કસરત માટે સમય નથી, તો આ ટિપ્સને ફૉલો કરો

Please log in or register to like posts.
News

દરેક વ્ય્કતિ એવું ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે. અત્યારની આધુનિક જીવનશૈલીમાં સંતુલિત ખાણી-પીણી ઉપરાંત જો તમે નિયમિત રૂપથી કસરત કરશો તો તમારું વજન પણ નહીં વદે અને તમે બીમારીઓથી પણ દૂર રહી શકશો. પરંતુ આજ-કાલ દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. અત્યારે લોકો પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે કસરત કરવા માટે પણ સમય નથી ફાળવી શકતા. આવી પરિસ્થિતિમાં પોતાના સ્વાસ્થયને તંદુરસ્ત રાખવાની કેટલીક ટિપ્સ કે જેને અનુસરવાથી તમને કસરત કરવા જેવી મદદ મળી રહેશે.

જો તમે ઑફિસમાં લિફ્ટનો ઉપયોગ કરતા હોવ તો લિફ્ટનો ઉપયોગ કરવાનું બંધ કરીને સીડીઓનો ઉપયોગ વધારી દેવો જોઈએ. ચઢવા-ઉતરવા માટે સીડીઓનો ઉપયોગ કરવાથી તમારા શરીરને સારી એવી કસરત થઈ જશે. આ ઉપરાંત જો તમે કોઈ શૉપિંગ મોલમાં કે મૂવી જોવા જતા હોવ તો ત્યાં પણ લીફ્ટના બદલે સીડીઓનો ઉપયોગ કરવાનું વધારો.

નવરાશના સમયમાં ઘરની સફાઈ કરવાનું શરૂ કરી દો. ઘરમાં સાફ-સફાઈ કરવાથી તમારી માંસપેશિયો ખેંચાય છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે. તમે ટીવી જોતી વખતે પણ બેઠા-બેઠા હાથ, પગ, ગરદન, અને ખભાની કસરત કરી શકો છો.

ઑફિસમાં જો તમે કોઈની જોડે બેસીને વાતો કરતા હોવ તો તેવા સમય દરમ્યાન બેસી રહેવાની જગ્યાએ ઉભા-ઉભા વાતો કરો. ઉભા-ઉભા વાતો કરવાથી તમારી એક દિવસમાં લગભગ ૩૬ કેલેરી બર્ન થશે.

ભોજન એ આપણા શરીરમાં ઈંધણ સમાન છે. ખાવાથી આપણા શરીરને પોષક તત્વો મળે છે જે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. ભોજન લેવાથી આપણું મગજ પણ બરાબર કાર્ય કરે છે. બહું વધારે જમી લેવાથી કેફીનનું પ્રમાણ વદી જાય છે, જેનાં કારણે ઉંઘનું પ્રમાણ પણ વધી જાય છે.

કોઈ પણ કાર્ય કરતા પહેલા ક્યારેય એવું ના વિચારવું કે ફક્ત ખરાબ જ થશે કે એવું પણ ના વિચારી લેવું કે ફક્ત સારું જ થશે. સકારાત્મક સ્વભાવ રાખીને જે પણ થાય તે દરેક સ્થિતિને સ્વિકારતા શીખો. તમે કેવા દેખાવ છો તે વાત વધારે મહત્વની નથી, પરતુ તમે કેવા છો તે વાત વધારે મહત્વ ધરાવે છે. લોકો દેખાવથી નહીં તમારા કાર્યથી પ્રભાવિત થાય છે. નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂર રહો. આપણાં વિચારોની અસર પર આપણાં સ્વાસ્થ્ય પર થતી હોય છે.

Source: Navgujarat Samay

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.