in

ક્યારેક આ એક્ટરના માથે છત પણ નહતી, સંઘર્ષ કરીને આ રીતે કર્યું બોલીવુડ પર રાજ

બૉલીવુડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી હાલમાં 45 વર્ષના છે, 19 મે 1974 ના મુઝફ્ફરનગરના એક નાના ગામ બુઢાનામાં જન્મ થયો છે અને આજે એ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતો અને માનીતો ચહેરો છે. જો પરિવારની વાત કરીયે તો નવાઝના પરિવારમાં 8 ભાઈ બહેન હતા. પિતા ખેડૂત હતા, એમાં ઘરનો ખર્ચ પૂરો નહતો થતો, માટે નવાઝે નાની ઉંમરમાં જ નોકરી કરવાનું ચાલુ કરી દીધું હતું.

Advertisements

નવાઝે ગુરુકુળ કાંગડી યુનિવર્સીટીથી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું પણ નાનકડા કસ્બામાં કાંઈ મોટું કરવાનું વિચારી પણ ના શકાય માટે એ દિલ્લી આવી ગયા. ખર્ચા પાણી માટે ચોકીદારની નોકરી કરી જોકે અત્યારે મુંબઈમાં પોતાનું ઘર છે.

નવાઝ કંઈક મોટું કરવા ઇચ્છતા હતા, માટે એમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. એ દિવસોમાં નવાઝ પાસે રહેવા માટે ઘર હતું નહિ માટે એણે પોતાના સિનિયરને કહ્યું કે એ એને પોતાની સાથે રાખી લે, તો નવાઝના કેટલાક સિનિયરે એને એ શરત પર એપાર્ટમેન્ટમાં રહેવાની રજા આપી કે એ એમને ખાવાનું બનાવીને ખવડાવે. એ શરત માટે નવાઝ તૈયાર થઇ ગયા અને પોતાના સિનિયર સાથે રહેવા લાગ્યા. 1996 માં એ ત્યાંથી ગ્રેજ્યુએટ થઈ ગયા.

Advertisements

એ પછી નવાઝે સાક્ષી થિયેટર જોઈન કર્યું. ત્યાં એમણે મનોજ બાજપાઈ અને સૌરભ શુક્લા જેવા કલાકારો સાથે કામ કર્યું. એ એમની સફળતાની નહિ પણ સંઘર્ષની શરૂઆત હતી. એક્ટર બનવા માટે નવાઝ મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં નવાઝ દરેક ઓડિશનમાં રિજેક્ટ કરી દેવામાં આવતા હતા. નવાઝના જે મિત્રો એની સાથે મુંબઈ ગયા હતા એ થાકી અને હારીને પાછા ઘરે જતા રહ્યા પણ નવાઝ અડગ રહ્યા.

Advertisements

નવાઝની પહેલી ફિલ્મ ‘સરફરોશ’ હતી. આ ફિલ્મમાં નવાઝે મુખબિરનો રોલ કર્યો હતો. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં ‘ફેઝલ’ ના રોલથી નવાઝે બધાનું દિલ જીતી લીધું. આજે તો નવાઝ જાણીતું નામ બની ગયા છે. જણાવી દઈએ કે નવાઝ ભલે આજે સ્ટાર છે પણ લાઇફસ્ટાઇલ એકદમ સામાન્ય છે.

ટિપ્પણી
Advertisements

દીપિકાનો નવો એક ખુલાસો, ફિલ્મો સિવાય ક્રિકેટમાં પણ યૌન શોષણ થાય છે

શિલ્પા શેટ્ટી પોતાના કરિયરની શરૂઆતમાં દેખાતી હતી કાંઈક આવી !!