in

હવેથી ધો. 10ના કોઈ પણ પેપરમાં OMR પુછાશે નહિ, જાણી લો આખી વાત…

2020માં લેવાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા અંગેની માર્ગદર્શિકા ગુજરાત બોર્ડે જાહેર કરી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં ઓએમઆર પ્રશ્નો પુછાશે નહીં. વિદ્યાર્થીઓએ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં લઈને 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. જ્યારે કે 20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા છે. આ 20 ગુણભારને 5 અલગ અલગ ભાગમાં વિભાગ પાડવામાં આવ્યા છે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Gujarat-Board-Date-Sheet.jpg?w=662&ssl=1

Advertisements

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર કર્યા બાદ વાલીઓના વિરોધને કારણે બોર્ડે પોતાનો આ નિર્ણય ચેન્જ કરવો પડ્યો હતો. પરંતુ ધો.10ની પરીક્ષા પદ્ધતિમાં પોતે કરેલા ફેરફાર પ્રમાણે જ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે રિપિટર વિદ્યાર્થીઓને જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપવાની એક છૂટ આપી છે. પરંતુ રિપિટર વિદ્યાર્થીઓએ પણ 80 ગુણની જ પરીક્ષા આપવાની રહેશે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/board-exam-647_1.jpeg?w=662&ssl=1?QM_sWKh1Y825E6_swnxXsydOiHSsb7dw

બોર્ડે જાણ કરી છે કે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ગણિતના પુસ્તકો એનસીઇઆરટી પ્રમાણે રજૂ કરાયા છે. જ્યારે કે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી દ્વિતીયમાં કોઈપણ જાતનો ફેરફાર કરાયો નથી.

Advertisements
ટિપ્પણી
Advertisements

સલમાન ખાન આ ઈદ પર ‘રાધે’ બનીને જોવા મળશે, તેની સાથે કામ કરી ચૂકેલા સિનેમેટોગ્રાફરે આ હિન્ટ આપી

પ્રિયંકા, દીપિકા પછીની બૉલીવુડની સુંદર એક્ટ્રેસ હિના ખાનના ફોટોસ પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ, તમે ફોટો જોયા ક નહિ?