ઊંઘતા પહેલા ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, વધી શકે છે તમારું વજન

Please log in or register to like posts.
News

મોટાપો આજકાલ લોકોની આમ સમસ્યા બની ગઈ છે, બહારનું જંક ફૂડ ખાવાથી અને લાઈફસ્ટાઈલના કારણે શરીર પર ચરબી જામી જાય છે જેનાથી છૂટકારો મેળવવા ખૂબજ મુશ્કિલ થઈ જાય છે. તેના ખાવાની કેટલીક ચીજો પણ છે જેને જો રાતે ઊંઘતા પહેલા ખાવામાં આવે તો તેનાથી મોટાપો ઝડપી વધી શકે છે. જાણો કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જેનાથી વધતા શરીર પર ચરબી જામતા પહેલા નિયંત્રણ કરી શકો છો.

[widgets_on_pages id=”1″]

મેદો: મેદામાં ખૂબજ માત્રામાં કેલેરી હોય છે જેને વજન વધારવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એવામાં રાતે ઊંઘતા પહેલા મેદાથી બનેલી બિસ્કિટ, પૂરી કે કોઈ પણ ચીજ ખાવાથી બચવું જોઈએ.

સફેદ માખણ: ઘરમાં બનાવામાં આવતું સફેદ માખણમાં પણ ફેટનું પ્રમાણ ભરપૂર હોય છે. રાતના સમયે આને ખાવાથી શરીર પર ચરબી વધી જાય છે.

ક્રીમ: રાત્રે દૂધ પીવું ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક લોકો દૂધમાં મલાઈ નાખીને પીવે છે જેનાથી જલ્દી મોટાપો વધી શકે છે. રાત્રે ઊંઘતા પહેલા ક્રીમ કે મલાઈનું સેવન ટાળવું જોઈએ.

[widgets_on_pages id=”1″]

વ્હાઈટ બ્રેડ : વ્હાઈટ બ્રેડમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે શરીરની ચરબી વધારી શકે છે.

કેળા: રાત્રે ઊંઘતા પહેલા જો કેળાય ખાતા હોવ તો તે ટાળવું જોઈએ. કેળામાં વધુ માત્રામાં શુગર અને કેલેરી હોય છે જેનાથી વજન વધી શકે છે.

[widgets_on_pages id=”1″]

Source: ABP Asmita

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.