in , ,

નવરાત્રી : માસિકધર્મ સમયે માતાજીની પૂજા કરાય કે નહિ ? જાણી લો વિગતે

નવરાત્રી એટલે મા આદ્યશક્તિની ભક્તિ કરવાનું પર્વ. નવરાત્રીનો તહેવાર શરૂ થઇ ચુક્યો છે. અત્યારે તો દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો માહોલ જોવા મળે છે. આ તહેવાર એવો છે કે જેમાં નાના બાળકોથી માંડીને યુવાન અને બધા જ વર્ગમાં એક અલગ જ ખુશી રહેલી હોય છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી પણ અન્ય રીતે માતાજીની આરાધના કરતા હોય છે.

નવરાત્રીમાં યુવતીઓ અને મહિલાઓ માતાની આરાધના કરે છે ,ગરબે ઘુમે છે અને પૂજા કરે છે. હવે આવા સમયે સૌથી વધારે તકલીફ એ સમયે થાય છે કે જયારે નવરાત્રી દરમિયાન જ કોઈપણ યુવતી કે સ્ત્રીને માસિકધર્મ શરુ થઇ જાય. હવે એમાં મૂંઝવણ તો એ વાતની થાય છે કે આ સમય અથવા આ દિવસો દરમિયાન પૂજા અને આરાધના કરી શકાય કે નહિ ?

વૈદિક ધર્મ પ્રમાણે માસિક ધર્મના દિવસોમાં મહિલાઓ માટે બધા જ કાર્યો વર્જિત હોય છે. આ નિયમ ફક્ત હિન્દૂ ધર્મમાં જ નહિ પણ લગભગ બધા જ ધર્મમાં લાગુ પડતો હોય છે. જયારે પણ મહિલાઓને પીરિયડ્સ આવે છે તો એના શરીરમાં નબળાઈ આવી જાય છે માટે એને ઘણા કાર્યોથી દૂર રાખવામાં આવે છે. હવે આ સવાલનો જવાબ મેળવીયે એની પહેલા આપણે માતાજીની પૂજા અને ઉપાસના વિશે થોડી માહિતી મેળવી લઈએ.

જયારે વ્યક્તિ ઈશ્વરનો આભાર પ્રગટ કરવા માટે વિધિ કરે છે એને પૂજા કહેવામાં આવે છે પરંતુ ઉપાસના એટલે ઉપ-આસના એટલે પોતાની સમક્ષ બેસવું. જો આપણે આધ્યાત્મિક રીતે દેખીએ તો દરેકમાં ઈશ્વરનો વાસ હોય છે. કર્મકાંડી પૂજામાં સુક્ષ્મ અને સ્થૂળ બંને બાબતો પર બરોબર ધ્યાન રાખવામાં આવ્યું છે. કર્મકાંડી પૂજામાં ધ્યાન, આહવાયન, આસન, સ્નાન, બોજાન જેવી વિધિનો સમાવેશ થાય છે.

ધ્યાન અને આહવાન એ સુક્ષ્મ રીતે હોય છે પરંતુ એ પછી જે વિધિ આવે છે એ સ્થૂળ વસ્તુઓ સાથે કરવામાં આવે છે. પરંતુ એ બધી વિધિ સંપૂર્ણ ભાવના સાથે કરવામાં આવે છે કે જો તમે કોઈપણ પૂજા કે વિધિ ભાવના વિના કરો છો તો એનો કોઈ જ અર્થ નથી હોતો. સ્થૂળ પૂજન એ ઘણી રીતે કરવામાં આવે છે. એમાં पंचोपचार (5 પ્રકાર), दशोपचार (10 પ્રકાર), षोडशोपचार (16 પ્રકાર), द्वात्रिशोपचार (32 પ્રકાર), चतुषष्टि प्रकार (64 પ્રકાર), एकोद्वात्रिंशोपचार (132 પ્રકાર) વગેરેમાં ભગવાનની હાજરી છે એમ માનીને તેમની સ્થાપના, સ્નાન, અર્ધ્ય, વસ્ત્ર, શૃંગાર, નૈવેધ, સુગંધ વગેરે અર્પણ કરીએ છીએ. ત્યારબાદ માતાજીની આરતી, સ્તુતિ, ભજન વગેરે કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે. જયારે આ બધું આપણે કરીએ છીએ તો આના મનમાં માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. ભાવ એ ચહેરા ઉપર નહિ પરંતુ મનમાં પણ હોવો જરૂરી છે.

જે પ્રમાણે આપણા મનમાં ગમે ત્યારે શુભ અશુભ વિચારો અને વાતો આવી જાય છે એ જ પ્રમાણે આપણે સુખ અને દુઃખ પણ મનથી જ વિચારી લેતા હોઈએ છે. જેમ આપણે સારી અને ખરાબ વાતો વિચારી લઈએ છીએ એ જ પ્રમાણે આપણે માતાની સ્તુતિ અને આરાધના પણ આપણા મનથી ગમે તે સમયે અને ગમે તેવી જગ્યાએ કરી શકીએ છીએ.

જો ધાર્મિક લાગણી પ્રમાણે જોઈએ તો માસિકધર્મ દરમિયાન સ્ત્રી માતાજીને સ્પર્શ ના કરી શકે પરંતુ સ્પર્શ કર્યા વિના પણ માતાજીની આરાધના તો કરી જ શકાય છે. મનમાં ને મનમાં જ માતાજીનું નામ લેવું અને તેમની આરતી અને સ્તુતિ પણ મહિલા ગાઈ શકે છે. સાથે જ એ વ્રત પણ કરી શકે છે. માતાજીની માનસિક સ્તુતિ અને આરતી કરવાથી પણ એટલી જ કૃપા અને આશીર્વાદ મેળવી શકાય છે. તો જો આપણે સરળ ભાષામાં વાત કરીયે તો એનો અર્થ એવો થાય છે કે માસિકધર્મ દરમિયાન સ્ત્રીએ માતાની છબીને સ્પર્શ કર્યા વિના જ મનમાં આરતી અને સ્તુતિ તો કરી જ શકે છે. જો એને વ્રત કરવું હોય તો એ પણ કરી શકે છે અને એમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી આવતી.

ટિપ્પણી

આ વ્યક્તિએ રોજનું ફક્ત 1 કલાક જોગિંગ કરીને ઉતાર્યું 51 કિલો વજન

આ છે ભારત ની 5 સૌથી લક્ઝરી ટ્રેનો, એમાં લવ કપલ મનાવી શકે છે રાજા-રાણી વાળો હનીમૂન