો લુક આપવામાં આવ્યો છે.

મારૂતિ કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. રામભાઈ માત્ર પોતાની સફળતા જ નહીં પણ મારૂતી કુરિયર કંપની સાથે જોડાયેલ દરેક લોકોનું જીવનધોરણ અને બાળકોમાં અભ્યાસની ગુણવત્તા પણ સુધરી હોવાનો ગર્વ અનુભવે છે. રામભાઈની કંપની હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.

મિત્રો, નસીબનાં નામે બેસી રહેનાર લોકો ત્યાંના ત્યાં જ અટકી જાય છે, જે લોકો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને ખુદની મદદ કરે છે એ જ આગળ વધે છે.

भगवान के भरोसे मत बैठिए, क्या पता भगवान हमारे भरोसे बैठा हो ।

સંકલન – ઈલ્યાસભાઈ

Source: Mojemoj

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.