તૈમૂરને ‘તૈમૂર’ નહિ, આ લાડકા નામથી બોલાવે છે સૈફ-કરીના! – જાણો ક્લિક કરી

Please log in or register to like posts.
News

નામને કારણે વિવાદઃ

સૈફ અને કરીનાનો લાડકો દીકરો તૈમૂર તેના જન્મથી જ ચર્ચામાં છે. પહેલા તો તે તેના નામને લઈને ખાસ્સો વિવાદમાં રહ્યો હતો અને દેશભરમાંથી સૈફીનાએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તૈમૂરના નામને લઈને આટલી બબાલ થયા પછી તમને જાણીને નવાઈ લાગશે કે સૈફીના તેને તૈમૂર નામથી બોલાવતા જ નથી. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સૈફે વાતવાતમાં તેઓ તૈમૂરને કયા નામે બોલાવે છે તેનો ખુલાસો કર્યો હતો.

આ છે તૈમૂરનું નિકનેમઃ

સૈફે જણાવ્યા મુજબ તૈમૂરને ઘરે બધા ટિમના નિકનેમથી બોલાવે છે. કરીનાએ અગાઉ કહ્યું હતુ કે તૈમૂર નામ બોલતી વખતે જે અવાજ આવે છે તે તેને બહુ જ ગમે છે. પરંતુ હવે કરીના જ તેના દીકરાને આ નામે બોલાવવાને બદલે ટિમ કહીને બોલાવે છે.

તૈમૂરમાં બધાના સારા ગુણોઃ

તૈમૂરને મીડિયામાં મળતા જબ્બર પ્રતિસાદ અંગે સૈફે જણાવ્યું હતુ, “તૈમૂરની આંખો બ્લુ છે. તેનામાં બધાના સારા જીન્સ આવ્યા છે. તેનામાં થોડી આભા રબિન્દ્રનાથ ટાગોરની છે, થોડી રાજ કપૂરની છે, થોડી મનસૂર અલી ખાન પટૌડીની છે… મને નથી ખબર… પણ તે મારાથી વિશેષ છે. જોઈએ આગળ શું થાય છે.”

તૈમૂરનો કેવી રીતે ઉછેર કરશે?

તૈમૂર મોટો થશે ત્યારે આ સફળતા તેના માથે ચડી જશે? તે અંગે વાત કરતા સૈફ કહે છે, “તે આ સમજે ત્યારે જ અમારે તેને જમીન પર લાવી દેવો પડશે. તે ઘરમાં કોઈના પર ઘાંટા પાડશે તો નહિ ચાલે. તેણે પ્લીઝ, થેન્ક યુ, આદાબ બોલવુ પડશે. તે યુવાન થાય ત્યાં સુધીમાં શિસ્ત બદ્ધ થઈ જશે. મુંબઈના છોકરાઓ કાબુમાં નથી રહેતા. તમે સારાને આદાબ કરતા જોઈ છે? ટિમે પણ એ શીખવું પડશે.”

Source:આઈએમગુજરાત

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.