in

ભારતની આ જગ્યાએથી જોઈ શકાય છે શ્રીલંકા, પણ રાતના સમયે જનાર વ્યક્તિ નથી આવતો પાછો

આપણા દેશમાં એવી ઘણી બધી જગ્યાઓ આવેલી છે કે જેના માટે આપણને બહુ જ ઓછું ખબર હોય છે. એવી જ એક જગ્યા છે ધનુષકોડી. આ જગ્યા એકદમ સૂમસામ છે અને ખાસ વાત એ છે કે ત્યાંથી શ્રીલંકા જોવા મળે છે. જો કે પહેલા જ આ જગ્યા શાંત ન હતી. એક સમય એવો પણ હતો જયારે આ જગ્યા લોકોથી ભરેલી હતી. પણ આ જગ્યા સંપૂર્ણ રીતે અત્યારે સૂમસામ થઇ છે.

  • – ભારતની ધનુષકોડી જગ્યાએથી શ્રીલંકા દેખવા મળે છે
  • – જો આ જગ્યાની વાત કરીયે તો એ દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુના પૂર્વ તટ પર રામેશ્વરમ દ્વીપના કિનારે છે
  • – રાત થાય એ પહેલા અહીંયાથી લોકોને પાછા મોકલી દેવાય છે.

The town of Dhanushkodi is home to just 500 fishermen folk who live in the 50 odd hutments spread across the place. Picture courtesy: Flickr/Prabhu B Doss/Creative Commons

Advertisements

આપણા વિવિધતાઓથી ભરપૂર દેશમાં એવી ઘણી બધી જગ્યાઓ આવેલી છે કે જેના વિષે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ. એવી જ એક જગ્યા છે ધનુષકોડી. આ જગ્યા દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુના પૂર્વ તટ પર રામેશ્વરમ દ્વીપના કિનારે છે. આ જગ્યાને ભારતની અંતિમ જગ્યા પણ કહેવામાં આવે છે.

બીજી વાત તમને જણાવી દઇએ કે ધનુષકોડી એ ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલું છે અને એ બંને દેશોની વચ્ચે એક જ માત્ર એવી જમીન સીમા છે કે જે પાક જલસંધિમાં બાલૂના ટીલા પર આવેલી છે કે જે ફક્ત 50 ગજની લંબાઇમાં છે. ફક્ત એટલું જ નહીં એના લીધે આ જગ્યાને વિશ્વની લઘુતમ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે.

The amazing Pamban Bridge. Picture courtesy: Wikimedia/Picsnapr/Creative Commons

Advertisements

એમ તો આ જગ્યાએ દિવસના સમયમાં ભારે સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે. પણ રાત થાય એની પહેલા અહીંયાથી લોકોને પાછા મોકલી દેવાય છે એનું કારણ છે કે અંધારું થાય એ પછી અહીંયા ફરવા માટેની મનાઇ છે. લોકો સાંજ થાય એ પહેલા જ અહીંયાથી રામેશ્વરમ ચાલ્યા જાય છે. જણાવી દઇએ કે ધનુષકોડીથી રામેશ્વરમ સુધીનો રસ્તો 15 કિલોમીટર લાંબો છે અને એ પણ એકદમ સૂમસામ છે. કે જેનાથી કોઇને પણ ડર લાગી શકે છે. એટલા માટે કેમ કે આ વિસ્તારને રહસ્યમયી માનવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે વર્ષ 1964માં ભયાનક વાવાઝોડા આવ્યા પહેલા ધનુષકોડી ભારતનું એક ડેવલોપ પર્યટન અને તીર્થ સ્થળ હતું. એ સમયે આ જગ્યાએ રેલવે સ્ટેશન, હોસ્પિટલ, ચર્ચ, હોટલ અને પોસ્ટઓફિસની કોઈ જ કમી હતી નહિ. 1964માં જે ભયંકર વાવાઝોડુ આવ્યું એમાં બધું જ નાશ થઇ ગયું. એવું કહેવામાં આવે છે કે એ સમયે 100 થી પણ વધારે યાત્રીઓવાળી એક રેલગાડી સમુદ્રમાં ડૂબી ગઇ હતી. એ પછીથી જ આ જગ્યા એકદમ સૂમસામ થઇ ગઇ.

The ruins of what were once the post office and the hospital of Dhanushkodi. Picture courtesy: Flickr/Mike Prince/Creative Commons

Advertisements

એવું મનાય છે કે ધનુષકોડી જ એવી જગ્યા છે કે જ્યાંથી દરિયાની ઉપર રામસેતુનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર ભગવાન રામે હનુમાનને એક પુલનું નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પરથી થઇને વાનર સેના લંકા જઇ શકે, જ્યાં રાવણે માતા સીતાને હરણ કરીને રાખ્યા હતા. આ જગ્યાએ ભગવાન રામથી જોડાયેલા ઘણા મંદિરો આજે પણ હાજર છે.

An aerial view of Dhanushkodi. Picture courtesy: Wikimedia/Creative Commons

એવું કહેવામાં આવે છે કે રાવણના ભાઇ વિભીષણના અનુરોધ થવા પર ભગવાન રામે પોતાના ધનુષ માટે એક બાજુથી સેતુને તોડી દીધો હતો. એટલે જ એનું નામ ધનુષકોટી પડ્યું છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

સાપ્તાહિક રાશિફળઃ 13 થી 19 ઓક્ટોબર 2019

તમે વિશ્વાસ નહીં કરો કે આ સ્ત્રી 19 વર્ષના દીકરાની માં છે, તસવીરો જોઈને નહિ આવે વિશ્વાસ