in

નીતા અંબાણીને ક્રિકેટથી માંડીને ફૂટબોલની રમત સુધી છે ખુબ જ પ્રેમ, જાણો ક્યાંથી થઇ શરૂઆત ?

ભારતીય ઉદ્યોગજગતની સૌ પ્રથમ મહિલા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં દાન કરવામાં સૌથી મોખરે, એન્ટિલિયામાં થતાં ભવ્ય જલસાના યજમાન અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રોત્સાહિત કરતો જાણીતો અને માનીતો ચહેરો એટલે નીતા અંબાણી. જો કે, આ બધી જ ઉપમાઓ પણ નીતા અંબાણી માટે ઓછી જ છે. નીતા અંબાણી 1963માં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા છે અને એમનો પહેલો પ્રેમ ટીચિંગ હતો. નીતા અંબાણીએ 1985માં મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા અને એ પછી પણ નીતા અંબાણીએ શિક્ષિકા તરીકે ફરજ અદા કરી હતી. એ પછી એમણે મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરી.

જો કે, નીતા અંબાણીએ ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ખુબ જ દિલથી અને ખૂબ મહેનતથી કાર્ય કર્યું છે. જો કે હવે તો સ્પોર્ટ્સ 56 વર્ષીય નીતા અંબાણીના જીવનનું એક અભિન્ન અંગ જ બની ગયું છે. પાયાના સ્પોર્ટ્સમાં એમના યોગદાન માટે થઈને 2017માં રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન અવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરવામાં આવ્યા છે. સ્પોર્ટ્સથી માંડીને NBA સુધી નીતા અંબાણી એવું માને છે કે, “સ્પોર્ટ્સ કોઈને વિભાજિત કરતું નથી. સ્પોર્ટ્સમાં ધર્મ કે જાતિ નથી જોવાતી. ટેલેન્ટ કોઈ પણ જગ્યાએથી આવી શકે છે અને એમાં સફળતાના શિખર સર કરી શકે છે.”

Advertisements

નીતા અંબાણીનો ક્રિકેટ સાથે સંબંધ તો અકસ્માતે જ બંધાઈ ગયો હતો. 2008માં રિલાયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 112 મિલિયન ડોલરમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નેતૃત્વવાળી એક ક્રિકેટ ટીમની ખરીદી કરી હતી. જો કે, પહેલી વારની IPLમાં તો આ ટીમનું પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું હતું. બીજી સીઝનના સમયે તો નીતા અંબાણીને આ ગેમ વિશે ખાસ માહિતી હતી નહિ અને તેઓ એમની સાથે જોડાયા. પોતાની ટીમને પ્રોત્સાહિત કરવાથી માંડીને ટીમના સુખ-દુઃખના સમયમાં નીતા અંબાણી એમની સાથે જ ઊભા રહ્યા હતા.

હમણાં જયારે થોડા દિવસ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર હાર્દિક પંડ્યાએ લંડનમાં સર્જરી કરાવી હતી તો નીતા અંબાણી એની ખબર અંતર પૂછવા માટે પણ ત્યાં ગયા હતા. એ સિવાય હાલમાં જ એમણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે દિવાળી પાર્ટીને યોજી હતી. સમય પસાર થતો ગયો એમ જ ક્રિકેટ પ્રત્યે નીતા અંબાણીના આકર્ષણમાં અને સમજમાં વધારો થતો હોય એને એની સાથે મુંબઈ ઈન્ડિયન્સનો ગ્રાફ પણ ઊંચો આવી ગયો. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2013, 2015, 2017 અને 2019 એમ ચાર વાર વિજેતા રહી ચુકી છે.

હમણાં જ લંડનમાં સ્પોર્ટ્સ બિઝનેસ સમિટમાં નીતા અંબાણીએ સ્પીચ આપી ત્યારે કહ્યું, “હું 44 વર્ષની હતી ત્યારે સ્પોર્ટ્સના લીધે મારું જીવન અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. એ બધાની શરૂઆત 2009માં ક્રિકેટ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ થઈ. એ સમયે આઈપીએલની બીજી સીઝન ચાલતી હતી. અમારી ટીમ પોઈન્ટ ટેબલમાં સાવ નીચે હતી. એ સમયે તો મારી પાસે ક્રિકેટનું જ્ઞાન નહોતું તો પણ હું સાઉથ આફ્રિકા ગઈ અને હું ટીમ સાથે રહી. બધાને પ્રોત્સાહિત કર્યા. એ સમયે ટીમ સાથે પહેલી મુલાકાતથી માંડીને ક્રિકેટના દિગ્ગજો પાસેથી રમત વિશે ઝીણામાં ઝીણી વિગત જાણી છે. આજે 10 વર્ષ પછી મુંબઈ ઈન્ડિયન્સ 4 વાર વિજેતા બની ચુકેલી બહુમૂલ્ય ટીમ છે. મારી અહીંયા સુધીની સફર અદ્ભૂત રહી છે.”

Advertisements

EPL (ઈંગ્લિશ પ્રીમિયર લીગ)માં પોતાની મનપસંદ ફૂટબોલ ટીમને રમતી જોવા માટે ભારતમાં ઘણા યુવાનો મોડી રાત સુધી જાગતા હોય છે. નીતા અંબાણીનો દીકરો આકાશ પણ આ ટેવમાંથી બાકાત નથી. એ દેખીને તો મને ભારતમાં ફૂટબોલ માટે તક હોવાની વાતનો ખ્યાલ આવ્યો. તો એમણે 2014માં ફૂટબોલ માટે ઈન્ડિયન સુપર લીગ (ISL) લોન્ચ કર્યું. અંબાણીના મતે, “ISL ભારતમાં સૌથી વધુ જોવાતી ત્રીજી લીગ છે.”

મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટથી ચાલતું ESA (એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ) એ નીતા અંબાણીના દિલની ખુબ જ નજીક છે. ESA ગરીબ અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને સ્પોર્ટ્સ માટેની એમની રૂચિને પ્રોત્સાહન આપવા માટેનું કાર્ય કરે છે. નીતા અંબાણીએ લંડનમાં પોતાની સ્પીચ સમયે જણાવ્યું કે, દર વર્ષે 21,000 બાળકોને સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને રમતી જોવાની તક પ્રાપ્ત થાય છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસપોન્સિબિલિટી) તરીકે ચાલતા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે તેમ છતાં નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટ્સના હેડ છે. રિલાયન્સ ફાઉન્ડેશનની વાત કરીયે તો એ યૂથ સ્પોર્ટ્સ કોચના સામર્થ્યને વિકસાવવાનું, સ્પોર્ટ્સના સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું તેમજ ગ્રાંટ આપવાનું કાર્ય કરે છે. આ ફાઉન્ડેશને યંગ ચેમ્પ્સની શરૂઆત કરેલ છે. આ ફાઉન્ડેશન બાળકોને ફુલ-ટાઈમ રેસિડેન્શિયલ ફૂટબોલ સ્કોલરશિપ આપવાનું કાર્ય કરે છે. એ સિવાય એમના શિક્ષણ, તાલીમ અને વિકાસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. એમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમવાની તક પ્રાપ્ત થાય એ જોવે છે. એ સિવાય ફાઉન્ડેશનનું જૂનિયર NBA આખા દેશની સ્કૂલોમાં બાસ્કેટબોલને લગતી મદદ પણ પૂરી પાડે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

બસંતી થી ઘણો પ્રેમ કરતા હતા શોલે ના ઠાકુર, આ કારણ થી એકલા વિતાવ્યુ આખું જીવન

રાહુ એ આ 6 રાશિઓ ને છોડયું પાછળ, જલ્દી ઇચ્છા થશે પૂરી, જીવન માં આવશે સુધારો