in

સચિવાલય ક્લાર્ક ની ભરતી હવે ધો. 12 પાસ પછી નહિ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર જ આપી શકશે

20મી ઓક્ટોબર યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક ભરતી પરીક્ષા બંધ રાખવાનો મહત્વનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે રજૂ કરાયેલાં આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, આ પરીક્ષા હમણાં પૂરતી રદ કરવામાં આવી છે. પરંતુ નવી તારીખો ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ અંગે મંડળના અધ્યક્ષ આસિત વોરાને પૂછતાં તેમણે કહ્યું હતું કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ તરફથી પરીક્ષા રદ કરવા સૂચના આવી છે. પરીક્ષા રદ કરવા પાછળ નવો ખુલાસો કરવામાં આવ્યો છેકે, શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે.હવે આ પરીક્ષા ધોરણ 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવામાં આવશે. નવી પરીક્ષા તારીખ થોડાક જ સમયમાં જ જાહેર કરવામાં આવશે.

Related image

Advertisements

રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના તૈયાર હતા. જો શૈક્ષણિક લાયકાતમાં સુધારો આવે અને તે સ્નાતક કક્ષાનું થાય તો મૂળ જાહેરાત પ્રમાણે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતાં બઉ બધા ઉમેદવારોની અરજી અમાન્ય થવાં પાત્ર પણ ઠરે તેમ છે. જાહેરાત બહાર પડ્યાને એક વર્ષ થઇ ગયું છે, અને હવે સરકારના નિયમના બદલાવની સંભાવનાથી ઉમેદવારોને અનિશ્ચિતતા સતાવી શકે છે કે તેઓ અરજી કર્યાં બાદ પણ ભરતીને લાયક રહેશે કે નહીં. ગૌણ સેવા પસંદગી મંડળે તમામ નિવાસી એડિશનલ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ ને સૂચના આપી કહી દીધી છે. 10 લાખ 45 હજાર ઉમેદવારોને પરીક્ષા રદ કરવા બાબતની વેબસાઈટ પર મુકાઈ છે.

Image result for exam

આ પહેલા પણ બે વાર અલગ અલગ કારણોને લીધે પરીક્ષા રદ કરવામાં આવી હતી. રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારોમાંથી સૌથી વધુ 1.50 લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 1 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

Advertisements
ટિપ્પણી
Advertisements

સૂર્યદેવ કરશે પોતાની રાશિ પરિવર્તન, પડશે તમારા જીવન પર અસર? જાણો પોતાના ભાગ્ય ની સ્થિતિ

થોડાક જ સમયમાં અજય દેવગણના જીવન પર એક બુક લખાશે