નીતા અબાણીના ફોનની કિંમત ખબર છે?

Please log in or register to like posts.
News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનાં પત્ની નિતા અંબાણી
હંમેશા પોતાની રૉયલ લાઈફસ્ટાઈલને હાઈલાઈટમાં રહે છે. પછી તે
આઈપીએલ હોય કે, કંપનીની નવી પ્રોડક્ટનું લૉન્ચિંગ. તે એક સફળ
બિઝનેસ વુમન પણ છે. તેમનો રજવાડી ઠાઠ ઘણો ચર્ચામાં છે અને તેમની
સાડી, ઘડિયાળ, હેન્ડબેગ, ફૂટવેર દરેક વસ્તુ શાહી છે. આવામાં નીતા
ટેક્નોલૉજીની બાબતમાં પાછળ નથી. નીતા પાસે જે ફોન છે તે કોઈ
લક્ઝરી આઈટમથી ઉતરતો નથી. તેઓ દુનિયાનો સૌથી શાનદાર ફોન વાપરે છે.

નીતા અંબાણીનો ફોન છે 315 કરોડનો

નીતા અંબાણીના આ ફોનની કિંમત એટલી છે કે, તેટલી કિંમતમાં એક
પ્રાઈવેટ જેટ આવી શકે છે. નીતા ફૉલ્કન સુપરનોટા આઈફોન 6 પિંક
ડાયમન્ડ ફોન યૂઝ કરે છે, જેની કિંમત ૪૮.૫ મિલિયન ડૉલર અર્થાત, ૩૧૫
કરોડ રૂપિયા છે. આ ફોન 2014માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.


આ ફોન કંપનીએ ખાસપણે સેલિબ્રિટીઝ માટે બનાવે છે. ફોન ૨૪ કેરેટ
ગોલ્ડ અને પિંક ગોલ્ડથી બનેલો છે. તેના પર પ્લેટિનમનું કોટિંગ છે,
જેના આ ફોનને ખૂબ જ મજબૂત બનાવે છે. ફોનની પાછળ મોટો પિંક ડાયમન્ડ
છે. આ ફોનને હેક પણ કરી શકાતો નથી. જો કોઈ એવું કરવાની કોશિશ કરશે
તો ફોનના માલિક પાસે મેસેજ પહોંચી જશે.


રૂ. 30-40 લાખની છે હેન્ડબેગ
ફોન ઉપરાંત નીતા અંબાણી દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગ પણ વાપરે છે
જેની કિંમત આશરે ૩૦થી ૪૦ લાખ રૂપિયા છે.

રૂ. ત્ર
લાખના કપમાં ચા પીવે છે
નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે તે કપની કિંમત ત્રણ લાખ રૂપિયા
છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, તે જાપાનની સૌથી
જૂની બ્રાન્ડ ‘નારિટેક’ના કપમાં ચા પીવે છે. આ બ્રાન્ડની
ક્રૉકરીની સૌથી ખાસ વાત એ છે કે, તેની બોર્ડર ગોલ્ડથી બનેલી છે
અને તેના ૫૦ પીસના સેટની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.


બ્રાન્ડેડ વોચનો શોખ
મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીને બ્રાન્ડેડ વૉચનો પણ ઘણો
શોખ છે. તેમના વૉચ કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી,
કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડ્સ શામેલ છે. આ બ્રાન્ડ્સની
ઘડિયાળોની રેન્જ દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે.

સ્તોત્ર: નવગુજરાત સમય

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.