in

નવ પરિણીત કપલે ડિનર ડેટ પર કરી દીધું આ એક કામ, સોશીયલ મીડીયા થઈ ગયું રોમેન્ટિક

નવા નવા મેરેજ કરેલા દંપતિ પોલીસ ઓફિસર જ્યારે રોમેન્ટિક ડેટ કરી રહ્યા હતા ત્યારે હોટલમાં લૂંટ રોકી અને ઇન્ટરનેટ પર માણસોના દિલ જીતી લીધા. ચેઝ અને નિકોલ મેકવન બંને પોલીસ અધિકારી છે અને છ મહિના પહેલા જ મેરેજ કર્યાં હતાં, યુએસનાં લુઇસવિલેમાં એક રેસ્ટોરન્ટમાં બન્ને ભોજનની મજા લઇ રહ્યા હતા. ત્યારે એક સશસ્ત્ર લૂંટેરો ઘૂસી ગયો હતો અને કેશ કાઉન્ટર પર ઊભો હતો.

આ વ્યક્તિએ માસ્ક પહેરેલો હતો. શરૂઆતમાં પોલીસ કપલે વિચાર્યું કે, તે માણસ બીમાર છે અને તેથી માસ્ક પહેર્યું છે. જો કે વાતનો વળાંક બદલાયો અને તેઓએ જોયું કે તેના હાથમાં બંદૂક છે અને તે કેશિયરને ધમકાવી રહ્યો છે. તે સમયે દંપતીને ખ્યાલ આવી રહ્યો છે કે શું ચાલી રહ્યું છે.

Louisville's police department shared surveillance video of two off-duty officers stopping an attempted robbery. The officers were later revealed to be a married couple out for dinner.

મોકો જોઈને બંનેએ બંદૂક કાઢી શખ્સનો પીછો કર્યો. સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગે ફેસબુક પર વીડિયો શેર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર લુઇસવિલે મેટ્રો પોલીસ આવી અને પેલા લૂંટેરાની ધરપકડ કરી ગઈ.

આ બાબતનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. શેર કર્યા પછી લાખો વ્યૂઝ મળ્યા છે. ઓફ ડ્યુટી હોવા છતાં લૂંટારૂને પકડવાની પ્રયત્ન કરનાર યુગલના બધા વખાણ કરી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આ હીરોઈનને થઈ ગયો કડવો અનુભવ, ટેક્સી ડ્રાઈવર એ ગાડી રોકી નીચે ઉતરી જવા કહ્યું…

ઇન્ડિયાના આ એક યુવકે એવો કાંડ કરી દિધો કે વિશ્વની સૌથી મોટી કંપનીએ કેસ કરી દેવો પડ્યો