in

ઓનલાઈન કોઈ વ્યક્તિ પસંદ આવી ગયું હોય તો માત્ર આટલું વાંચી લો – છેતરામણી તો નથી ને…

પહેલાના જૂના સમયની અને અત્યારના સમયની વાત કંઈક જુદી જ છે.હવે, એ સમય આવ્યો છે કે ‘હાય’ થી રીલેશન ચાલુ થાય છે અને ‘બાય’ થી રીલેશન ખતમ થઇ જાય છે.ખાસ કહીએ તો ઇન્ટરનેટ આવ્યા એટલે સોશીયલ મીડિયા વાપરવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું. લોકો મોબાઈલ કે કમ્પ્યુટરથી એકબીજા સાથે રીલેશન બનાવતા થઇ ગયા છે. ચેટીંગ એપ્લીકેશન ઘણી આવી ગઈ છે જેના પરથી આસાનીથી એકબીજા સાથે જોડાય શકીએ. સાથે અજાણ્યા અને દૂર અંતર સુધી રહેતા લોકો સાથે પણ સંપર્ક બનાવી શકીએ છીએ.ઘણા કિસ્સા સાંભળવા મળે છે કે ઓનલાઈન ચેટીંગ કરતા કરતા મહિલા અને પુરૂષ એકબીજાની વધુ નજીક આવી જાય છે.ચેટીંગથી વાત ચાલુ થાય છે અને ડેટિંગ સુધી પહોંચી જાય છે. આ સુવિધાને સારી ગણી શકાય કે આપણાથી દુર વસતા લોકો સાથે પણ આંગળીના ટેરવે સંપર્ક બનાવી શકીએ છીએ.

એવામાં ખાસ અગત્યની વાત એ હોય છે કે, ફોટોસમાં સરસ દેખાતું વ્યક્તિ વાસ્તવિક એવી જ હશે? તેના પર ભરોસો મૂકી શકાય કે નહીં? તો આજ આ વાતની સત્યતા જાણવા માટેની વાત જણાવી છે, જે બધાને ખાસ વાંચવા જેવી છે. જો તમને પણ સોશિયલ મીડિયા અને ચેટીંગ સાઈટ કે એપ્લીકેશન યુઝ કરો છો તો આટલું યાદ રાખવાનું ભૂલતા નહીં.કોઈ આપણને છેતરી જાય અને મુસીબત થાય એ કરતા પહેલા ઓનલાઈન રિલેશનમાં સીરીયસ થતા પહેલા આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

(૧) શેર યોર ઇન્ફોર્મેશન બટ લીમીટ :

કોઈ સાથે જયારે ઓનલાઈન સંપર્ક થાય ત્યારે તુરંત જ તમારા વિશેની જાણકારી શેર ન કરો. કોણ વ્યક્તિ કેવી હશે એ વિશે તમને અંદાજ ન હોય. તમે આપેલ માહિતીનો ઉપયોગ કઈ રીતે થાય છે એ ખબર ન હોય તો પણ આપણે કોઈ ઘટનાનો શિકાર બની શકીએ છીએ. જો તમને કોઈની સાથે ઈન્ટરનેટથી વાત કરી રહ્યા છો અને તમે એવી વ્યક્તિથી ઈમ્પ્રેસ થાવ છો તો એનો મતલબ એ નથી કે તમે પણ સામે તમારી બધી માહિતી બીજાનો કોઈને જણાવી દો.સામાન્ય રીતે જોઈએ તો ચેટીંગથી થતી છેતરામણીમાં આવું વધુ બનતું હોય છે. તમારે વ્યક્તિને જાણીને પછી જ પર્સનલ બધી જાણકારીની દેવી જોઈએ. જેમ કે, તમારા ઘરની એડ્રેસ, કામ વિશેની માહિતી, સ્કુલ-કોલેજની માહિતી વગેરે.

(૨) કોઇથી જલ્દીથી ઈમ્પ્રેસ ન થવું :

અત્યારની ઓનલાઈન દુનિયામાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે, કોણ વ્યક્તિ કેવું હોય એ વિશેની જાણકારી આપણને હોતી નથી. કોઈથી ઑનલાઇન વાત કરતી વખતે આપણો સંપૂર્ણ પ્રયત્ન હોય કે સામેવાળો માણસ ઈમ્પ્રેસ થાય. એમ, ખાસ ધ્યાન રાખવું કે સારા કપડાથી જે માણસ શોભે છે એ એવો જ વ્યક્તિ છે કે નહીં? એ જાણીને તપાસી લેવી જોઈએ. છોકરા-છોકરી ચેટીંગથી ઘણા આગળ નીકળી જાય છે ત્યારે બધાને આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, પ્રેમના નામે ઘણા લોકોનું લાઈફ ખરાબ થઇ ગઈ એવા પણ કિસ્સા છે તેથી જોયા-જાણ્યા વગર ઓનલાઈન રિલેશનમાં સીરીયસ ન થવું.

(૩) વાતો પર ધ્યાન રાખવું :

જ્યારે તમે ઑનલાઇન કોઈ વ્યક્તિને મળો ત્યારે અને કોઈ વાત કરો તે દરમિયાન એ શું કહે છે તે પર ધ્યાન આપો. આ રીતે જો તમે એક જ પ્રશ્નના બે જબાવ મળે, તો આ બાબતે ધ્યાન આપવું. જ્યાં સુધી તે વ્યક્તિની વાત સંપૂર્ણ રીતે સંતોષાઈ નહીં ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરવો નહીં.ઑનલાઇન પ્રેમ કે બીજા કોઈ ચકકરમાં પડવું કોઈ નવી વાત નથી પરંતુ તે માત્ર વાતચીત સુધી જ રહે તો સારું..

(૪) મીટીંગ કરવા માટે ઉતાવળ ન કરવી :

અમુકવાર જલ્દીથી નવી વ્યક્તિને મળવું એ કરતા ઑનલાઇન વાર્તાલાપ થાય એ બરાબર છે. મલબત્ત જો કોઈની વાત તમને સારી લાગશે તો તમે પણ તેનાથી ખુશ થશો. પરંતુ, આ કિસ્સામાં hastening ન કરો. તે જોખમી બની શકે છે. સંભવ છે કે તે વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈનો આપણે ઉદ્દેશ બની જાય એ પહેલા જ મુર્ખ જેવા કામ ન કરવા જોઈએ.

(૫) જાણકારી વગર કોઈ રીલેશનમાં સીરીયસ ન બનવું :

અત્યારે ચેટીંગનો બહુ ક્રેઝ ચાલે છે. માણસો ઈન્ટરનેટમાં ઓનલાઈન રહીને વધુ સમય પસાર કરવા લાગ્યા છે. એમાં બધા સારા જ હોય એવું શક્ય નથી એટલે કોઈની જાણકારી ન હોય તો તેની સાથે વાતો કરવાનું ટાળવું જોઈએ. પ્રેમના નામે સૌથી વધુ છેતરામણી થાય છે અને ઘણા લોકો શિકાર બને છે જે પાછળથી ખબર પડે છે. છોકરા-છોકરી બન્ને પણ જાણી લો ભલે તમે ઓનલાઈન રીલેશન બનાવો પણ સૌ પહેલા એકબીજા વિશે માહિતી મેળવી લો પછી જ રીલેશનમાં સીરીયસ થવું જોઈએ.

આ પાંચ વાતોને યાદ રાખજો નહિતર તમને કોઇપણ છેતરી શકે છે.દુનિયામાં સત્ય માણસોની કમી છે તેથી આપણે ખુદે જ ચતુર બનવું જરૂરી છે.કોઈ આપણને ફસાવવા માટેના પ્લાન પણ બનાવતું હોય છે એ પહેલા જ કોઈ રીલેશનમાં સીરીયસ થાવ એ પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

પોતાની ભાભી કરતા પણ વધારે ગ્લેમરસ છે ભારતીય ટીમ ના પ્લેયર્સ ની બહેનો, નંબર 5 ની બહેન છે ઘણી સુંદર

આ કારણે છોકરીને ટેડીબીયર વધુ પસંદ હોય છે – તેને આવું લાગે છે – તેને ખુશ કરવી હોય તો માત્ર આટલું વાંચી લો..